ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ આવતી કાલે દેશના કયા રાજ્યમાં કેવું હવામાન રહેશે તેને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આવતી કાલેથી લઈને 8 મે સુધી કેટલાક રાજ્યોમાં હવામાન પલટાઈ શકે છે અને ત્યાં વરસાદ થવાની સંભાવના છે. જ્યારે કેટલાકમાં વાદળ છવાયો વાતાવરણ રહેશે, ત્યારે કેટલાક રાજ્યોના હવામાનમાં પલટો થવાની સંભાવના નથી. હવામાન વિભાગ દ્વાકા કરવામાં આવેલ આગાહી મુજબ આવતી કાલે પશ્ચિમ બંગાળ, આંઘ્ર પ્રદેશના દરિયા કાંઠે, બિહાર, ઓડિશા, કર્નાટકા, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમા અંગ દાઝી જાય એવા ઉનાળાની સ્થિત રહેશે. જ્યારે દિલ્લી, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ચંઢીગઢ અને ઉત્તરાખંડમાં સામાન્ય વરસદાદ થવાની શક્યતા છે.
ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવની સંભાવના
આઈએમડી મુજબ રાજસ્થાન અને ગુજરાતમાં અત્યારે પણ અંગ દઝાડતા ઉનાળા રહેશે.બન્ને રાજ્યોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં હાલ તાપમાન 41 ડિગ્રી છે. જો કે 8 મે સુધી તેમ જ રહેશે. આવામાં ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન છે. ત્યારે રાજ્યમાં મતદાનના દિવસ સુધીમાં હવામાનમાં કોઈ પલટો નથી થવાથી અને આવી જ ગરમી રહેવાથી મતદાન પર તેનો અસર જોવા મળી શકે છે. કાળઝાળ ઉનાળાના કારણે લોકો ઘરેથી મતદાન માટે ઓછી સંખ્યામાં બાહર આવશે. પરંતુ અમે ત્યાં કહેવા માંગીએ છીએ કે તમે મતદાનના દિવસે પોતાના સાથે પાણી કે પછી કોઈ બીજુ પીણું પર્ધાથ લઈને મતદાન કરવા માટે ચોક્કસ જજો. કેમ કે પીણું પર્ધાત તમને હીટ વેવથી બચાવશે અને તમારો મત ભારતના ભવિષ્ય નક્કી કરશે. જણાવી દઈએ રાજ્યમાં હવામાન વિભાગ મુજબ 7મી મેના રોજ તાપામાન 43 ડિગ્રીને વટાવી શકે છે.
આ રાજ્યોમાં હળવા વરસાદની સંભાવના
5 મે થી 8 મે દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ખૂબ જ હળવા/હળવા વરસાદની શક્યતા છે. હરિયાણા, ચંદીગઢ-દિલ્હીમાં 4 અને 5 મેના રોજ અને પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં 5 મેના રોજ હળવો વરસાદ પડી શકે છે. ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળમાં 5 મે સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને ત્યારબાદ 6 થી 9 મે દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: દિવસને-દિવસ વધી રહી છે પાણીની કટોકટી, આવી રીતે ઓછા પાણી વાપરીને મેળવો વધુ ઉત્પાદન
આઈએમડીએ ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી કરી છે. 8 મેથી શરૂ થતા વરસાદ અને વાવાઝોડાનો નવો રાઉન્ડ ઘણા વિસ્તારોમાં જંગલી આગને કાબૂમાં રાખવામાં મદદ કરશે. વરસાદ અને ગાજવીજ સાથે વરસાદી ગતિવિધિ 10 મે પછી વધવાની શક્યતા છે અને તે 13 મે સુધી ચાલુ રહેશે. IMD દેહરાદૂનના ડાયરેક્ટર બિક્રમ સિંહે આ વાત કહી.
Share your comments