Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

બંગાળની ખાડીનું અસર ગુજરાતમાં, દિવાળી સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલનું એંધાણા

દેશભરમાં માનસૂન વિદાય લઈ લીઘું છે અને ધીમે ધારે શિયાળાનું આગમન થઈ રહ્યો છે. પરંતુ ગુજરાતમાં તેનો ઊંધું થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યારે પણ વરસાદનું જોર જોવા મળી રહ્યો છે. આ પહેલી વખત થઈ રહ્યો છે જ્યારે દિવાળી પર વાદળ છવાયું વાતાવરણ જોવુ મળશે એવું એંઘાણા સેવાઈ રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

દેશભરમાં માનસૂન વિદાય લઈ લીઘું છે અને ધીમે ધારે શિયાળાનું આગમન થઈ રહ્યો છે. પરંતુ ગુજરાતમાં તેનો ઊંધું થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યારે પણ વરસાદનું જોર જોવા મળી રહ્યો છે. આ પહેલી વખત થઈ રહ્યો છે જ્યારે દિવાળી પર વાદળ છવાયું વાતાવરણ જોવુ મળશે એવું એંઘાણા સેવાઈ રહ્યા છે. છેલ્લા બે સપ્તાહાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદના જોરના કારણે ખેડૂતોનો મોટા પાચે નુકશાન વેઠવું પડ્યો છે, પરંતુ હજુ પણ વરસાદી માહોલ જામશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

દિવાળી સુઘી ગુજરાતમાં જામશે વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળી સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને આવનારા 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 23 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે, ત્યાર પછી સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદનો અનુમાન છે. અંબાલાલ પટેલે ખેડૂતોને આવનારા ત્રણ દિવસ સુધી સતર્ક રહેવાની સલાહ આપી છે. વધુમાં તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર, મઘ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છે.

બંગાળની ખાડીમાં હજુ પણ ડીપપ્રેશર

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાતમાં હજુ પણ વરસાદનું પ્રકોપનું કારણ બંગાળની ખાડી અને અરબ સાગરમાં દેખાતા ડીપ પ્રેશરને માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અરબ સાગરમાં જે અસ્થિતરતા જોવા મળી રહી છે, તેના કારણે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહી છે. ઘણાં દિવસથી લગાવામાં આવી રહેલા અનુમાન મુજબ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જોકે, તે ગુજરાતથી ઘણું દૂર છે. છતાં પણ વરસાદ થઈ રહ્યા છે. કારણ કે, ડિપ્રેશનની પાછળની લેયરો ઘણી સ્ટ્રોંગ હતી. જેથી આ વરસાદ પડ્યા છે.

ખેડૂતોને સલાહ

અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યુ કે હાલ હાર્વેસ્ટિંગનો સમય છે. ઘણાં બધા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે, આ વરસાદ બંધ થાય તો અમે હાર્વેસ્ટિંગ કરીએ પરંતુ આપણે અત્યારે હાર્વેસ્ટિંગ તો કરવું જ પડશે. કારણ કે, વરસાદ હોય તો પણ કરવું પડશે. નહીં તો મગફળી જમીનમાં જ બગડી જશે. ખેડૂતભાઈઓએ પણ જોખમ લેવું પડશે નહીં તો મગફળી જમીનમાં પણ બગડી શકે છે એવું મારું વ્યક્તિગત માનવું છે. અંતે તો ખેડૂતે પોતાની રીતે આ અંગેનો નિર્ણય લેવાનો હોય છે.

આ પણ વાંચો:પશુપાલકોને છેતરપિંડીથી બચાવવા વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી તકનીક, આવી રીતે કરશે કામ

Share your comments

Subscribe Magazine

More on weather

More