કૃષિક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અસાધારણ છે. ગુજરાતમાં વિવિધ સમાજો કૃષિ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી રહ્યા છે. અહીં કૃષિ ક્ષેત્રમાં લોકોની સામેલગીરી સતત વધી રહી છે અને કૃષિક્ષેત્ર વધારે વિકાસ પામી રહ્યું છે.કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલ ગુજરાત માંડવીના હંસાબેન કિર્તીચંદ્ર વાડિયા એક એવી વ્યક્તિ છે કે જેમના પ્રત્યે સૌ કોઈએ ગૌરવ અનુભવે છે.
કૃષિ જાગરણ (કેજે)ના કન્ટેન્ટ રાઈટર શિપ્રા સિંહે હંસાબેનની મુલાકાત લીધી હતી, જેઓ પોતાની શિક્ષિકા તરીકેની નોકરી છોડીને આજે કૃષિક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. તેમના પરિવારે તેમને હંમેશા કૃષિ કાર્યો માટે પ્રોત્સાહન આપ્યું છેઃ
પ્રસ્તુત છે તેમની સાથેની વાતચીતના કેટલાક અંશોઃ
કેજે એસએસઃ હંસાબેન, તમારા તથા તમારા પરિવાર વિશે માહિતી આપો
હંસાબેનઃ હું માંડવી (ગુજરાતના કચ્છ)માં રહું છું, મારે બે દિકરી છે અને બે દિકરા છે. મારો પરિવાર સાસુ-સસરા, દિયર અને તેના પરિવારથી પણ બનેલો છે.અમે સંયુક્ત પરિવારમાં રહી છીએ.
કેજે એસએસઃ તમે દાડમની ખેતીને લગતો વિચાર કેવી રીતે મેળવ્યો?
હંસાબેનઃ અમારા નજીકના સગા દાડમની ખેતી કરી રહ્યા હતા. મારા સાસરીયા પક્ષે સૌ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. માટે અમને અમારા પરિવારમાંથી જ માર્ગદર્શન મળ્યું છે, તેમણે અમને દાડમની ખેતી કરવા સતત પ્રોસ્તાહન આપ્યું. ગુજરાત વિશાળ સમુદ્રી કાઠો ધરાવે છે, માટે પાણીમાં ખારાસનું પ્રમાણ રહે છે,તેમ છતાં અહીં દાડમની ખેતીની સારી સંભાવના રહેલી છે.
કેજે એસએસઃ તમારા પરિવાર કયાં પાકની ખેતી સાથે સંકળાયેલો છે?
હંસાબેનઃ અમે ઈસ્યુ કલ્ચર મારફતે દાડમની ખેતી કરી રહ્યા છીએ. વર્તમાન સમયમાં અમે આ ફળ પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
કેજે એસએસઃ તમે દાડમની કઈ જાતનું વાવેતર કરી રહ્યા છો?
હંસાબેનઃ"ભગવા સિંદૂરી''. અમે ''સુપર ભગવા"ની પણ ભવિષ્યમાં ખેતી કરવાનું આયોજન કરી રહ્યા છીએ. અમે નવી જાતોના છોડો પણ લાવ્યા છીએ અને તેના વાવેતર માટે પણ આયોજન કરી રહ્યા છીએ.
કેજે એસએસઃ દાડમની આ જાતની તમે શાં માટે પસંદગી કરી?શું તમે કોઈ ખાસ વિશેષતા રહેલી છે?
હંસાબેનઃહા. "ભગવા સિંદૂરી'' મોટા કદના ફળનું ઉત્પાદન કરે છે,જેની બજારમાં ઘણી માંગ રહેલી હોય છે. માટે આ પ્રકારના ફળો અમને સારું વળતર આપે છે.''સુપર ભગવા" જાતના વાવેતર માટે પણ અમે આયોજન કરી રહ્યા છીએ,જે વધારે સારી ઉપજ આપે છે અને તેને જંતુ, રોગ લાગવાની ઓછી સંભાવના રહે છે.
કેજે એસએસઃ તમે તમારા ફળોનું વેચાણ ક્યાં કરો છો?
હંસાબેનઃઅમે અમારા ફળોનું દિલ્હી, જયપુર, અને બેંગ્લોર સહિત વિવિધ રાજ્યોમાં તેનું વેચાણ કરી રહ્યા છીએ.
કેજે એસએસઃ એક મહિલા તરીકે તમે ખેતી સાથે જોડાયેલા છો ત્યારે શું તમે કોઈ પડકારનો સામનો કરી રહ્યા છો?
હંસાબેનઃહકીકતમાં મારા સસરા હંમેશા મને કૃષિક્ષેત્રમાં આગળ વધવા અને યોગ્ય સંચાલન કરવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા છે.
કેજે એસએસઃ તમારા ઘર અને ખેતરનું કેવી રીતે સંચાલન કરો છો?
હંસાબેનઃમારા પતિ નોકરી કર છે. જ્યારે તેઓ નોકરી પર હોય ત્યારે હું ખેતરની કામગીરી સંભાળુ છું. અમારા ખેતર પર અમે શ્રમિકો મારફતે કામ કરાવી છીએ. માટે, અમે મોટાભાગે કૃષિ સંચાલનમાં જ વ્યસ્ત રહી છીએ. પણ દવા છંટકાવ તથા અન્ય તે પ્રકારની પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. હું વહેલી સવારે ઉઠુ છું. તેને લીધે મને ઘણીબધી બાબતનું યોગ્ય સંચાલન કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત હું કૃષિ ક્ષેત્રમાં ઘણો રસ ધરાવું છું, હું આ કાર્યો કરવામાં ઘણી ખુશી અનુભવું છું.
કેજે એસએસઃ એક મહિલા તરીકે આજે જીવનમાં શું અહેસાસ કરો છો?
હંસાબેનઃહું અત્યારે સારું અનુભવુ છું. મને પરિવાર તરફથી ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. હું અગાઉ શિક્ષિકા હતી. મે મારા કૃષિ કાર્યો પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે મારી નોકરી છોડી દીધી. કારણ કે કૃષિ કાર્યો અને નોકરી બન્ને એક સાથે કરવામાં મુશ્કેલી પડી રહી હતી. માટે મારા સસરાએ મને કૃષિ સંચાલન પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરવા પ્રોત્સાહન આપ્યું. એકંદરે પરિવારે આ માટે હંમેશા હકારાત્મક વિચારો આપ્યા અને કાર્ય માટે પ્રોત્સાહન આપ્યું.
કેજે એસએસઃ શું તમે તમારા ખેતરમાં અન્ય કોઈ પાક માટે આયોજન કરી રહ્યા છો?
હંસાબેનઃઅમે ખજુરના વાવેતર માટે વિચાર કરી રહ્યા છીએ, પણ છોડો ખૂબ જ મોંઘા છે. દાડમ ખરીદી માટે અનુકૂળ છે અને ઉંચુ વળતર આપે છે. બીજી બાજુ ખજુરી પાકવામાં ઘણા વર્ષોનો સમય લઈ લે છે અને ત્યારબાદ જ ઉપજ આપે છે. માટે અમે આ અંગે હજુ વિચારી રહ્યા નથી. કોઈ આયોજન કર્યું નથી.
કેજે એસએસઃ આજે મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો?
હંસાબેનઃઆત્મવિશ્વાસ રાખો, કૃષિક્ષેત્ર ઘણુ લાભદાયક છે. મહિલાઓ માટે કૃષિ ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં તક રહેલી છે.
આ પૃથ્વી પર સ્ત્રી ઉર્જાને મહિલા દિવસ નિમિત્તે અભિનંદન
Share your comments