વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ પોતાના દરેક સંબોધનમાં જણાવે છે કે 21મીં સદી ભારતની સદી છે. જેને પહોંચી વળવા માટે ભારતના દરેક નાગરિકને પોત પોતાના રીતે કામ કરવું જોઈએ. જેમાં સૌથી મોટું યોગાદાન ભારતની દીકરીઓએ આપી રહી છે. ભારતની દીકરીઓએ ભારતના દીકરાઓ સાથે ખભાથી ખભા મેળવીને દેશની પ્રગતિમાં પોતાનુ યોગદાન આપી રહી છે. આજે ભારતની દીકરીઓએ દેશના સરહદની સુરક્ષાથી લઈને ખેતરમાં કામ કરીને દેશના કપાળ પર ચંદનનું તિલક લગાવી રહી છે. તેમજ કેટલીક દીકરીઓએ પશુપાલન થકી ભારતને વિશ્વમાં દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં નંબર વન બનાવી દીધું છે. આવી જ એક ભારતની દીકરી છે ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા તાલુકા હેઠળ આવેલ હળીયાદ ગામની વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણી. જો કે પોતાના અથક પ્રયાસ થકી બીજી મહિલાઓ માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા છીએ.
અમરેલીની પ્રગતિશીલ ખેડૂત વર્ષાબેન
બીજા મહિલાઓ માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા અમરેલીની વર્ષાબેને એક પ્રગતિશીલ ખેડૂત છે. ફક્ત 6મી ધોરણ સુધી ભણેલી વર્ષાબેન પોતાના અથક પ્રયાસથી ઘણા એવા લોકોને જવાબ આપ્યું છે જેમનું કહેવું છે કે અભણ લોકો કાંઈ કરી ના શકેવર્ષાબેન પોતાના અથક પ્રયાસથી એવા લોકોને જવાબ આપ્યો છે. વર્ષાબેન જણાવે છે કે જ્યારે માણસ ધારી લે ને કે તેને જાત મેહનત કરીને આગળ વધવું છે તો તેના રાસ્તામાં કોઈ પણ કાંટો નથી રેઢી શકતા અને તે ક્યારે પાછા પણ વળીને નથી જોતા. વર્ષાબેન કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે તે ખેતી અને ગૌપાલન કરે છે. પોતાના અથક પ્રયાસ થકી તેમને પ્રગતિશીલ મહિલા ખેડૂત બનીને દેખાડ્યો છે. તેમજ પોતાનું એક બ્રાન્ડ પણ ઉભો કર્યો છે.
પુશપાલની સાથે કરે છે ખેતી
વર્ષાબેન જણાવે છે કે મારા કાકા સસરા પાસે 15 વીઘા ખેતી લાયક જમીન છે. જેના ઉપર મારા પતિ ભાવેશભાઈએ ઘઉંનો વાવેતર કરતા હતા. જેના માધ્યમથી તેઓ પોતાના ગુજરાન ચલાવતા હતા. ત્યારે હું પણ આ કામ સાથે મારી જાતને જોડી લીધું અને તેને આગળ વધારા માટે અથક પ્રયાસ કરવાનું શરૂ કરી દીધું. વર્ષાબેન મુજબ આજે તેમના પાસે 4 ગીર ગાય સાથે 1 વાછડો પણ છે. વર્ષાબેન જણાવ્યું, ખેતી કે આપણે દૂધનું મુલ્યવર્ધન નથી કરીએ તો ક્યારેય બે પાંદડા નથી થવાના. તેથી વર્ષાબેન રૈયાણી ખેતીની સાથે-સાથે પશુપાલન કરી રહ્યા છે.
પશુપાલન થકી કરી મોટી કમાણી
વર્ષાબેને મુજબ તેમના પાસે હાલ 4 ગાયો અને 1 વાછડો છે અને દરેક ગાય એક ટાઈમમાં પાંચ લીટર દૂધ આપે છે. તેથી જો દૂધનું વેચાણ કરીએ તો ગાયના દૂધના ફેટ ઓછા હોય છે એટલે તેમને ખાસ વળતર મળે છે. તેના સાથે જ વર્ષાબેન ખેતરમાં પણ કામ કરે છે. જેમાં તેઓ ઘઉંનું વાવેતર કરે છે. જેના માટે તેઓ ઓર્ગેનિક ખાતરનું ઉપયોગ કરે છે. તેથી પણ તેમને આવક થાય છે.
આવ્યું મિઠાઈ બનાવવાનું વિચાર
વર્ષાબેન જણાવ્યું તે પોતાના ધરે એક વાર પેંડા બનાવ્યા. જો કે આજુ-બાજુના લોકોને ખૂબ ભાવ્યા. ત્યાથી મેં નક્કી કર્યો કે હું મારી આવકમાં વધારો કરવા માટે પેંડા બનાવીને તેનો વેચાણં કરીશું. હવે વર્ષાબેને ગાયના દૂધ કાઢીને તેથી પેંડા બનાવે છે, તેથી તેમને વધું આવક થાય છે. આવી જ રીતે તેમને પેંડાના સાથે શીખંડ બનવવાનું પણ શરૂ કરી દીધું. આજે તેમના પેંડા અને શીખંડ એટલા પ્રખ્યાત થયા છે કે મુંબઈ, અમદવાદ, સૂરત, દિલ્લી સુધી તેની માંગણી છે. વર્ષાબેન જણાવ્યું કે જ્યારે તેમને ઓર્ડર મળે છે ત્યારે જ તેઓ પેંડા અને શીખંડ બનાવે છે નહીંતર અણિશુદ્ધ ખાત્રીબંધ ગાયના ઘીનું વેચાણ કરે છે. આજે વર્ષાબેન પોતાના અથક પ્રયાસથી ફક્ત એક પ્રગતિશીલ ખેડૂત જ નથી પણ એક ઉદ્યમી પણ બની ગઈ છે.
ઉભી કરી પોતાની બ્રાન્ડ
વર્ષાબેન કૃષિ જાગરણ ગુજરાતીની સાથે આગળ વાત કરતા જણાવ્યુ, જ્યારે મારા પેંડા પ્રખ્યાત થવા લાગ્યા ત્યારે મને એક બ્રાન્ડ ઉભા કરવાનું વિચાર આવ્યો. એટલે તેમણે કપિલા પ્રાકૃતિક કૃષિ અને ગાયના દૂધના પેંડા નામથી એક બ્રાન્ડ ઉભો કર્યો. બીજા ખેડૂતો માટે આ પ્રગતિશીલ મહિલા કહે છે કે ખેડૂત બધું પકવી જાણે છે પણ પેકીંગ કરીને વેચાણ કરતા નહી શીખે ત્યાં સુધી તેનો ઉધ્ધર ક્યારેય થવાનો નથી
સોશિયલ મીડિયાથી મળી ઓળખ
વર્ષાબેન કહે છે કે એમ તો આજે સોશિયલ મીડિયા મનોરંજનનું માધ્યમ બની ગયું છે. પરંતુ તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમને ઘણું બધું આપી શકે છે. આથી મેં સોશિયલ મીડિયા થકી પોતાના પેંડા અને શીખંડનું વેચાણ કર્યો અને તે મને એક નવી ઓળખ આપી. જણાવી દઈએ આજે તેઓ ઘરે બેઠા માત્રને માત્ર સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરીને મજબૂત રીતે પોતાનો પગ માર્કેટમાં જમાવી રહ્યા છે અને લોકોને પેંડા અને શીખંડનું સ્વાદ ચખાડી રહ્યા છે. વર્ષાબેન રૈયાણી જેવી દીકરીઓએ આપણા ભારત દેશનું ગૌરવ છે. તેથી કોઈ પણ મહિલા જે પોતાના જીવનમાં કઈંક મોટું કરવા માંગે છે, તેમને એક વખત વર્ષાબેન રૈયાણી સાથે મુલાકાત ચોક્કસ કરવી જોઈએ.
સૌજન્ય: ડૉ. સુમન પી. ત્રિવેદી
પશુચિકિત્સા અધિકારી.પશુપાલન પોલીટેકનિક, અમરેલી
મો. ૮૧૬૦૫૯૯૯૫૬.
Share your comments