Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

ગુજરાતની બે મહિલા ખેડૂત, જેને પોતાના ખભા પર મુકયો છે પરિવારનો બોઝ

ગુજરાતમાં મહિલા ખેડૂતોના નામે સૌથી ઓછી જમીન છે. તે એક સર્વેમાં જાણવા મળ્યુ હતુ. ગુજરાતમાં કુલ 6.90 લાખ મહિલા ખેડૂતોના નામે 13.05 લાખ હેક્ટર જમીન છે,જે દેશના બીજા રાજ્યમાં મહિલાઓના નામે થથી જમીનથી ઓછી છે.

રમાબેન વિનોદભાઈ બુટાણી
રમાબેન વિનોદભાઈ બુટાણી

રમાબેન કહે છે કે, તે ગૌસેવા પણ કરે છે અટલે તેમને પોતાની 1 વીધા જમીનમાં બાજરા વાવયો અને ગામના ગૌશલામાં આપી દીધુ.ખેતકામમાં સારો વળતરના વિષયમાં રમાબેન કહે છે કે ખેતકામનો તો એવું જ છે કે, પરિવારના સભ્યો સાથે રહીને કામ કરતા રહે તો વિકાસ તો ચોક્કસ થશે.

ગુજરાતમાં મહિલા ખેડૂતોના નામે સૌથી ઓછી જમીન છે. તે એક સર્વેમાં જાણવા મળ્યુ હતુ. ગુજરાતમાં કુલ 6.90 લાખ મહિલા ખેડૂતોના નામે 13.05 લાખ હેક્ટર જમીન છે,જે દેશના બીજા રાજ્યમાં મહિલાઓના નામે થથી જમીનથી ઓછી છે. ટકા જોઈએ તો ગુજરાતમાં કુલ 4 ટકા મહિલાઓ પોતાની જમીન ઘરાવે છે.પરંતુ એજ 4 ટકા મહિલાઓમાંથી એવી કેટલીક મહિલાઓ છે જેને ખેત કામથી પોતાના નામ રોશન કર્યુ છે. આજે અમે તમને એવા જ બે મહિલા ખેડૂતોના વિષયમા બતાવીશુ.

જુનાગઢની રમાબેન

જુનાગઢ જિલ્લાના બોડી ગામની મહિલા ખેડૂત રમાબેન વિનોદભાઈ બુટાણી બહુ ઓછી જમીન ઘરાવે છે,પરંતુ તેને પોતાની એજ ઓછી જમીનથી એવો કરી દેખાડયુ છે, જે બીજા મહિલા ખેડૂતો અને પરુષ ખેડૂતો એટલે કે બન્ને માટે સારૂ એવી મિશાલ છે. રમાબેન કહે છે કે, તેમના પાસે 20 વીઘા જમીન છે, જેમા તેમને જી-20 મગફળી વાવી હતી. જેમા વધારે વરસાદના કારણે ઉતારો કપાયો હતો, જેમાથી તેમને 50 કોથળ મગફળી મળી હતી. મગફળી શિયાળુ પાક છે એટલે તેને કાઢ્ય પછી મને પોતાના 8 વીઘા જમીનમાં ધાણી વાવી દીધી. ધાણીથી મને 18 મણનો ઉતારો મળ્યો જેને હું 20 કિલો પ્રતિના ભાવે 1371માં વેચી નાખ્યા.

8 વીઘામાં વાવી કાળીજીરી

તેને પોતાના 8 વીઘામાં કાળીજીરી વાવી હતી. જેમાં મને 16 ગુંઠાના વીધા મુજબ 15થી 16 મણના ઉતારો બેઠો. પરંતુ ભાવ પેરટી નથી વેસયો અને  હું તેના વેચાણ નથી કર્યુ,પરંતુ કાળીજીરીને એવુ નથી જવા દીધુ અને તેનાથી પણ કામ લીધુ, કાળીજીરીનું થ્રેસરમાં નિકળેલ ડૂરને હું ખાતર તરીકે ઉપયોગ કરીયુ અને તેને ખેતરમાં પથારી દીધુ. રમાબેન કહે છે કે, તે ગૌસેવા પણ કરે છે અટલે તેમને પોતાની 1 વીધા જમીનમાં બાજરા વાવયો અને ગામના ગૌશલામાં આપી દીધુ.

11 વીધામાં સોયાબીનનો વાવેતર કર્યુ

ખેતકામમાં સારો વળતરના વિષયમાં રમાબેન કહે છે કે ખેતકામનો તો એવું જ છે કે, પરિવારના સભ્યો સાથે રહીને કામ કરતા રહે તો વિકાસ તો ચોક્કસ થશે. તે આગળ કહે કે, તેને આ વર્ષે કાળીજીરુનું ડુર જ્યા પથાર્યો છે ત્યાં તેમને ફરી મગફળી (8 વીધામાં) વાવી દીધી છે. તે કહે છે કે ગત વર્ષે મગફળીનો વાવેતર નિષ્ફલ ગયા હતા, એટલે ત્યાં હવે 11 વીધામાં સોયાબીન વાવી દીધુ છે, હવે જોઈએ છે કે તેના શુ થશે.

રેખાબેન મનસુખભાઈ ઘોળકિયા
રેખાબેન મનસુખભાઈ ઘોળકિયા

રાજકોટની રેખાબેન

રાજકોટના કાળસર ગામની રેખાબેન મનસુખભાઈ ઘોળકિયા પણ ગુજરાતની એવી મહિલા ખેડૂતોમાં શામિલ છે જેના પાસે ઓછી જમીન છે, પોતાના ખેતકામ વિષય રેખાબેન કહે છે કે મારા પાસે માત્ર 7 વીઘા જેવી ટુંકી જમીન છે. ગત વર્ષે તેમાથી 5 વીધામાં હું અને મારા પરિવારે મગફળી વાવી હતી, જેમાથી અમને વધારે વરસાદના કારણે માંડ-માંડ 10 મણને વીધે ઉતારે બેઠા હતા. તે કહે છે અમે ગરીબ લોકો છે એટલે 2 વીઘામા અમે પોતાના માટે શાકભાજી અને પશુઓ માટે ધાસચારા વાવીએ છે. શિયાળુ પાકમાં ચણા વાવયા હતા.એમા 18 મણનો ઉતારો મળ્યો હતો.

ઉનાળુ પાક થાય છે

રેખાબેન કહે છે કે આમારા ત્યા ઉનાળુ પાક થાય છે, એટલે પાણી રહેતો નથી. મારા પતિ જસદણમાં હીરા ઉદ્યોગમાં કારીગર તરીકે કામ કરે છે. આમારે ત્યાં નાની જમીન ધરાવતી મહિલાઓના ખભે ખેતકામનો 80 ટકા કામ હોય છે. હું જાતે જ ત્રણ દિવસ પહેલા મગફળીમાં દવાનો છટકાંવ પૂરૂ કર્યુ છે. 2 વીઘા જમીન પોતાના માટે શાકભાજી અને પશુઓ માટે ઘાસચારા માટે રાખવી પડે છે, કેમ કે મગફળીના વાવેતરથી આમારી એટલી આવક નથી થથી કે અમે લોકો પોતાના રોજગાર ચલાવી શકાય.

રમાબેન પાસે છે પશુઓની અછત

પોતાના પશુપાલનના વિષયમાં રમાબેન કહે છે કે, તેમને પાસે 1 ગાય, 1 ભેંસ અને 1 બળદ છે, ગાય અમે પોતાના માટે રાખી છે, જેથી ઘરમાં દૂધની અછત ના થાય, પરંતુ ભેંસનો દુધનો અમે લોકો વેચાણ કરીએ છીએ. રમાબેન પોતાનો ખેતર દેખાવે છે અને આગળ કહે છે, આ વર્ષે પણ 5 વીધા જમીનમાં મગફળી વાવી છે, જેનો પાક 42 દિવસનો થઈ ગયો છે અને અમે મગફળીની ખેતી ઓર્ગેનિક તરીકેથી કરીએ છીએ, તેમા અમે કોઈપણ પ્રકારનો રસાયનિક ખાતરનો ઉપયોગ કરતા નથી.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More