Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

500 રૂપિયે કીલો જામફળનું વેચાણ કરી રહ્યો છે આ ભારતીય ખેડૂત

જામફળ આપણા દેશનો એક મહત્વનું ફળ છે. જામફળનું સેવન લાભદાયક માનવામાં આવે છે. જામફળની તાસીર ઠંડી હોય છે, માટે તે પેટને લગતી સમસ્યાઓને ઠીક કરવામાં સફળ રહે છે. તેના લાભને જોતા અનેક લોકો તેના ઝાડ ઘરોમાં લગાવે છે. આ ઉપરાંત અનેક લોકો વ્યવસાયિક રીતે તેની ખેતી કરી રહ્યા છે. આજે આપણે વાત કરશું કે એન્જીનિયરથી ખેડૂત બનેલા નીરજ ઢાંડાની, જેમણે જામફળની ખેતી કરવા ઉપરાંત પ્રતિ કીલો રૂપિયા 500-600 હિસાબથી ઓનલાઈન વેચાણ પણ કરી રહ્યા છે.

KJ Staff
KJ Staff

જામફળ આપણા દેશનો એક મહત્વનું ફળ છે. જામફળનું સેવન લાભદાયક માનવામાં આવે છે. જામફળની તાસીર ઠંડી હોય છે, માટે તે પેટને લગતી સમસ્યાઓને ઠીક કરવામાં સફળ રહે છે. તેના લાભને જોતા અનેક લોકો તેના ઝાડ ઘરોમાં લગાવે છે. આ ઉપરાંત અનેક લોકો વ્યવસાયિક રીતે તેની ખેતી કરી રહ્યા છે. આજે આપણે વાત કરશું કે એન્જીનિયરથી ખેડૂત બનેલા નીરજ ઢાંડાની, જેમણે જામફળની ખેતી કરવા ઉપરાંત પ્રતિ કીલો રૂપિયા 500-600 હિસાબથી ઓનલાઈન વેચાણ પણ કરી રહ્યા છે.

નીરજ હરિયાણાના રહતક જીલ્લાના રહેવાસી છે અને તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે અભ્યાસમાં રસ દર્શાવતા કોમ્પ્યુટર સાયન્સમાં નાગપુરથી એન્જીનિયરિંગ કર્યું. ખેતીમાં કંઈક અલગ કરવાના જૂનુન તેમના મન પર ઘણા સમયથી હતું. નીરજ જ્યારે પણ તેમના વડીલો સાથે મંડીમાં પાક વેચાણ માટે જતો ત્યારે વચેટીયા દ્વારા ખેડૂતોના શોષણને જોતો તે સહન કરી શકતો ન હતો. તેમને એવુ લાગતુ હતું કે ખેડૂતની મહેનતથી ઉગાડવામાં આવતા પાકને લાભ તેમને મળતો ન હતો.

નીરજે ખેતીમાં પહેલો પ્રયાસ ચેરીની ખેતીથી કર્યો, જેના માટે તેમણે જીંદથી 7 કિલોમીટર આગળ જગત સંગતપુરાને પસંદ કર્યું, જ્યાં પૈસાની વ્યવસ્થા નોકરી કરી બચાવવામાં આવેલા પૈસાથી કર્યાં. જોકે તેમના પ્રથમ પ્રયાસ સફળ ન થયો પણ તેમણે હાર માની લીધી. આ અંગે નીરજે જામફળની ખેતી કરવાનું મન બનાવી લીધુ અને અલ્હાબાદના કાયમગંદની નર્સરીથી જામફળના કેટલાક છોડ ખરીદી તેમના ખેતરમાં ઉગાડ્યા. આ વખતે નીરજ સફળ થયો અને જામફળનો સારો એવો પાક મળ્યો. પણ મંડીમાં વેચાણ કરતી વખતે વચેટીયાઓવાળી સમસ્યા આવી, જામફળની કિંમત ત્યાં 7 રૂપિયા પ્રતિ કીલો લગાવવામાં આવી. નીરજે અલગ પદ્ધતિથી ગાંમની ચૌપાલો અને ગામો સાથે જોડાયેલા શહેરોમાં એકંદરે 6 કાઉન્ટર તૈયાર કર્યાં. મંડીથી બમણી કિંમતમાં આ જામફળનું વેચાણ થવા લાગ્યું. આ ઉપરાંત અનેક જથ્થાબંધ વિક્રેતાઓ પણ નીરજના ખેતરો સુધી પહોંચ્યા લાગ્યા. નીરજને ટૂંક સમયમાં વચેટીયાઓનો સામનો કરવો પડ્યો. પણ તેને મુશ્કેલીને નીરજે નજરઅંદાજ કરી દીધી. છત્તીસગઢની એક નર્સરીથી થાઈલેન્ડના જમ્બો ગ્વાવાના છોડ ખરીદવા માટે અને પોતાના ખેતરોમાં લગાવવામાં આવ્યા.

નીરજની મહેનત રંગ લાવી અને જામફળના દોઢ કીલો સુધીના પાક તૈયાર થયો. નીરજે છોડમાં ખાતરોના વેસ્ટમાંથી તૈયાર ઓર્ગેનિકખાતનો ઉપયોગ કર્યો. હવે નીરજે તેની કંપની બનાવી અને હાઈવે બેલ્ટ પર જામફળની ઓનલાઈન ડિલીવરીની શરૂઆત કરી.એટલું જ નહીં તેમણે ટેકનોલોજીથી પણ એવી માહિતી મેળવી કે જામફળ કયાં દિવસે બગીચામાંથી તૂટ્યુ અને તેના સુધી ક્યાંરે પહોંચ્યું. જમ્બો જામફળના વિશેષતા એ છે કે તેની તાજગી 10થી 15 દિવસ સુધી જળવાઈ રહે છે.

આ ઉપરાંત જામફળની ડિલિવરીનો ટાર્ગેટ 36 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે. નીરજની લોકપ્રિયતા પણ વધવા લાગે છે અને કુરુક્ષેત્રની ગીત જયંતી મહોત્સવમાં નીરજના સ્ટોલ પર સૌથી વધારે ભીડ જોવા મળી. નીરજના બગીચાઓની જાણકારી મેળવવા માટે ઘણાબધા લોકોએ પૂછપરછ કરી.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More