Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

નાની ઉમરમાં ખેતી શરૂ કરનાર આ ખેડૂત બન્યું ફાદર ઑફ ઓર્ગેનિક ખેતી! તેમના હાથે વડા પ્રધાન પણ થયા હતા સન્માનિત

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના કામ થકી ક્યારે આવું બને કે વડા પ્રધાન કે પછી મુખ્ય પ્રધાન તેનું સન્માન કરે. પરંતુ શું તમે ક્યારે એવા વ્યક્તિને મળ્યા છો જેમને વડા પ્રધાનના બહુમાન કર્યો હોય. નથી ને તો ચાલો આજે અમે તમને એક એવા ખેડૂતની વાર્ત જણાવીશું. જેનો બહુમાન વડા પ્રધાન નથી કર્યો પરંતુ વડા પ્રધાને તેમના હાથે સન્માનિત થયા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
વડા પ્રધાનના બહુમાન કરતા વેલજીભાઈ
વડા પ્રધાનના બહુમાન કરતા વેલજીભાઈ

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના કામ થકી ક્યારે આવું બને કે વડા પ્રધાન કે પછી મુખ્ય પ્રધાન તેનું સન્માન કરે. પરંતુ શું તમે ક્યારે એવા વ્યક્તિને મળ્યા છો જેમને વડા પ્રધાનના બહુમાન કર્યો હોય. નથી ને તો ચાલો આજે અમે તમને એક એવા ખેડૂતની વાર્ત જણાવીશું. જેનો બહુમાન વડા પ્રધાન નથી કર્યો પરંતુ વડા પ્રધાને તેમના હાથે સન્માનિત થયા છે. આ વાર્તા છે એક એવા સફળ ખેડૂતની જેમને પોતાના આખા જીવન ખેતી કામને સમર્પિત કરી દીધું. આ વાર્તા છે ફક્ત 13 વર્ષની નાની ઉમરથી પોતાના પિતાના ખેતરમાં કામ કરવાનું શરૂ કરનાર ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ તાલુકા હેઠળ આવેલ માધાપર ગામના વતની વેલજીભાઈ મુળજીભાઈ ભૂડિયાની. માત્ર 5મીં ધોરણ સુધી ભણેળા વેલજીભાઈએ પહેલા પોતાની મેહનત થકી પિતાની 12 એકર જમીનને વધારીને 22 એકર કરી પછી પોતાનો એક બ્રાન્ડ પણ ઉભા કર્યો. તેમને પોતાની મેહનત થકી હિન્દી ફિલ્મના પ્રખ્યાત અભિનેતા મનોજ કુમારના આ ગીતને સાચો અર્થ આપ્યો છે. જેના શબ્દો છે “મેરે દેશ કી ધરતી સોના ઉગલે. ઉગલે હીરે મોતી”

આ પણ વાંચો: ખેડૂતોના મસીહા તરીકે ઉભરી આવ્યા રાજકોટના ભરતભાઈ, વડા પ્રધાને પણ કર્યો વખાણ

13 વર્ષની નાની ઉમરમાં શરૂ કર્યો ખેતકામ

કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા વેલજીભાઈ ભૂડિયાએ જણાવ્યું કે તેમને 13 વર્ષની નાની ઉમરમાં ખેતી શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે તેમના પિતા પાસે 12 એકર જમીન હતી જેના ઉપર તેમના પિતાએ તેમને ખેતી કરવા માટે પ્રેરણા આપી. ગુજરાતી શાળાથી 5મીં ધોરણ સુધી ભણેલા વેલજીભાઈએ જણાવ્યું કે શરૂઆતમાં તેમને ડીએપી અને રસાયણિક ખાતરથી ખેતીની શરૂઆત કરી. પરંતુ જ્યારે તેઓને આ વાતની જાણ થઈ કે રસાયણિક ખેતી સારી નથી તો તેમને ગાય આધારિત ખેતી કરવી શરૂ કરી દીધી અને ધીમે-ધીમે 12 એકરથી પોતાની ખેતી લાયક જમીન વધારીને 22 એકર કરી લીધી.

સફળ ખેડૂત વેલજીભાઈ ભુડિયા
સફળ ખેડૂત વેલજીભાઈ ભુડિયા

બગાયતની સાથે કરે છે કપાસ અને ઘઉંની ખેતી

વેલજીભાઈએ કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે અત્યારે તે બગાયતની સાથે-સાથે  કપાસ, ઘઉં, અરેંડા, શાકભાજી, બાજરનીનું સારો એવો વાવેતર કરે છે. વેલજીભાઈએ જણાવે છે કે મેં મારા ત્રણ દીકરાઓને પણ ખેતી કરીને દેશની સેવા કરવાનું શીખવાડ્યું છે. મારા દીકરાઓએ 1995નું થી મારી સાથે ખેતી કરી રહ્યા છે. વેલજીભાઈ જણાવ્યું કે જ્યારે મારા દીકરાઓએ ખેત કામમાં પરફેક્ટ થઈ ગયા ત્યારે મેં મારા પોતાના એક બ્રાન્ડ ઉભા કરવા માટે પણ વિચાર્યું. વેલજીભાઈએ જણાવ્યું કે તે તેના પાકનું વેચાણ એપીએમસીમાં કરવાની જગ્યાએ ગાઢા ભરીને (1971-72) ગામડામાં કરતા હતા

1990 પછી કર્યો ખેતીમાં પરિવર્તન

વેલજીભાઈએ કૃષિ જાગરણ ગુજરાતીને જણાવ્યું કે તેમને 1990 માં પોતાના ખેત કામમાં પરિવર્તન કર્યું અને 10 એકર જમીન લીધી. જેમાં તેઓ 10 વર્ષ સુધી શાકભાજી, રાયડા, અરેંડા, બાજરી અને ઘઉંના વાવેતરમાં કર્યો. વેલજીભાઈ કહે છે કે જ્યારે 1995 માં મારા દીકારાએ ખેતીમાં આવ્યા ત્યારે તેને મને જણાવ્યું કે આજકાલ બગાયત પાકની બજારમાં ખુબ જ માંગણી છે. તેથી મેં અને મારા ત્રણ દીકરાઓએ નક્કી કર્યો કે અમે કેરીનું વાવેતર કરીશું. કેરીના વાવેતરના સાથે-સાથે ઘઉં, બાજારી અને શાકભાજીની ખેતી પણ અમે ચાલૂ રાખી.

રાસાયણિક ખેતી જમીનને બનાવી નાખે છે ઝેરી

ગુજરાત સરકારની ઓર્ગેનિક ખેતીને લઈને કરવામાં આવેલ પહેલ વિશે વેલજીભાઈએ જણાવ્યું કે શરૂઆતમાં તેમને પણ રાસાયણિક ખાતરનું ઉપયોગ કર્યો હતો. પરંતુ જ્યારે તેમને આ વાતની જાણ થઈ કે રાસાયણિક ખાતર સ્વાસ્થ અને જમીન માટે કેટલો ખતરનાક છે ત્યારે તેમને રસાયણિક ખેતી બંધ કરીને ઓર્ગેનિક ખેતી ચાલૂ કરી દીધી. રાસાયણિક ખેતી વિશે વેલજીભાઈના મત છે કે તેથી ખેતી લાયક જમીન ઝેરી થઈ જાય છે. જોકે કે ખેડૂત અને તેના કુટુંબના સાથે દેશન બીજા લોકો માટે પણ ખતરનાક છે.

કેરી
કેરી

પાણીનો વધુ બગાડ ના થાય તેના માટે કેસર આંબાની વાડી વાવી
વેલજીભાઈએ કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા આગળ જણાવ્યુ કે જમીન ઝેરીના થાય અને પાણીનું પણ વધુ બગાડ ના થાય તેના માટે હું ને મારા ત્રણ દીકરાઓએ ભેગા મળીને વર્ષ 2001 માં કેસર આંબાની વાડી વાવી. જેના માટે મેં ગાય આધારિત ખાતરનું ઉપયોગ કર્યો, તેમણે જણાવ્યું કે 2-3 વર્ષ પછી અમને કેસર કેરીનું ઉત્પાદન મળવા લાગ્યો. ગાય આધારિત ખેતી કરીને કેસરી કેરીનું મોટા ભાગે ઉત્પાદન મેળવવનાર વેલજીભાઈએ એવા ખેડૂતોને ઉત્તર આપ્યો છે જેમનું કહેવું છે કે જ્યાર સુધી ખેતરમાં રાસાયણિક ખાતરનું છંટકાવ નહીં કરીએ ત્યાર સુધી સારો એવો ઉત્પાદન આપણે નથી મેળવી શકતા.

2006 માં ઉભો કર્યો પોતાનું બ્રાન્ડ

વેલજીભાઈ ભૂડિયાએ જણાવ્યું કે જ્યારે કેસર કેરીનું ઉત્પાદન શરૂ થયું ત્યારે મેં તેનો રસ વેચવાનું નક્કી કર્યો. તેના માટે મારા દીકરાએ મહારાષ્ટ્રના પાટનગર મુંબઈથી તાલીમ મેળવી અને ત્યાંથી જ  લાઈસેન્સ લીધું. વેલજીભાઈ જણાવે છે કે તેમને હિન્દી નથી આવડથી જેના કારણે મારા દીકરાએ મુંબઈ જઈને કેસર કેરીનું રસ બનાવવાની તાલીમ મેળવી અને ત્યાંથી રસ બનાવવા માટે લાઈસેન્સ લીધું. ત્યાર પછી તેમને 2006 માં ભુડીયા કેસર કેરીનું રસ  નામથી પોતાનો એક બ્રાન્ડ ઉભો કર્યો અને તેના અંતર્ગત કેસર કેરીના રસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા તેમ જ 47 પ્રકારના જ્યુસનું વેચાણ શરૂ કર્યો. ભૂડિયા બ્રાન્ડ હેઠળ વેલજીભાઈએ નાળિયરના પાણી પણ બોટલમાં અને વર્ષે એક વાર આવતા ફળોની આઈસ્ક્રિમનું બારે માસ વેચાણ કરે છે. વેલજીભાઈ જણાવે છે કે તેમના બ્રાન્ડની ગુજરાતમાં ઘણી બ્રાન્ચ છે. જેમ કે ભુજમાં, અમદવાદામાં, ગાંધીનગરમાં, માંડવીમાં, ગાંધીધામમાં અને મોરબીમાં. ત્યાથી લોકોએ ભુડિયા બ્રાન્ડના પ્રોડક્ટ ખરીદીને લઈ જાય છે અને તેનું વેચાણ કરે છે. વેલજીભાઈ જણાવે છે કે કેસર કેરીના સાથે-સાથે હવે તેઓએ કમળમ એટલે કે ડ્રેગન ફ્રુટનું પણ વાવેતર કરે છે.

વેલજીભાઈના કરવામાં આવ્યું બહુમાન
વેલજીભાઈના કરવામાં આવ્યું બહુમાન

લાખોમાં થાય છે કમાણી

જ્યારે વેલજીભાઈથી કૃષિ જાગરણ ગુજરાતિએ પ્રશ્ન કર્યો કે તમારી આખા વર્ષમાં આવક કેટલી થાય છે. તો તેમને જણાવ્યું કે આખા વર્ષમાં તેમની આવક 80 થી 90 લાખની વચ્ચે થાય છે. અને જો આપણે મજુરી, વીજ વિલનું ખર્ચ અને ખેતી અને પેકિંગનું ખર્ચ તેમાં જોડી લઈએ તો 50 લાખની આવક થઈ જાય છે. જેનો તેઓએ પોતાના ત્રણ દીકરાઓમાં વહેંચી આપે છે. તેમને પોતાના ત્રણ દીકરાઓનું નામ પણ અમને જણાવ્યું. જો કે આ મુજબ છે મોટા દીકરા હરિશ, તેથી નાનો રમેશ અને સૌથી નાના દીકરાનું કરસન છે.

વેલજીભાઈએ કર્યો છે વડા પ્રધાનનું બહુમાન

વર્ષ 2001 માં વેલજીભાઈએ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાઈને ખેડૂતો માટેનું  જ કામ ચાલૂં રાખ્યું. ખેતી કરવા માટે રાસાયણિક ખાતર અને દવાની જ જરૂરી છે?  જીવાત મારીને પાપ કરવાની જરૂર નથી. આપણે ખીલે બાંધેલી ગાય ઉત્તમ ખાતરની ફેક્ટરી છે. તમે એને ઓળખો, ઉપયોગ કરો. તેમણે પોતાના પરિવારને સાથે રાખી ગાય આધારિત ખેતી અપનાવી જોઈએ. તેમણા આવા વિચારોથી પ્રભાવિત થઈને આજે ભારતના વડા પ્રધાન અને ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ નવસારીમાં તેમને મળ્યા હતા. જ્યાં વેલજીભાઈએ એક સ્ટોલ લગાડી હતી. વેલજીભાઈની ખેતી પ્રત્યે આટલો પ્રેમ જોઈને વડા પ્રધાને તેમને મળ્યા હતા.જણાવી દઈએ ત્યારે વેલજીભાઈએ કિસાનસંઘની જવાબાદારી પણ સંભળાતા હતા. તેથી તેઓએ વર્ષ 2001 માં નવસારીના કૃષિ મેળામાં આજના વડા પ્રધાન અને ત્યારના ગુજરાતના લોકલાડીલા મુખ્ય પ્રધાન નરેંદ્રભાઈ મોદીના બહુમાન કર્યો હતો.

ખેડૂતો માટે બનાવી ગાયના છાણથી ખાતર

રસાયણિક ખાતરને જમીન માટે ઝેર ગણાતા વેલજીભાઈએ કંટાળીને ખેડૂતો માટે ગાયના છાણથી ઓર્ગેનિક ખાતર પણ બનાવી છે. જેની વિધિએ તેઓએ કૃષિ જાગરણ ગુજરાતીને જણાવી. જેથી બીજા ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે અને ગુજરાત તથા દેશની જમીનને ઝેરી થવા નહીં દઈએ. વેલજીભાઈ વઘુ જણાવ્યું કે આ ધરતી ઉપર ખેડૂત સ્વાનભેર રહેવો જોઈએ. જો ખેડૂત ખેતી નહીં કરે તો ત્રણ ટાણા ખાવાનું ક્યાંથી આવશે.

ઓર્ગેનિક ખાતર
ઓર્ગેનિક ખાતર

આવા સ્પષ્ટ વિચારધારા સાથે ખેડૂતો માટે જ ઓછા ખર્ચે અને ખેડૂત જાતે કરી શકે તેવા પ્રયોગો કરે છે અને કરાવે છે. ગાયનું તાજું દુધ, ગોળ અને ગૌમુત્રનો તેમનો તાજેતરનો પ્રયોગ બધા જ પાક માટે સરંક્ષણનું કામ કરે છે. જણાવી દઈએ કે વેલજીભાઈને ખેતી માટે તેમને કામને લીધે ઘણી વખત સન્માનિત પણ કરવામાં આવ્યું છ

Share your comments

Subscribe Magazine

More on Success Story

More