30 વીધા જમીન ધરાવતા પંકજભાઈ સવજીભાઈ ખૂંટ કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ છે, અને બહુ વર્ષોથા ખેતકામ કરે છે. તે કહે છે કે, તેને બાજુની 12 વીધા જમીન ઉઘડમાં રાખી છે. ગત વર્ષે 18 વીઘામાં મગફળી હતી. એમાંની 5 વીઘા મગફળીના પાળે લીલી તુવેર વેચવા માટે કરી હતી.
આપણા ગુજરાતના એવા કેટલાક ખેડૂતો છે જે બીજા ખેડૂતો માટે પ્રેણદાય છે. આજે અમે એવા જ બે ખેડૂતોના વિષયમાં તમને બતાવીશુ, જે પોતાના ખેતકામના કારણે બીજા ખેડૂતો માટે પ્રેણદાય બન્યુ છે.આ બન્ને ખેડૂતોના વિષયમાં જાણવા માટે વાંચો આમારા આ લેખ.
ગ્રેજ્યુએટ છે પંકજભાઈ
30 વીધા જમીન ધરાવતા પંકજભાઈ સવજીભાઈ ખૂંટ કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ છે, અને બહુ વર્ષોથા ખેતકામ કરે છે. તે કહે છે કે, તેને બાજુની 12 વીધા જમીન ઉઘડમાં રાખી છે. ગત વર્ષે 18 વીઘામાં મગફળી હતી. એમાંની 5 વીઘા મગફળીના પાળે લીલી તુવેર વેચવા માટે કરી હતી. કપાસ 8 વીઘામાં હતો. 4 વીઘામાં પશુચારો અને થોડા શાકભાજી વાવ્યા હતા. 3 બળદ અને 2 દેશી ગાય છે. શિયાળે વાવેલ ધાણા 5 વીઘામાં 16 મણનો ઉતારો હતો.
બે વીધામાં પોતાના માટે ઘઉં
તે કહે છે કે, હું 2 વીઘામા ખાવા પુરતા ઘઉં વાઢું છુ.10 વીઘા ચણામાં વીઘે 18 મણનો ઉતારો હતો. ઉનાળું પાકમાં ડ્રીપ અને મલ્ચીંગમાં 2.5 વીઘાની ટેટી હતી. ગત વર્ષે માત્ર 12 ગુંઠામાં દેશી ગુલાબી રીંગણા હતા. એ કુલ રૂ.35 હજારના વેચ્યા હતા. એ રીંગણાનું બીજ તૈયાર કરી ખેડૂતોને સીધ્ધું જ વેચી રૂ.50 હજારની આવક મેળવી હતી. માત્ર 12 ગુંઠા જગ્યા માંથી રૂ.85 હજારની આવક થઇ હતી. આ વર્ષે 10 વીઘા કપાસ, 14 વીઘાની કાદરી લેપાક્ષી મગફળી, 4 વીઘાની જી-20, 3 વીઘા મરચીં, 4 વીઘા ડુંગળી અને 4 વીઘામાં ચારો ઉપરાંત શાકભાજી પાક છે.
20 વીઘા જમીન ધરાવતા ક્લ્યાણભાઈ
અમરેલીના ખેડૂતભાઈ ક્લ્યાણભાઈ વાધજીભાઈ વધાસિયાના પાસે કુળ 20 વીધા જમીન છે, જેમાથી 5 વીધા એક બાજુ અને 15 વીધા બીજી બાજુ છે (તે પોતાની જમીને દેખાડ્યા પછી આ વાત કહવે છે) ગત વર્ષે 20 વીધા જમીનમાં તેમને કપાસ વાવ્યુ હતુ.જેમાથી એક તરફ સતત વરસાદ અને ગુલાબી ઇયળને લીધે કપાસ બગડી ગયા હતા.એમાં વળતર ન દેખાતા 15 વીઘાનો કપાસ દિવાળી પછી તુરંત કાઢી નાખ્યો હતો. એમાંથી માત્ર 1 વીંણમાં 100 મણનું ઉત્પાદન થયુ હતું.
ઇસબગુલનો વાવેતર અખતાર્યો
કપાસ કાઢીને શિયાળું પાકમાં ઇસબગુલ વાવેતરનો અખતરો કર્યો હતો. એમાં કોઇ કવા (રોગ) આવી જવાથી સુધારો આવ્યો નહોતો. છેલ્લે ઇસબગુલની મોસમ કરતાં માત્ર 11 મણિકા ઉત્પાદન મળ્યું હતું. ક્યા રેક કુદરતની બધી તરફથી થપાટ લાગે તો આવું થાય. ચોમાસે નિષ્ફળ ગયેલ કપાસ કાઢી, વાવેલ ઇસબગુલમાં પણ મણિકા લણવા જેવું રહ્યું નહોતું. અમારે તળપાણી ખોટા હોવાથી શિયાળું પાક માંડ પાકતો હોય છે. ગત વર્ષે વધુ વરસાદ હોવા છતાં ઉનાળું પાક માટે પાણી બચ્યા નહોતા. આ વખતે ચોમાસે 10 વીઘા કપાસ, 5 વીઘા સોયાબીન અને 5 વીઘામાં કપાસ છે. બધી મોલાતને વરસાદની હાલ ખાસ જરૂર છે
Share your comments