Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

પદ્મશ્રીથી સન્માનિત 105 વર્ષીય મહિલા ખેડુત આજે પણ કરે છે ખેતી

સામાન્ય રીતે દરેક વ્યક્તિ એક ઉંમર પછી આરામદાયક જીવન જીવવાની ઈચ્છા રાખતો હોય છે અને ત્યારબાદ તે કોઈ સરળ પ્રકારનું કાર્ય કરવા માંગે છે. પરંતુ આપણા દેશમાં આવા ઘણા લોકો છે, જેમની સામે ઉંમરનો કોઈ ફરક નથી પડતો, અને તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાના કામને છોડતા નથી.

Sagar Jani
Sagar Jani
Woman Farmer
Woman Farmer

આવા લોકો પોતાના જુસ્સા સાથે અવિરત સમાજ સેવા કરતા હોય છે. આજે અમે તમને આવા જ એક ઉત્તમ ઉદાહરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની ઉંમર 105 વર્ષ છે અને જેનું નામ પપામ્મલ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આજે તેઓ 100 વર્ષથી વધુ વયના છે, પરંતુ તે હજી પણ પોતાનું કાર્ય ચાલુ રાખીને એવી રીતે કામ કરે છે જે જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.  હા, હજી પપામ્મલ ખેતી કરી રહ્યા છે.  ચાલો આજે આપણે  તેમની  સફળતા વિશે વિગતવાર જાણીએ...

ઓર્ગેનિક ખેતી માટે મળ્યો પદ્મશ્રી એવોર્ડ

પપામ્મલ ઘણા વર્ષોથી જૈવિક ખેતી કરે છે.  જૈવિક ખેતી માટે તેમણે ઘણા ખેડુતોને પ્રભાવિત કર્યા છે.  આ માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

જૈવિક ખેતી કરનાર એક માત્ર ખેડૂત

પપામ્મલ તમિલનાડુના વતની છે.  ખાસ વાત એ છે કે આ ઉંમરમાં  ઓર્ગેનિક ખેતી કરનાર તેઓ એક માત્ર ખેડૂત છે. તેમની પાસે અઢી  એકર જમીન છે જેમાં તેઓ ખેતી કરે છે.  આ સાથે તે તમિલનાડુના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે પણ સંકળાયેલા છે.  તેમણે જૈવિક  ખેતીને લગતા ઘણા ઐતિહાસિક કાર્યો કર્યા છે.  તે ખેતીકામ કરતા પહેલા દુકાન ચલાવતા હતા, આ વરસો તેમને  પોતાના માતાપિતા પાસેથી  મળ્યો હતો. આ પછી તેમને  ખેતી માટે જમીન ખરીદી હતી.

કઠોળ, બાજરી અને શાકભાજીની ખેતી

પપમ્મલ તેના ખેતરોમાં કઠોળ, બાજરી અને શાકભાજીની ખેતી કરતા હતા. તેમને જૈવિકકૃષિમાં ખૂબ રસ હતો, તેથી તેણે ઘણા પ્રયોગો કર્યા. આ સિવાય તે રાજકીય અને સામાજિક જીવનમાં પણ ખૂબ સક્રિય રહી છે.  તેમણે ઘણા ખેડુતોને જૈવિક ખેતી કરવા માટે પ્રેરણા આપી છે.

વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ કોઇમ્બતુરમાં ચૂંટણી પ્રચાર બાદ પપામ્મલને મળ્યા હતા.  વડાપ્રધાન મોદીએ પપામ્મલ સાથેની તેમની  તસવીર પણ  શેર કરી હતી.  વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે  'આજે કોઈમ્બતુરમાં હું  આર. પપામ્મલને મળ્યો.  કૃષિ અને જૈવિક ખેતીમાં અસાધારણ કાર્ય બદલ તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

સફળતાનો મંત્ર: મોટી કંપનીમાં નોકરી છોડી દીધી, હવે પાર્માકલ્ચરથી કમાય છે લાખો રૂપિયા

અહીં નોંધનીય છે કે, સામાન્ય રીતે દરેક વ્યક્તિ એક ઉંમર પછી આરામદાયક જીવન જીવવાની ઈચ્છા રાખતો હોય છે અને ત્યારબાદ  તે કોઈ  સરળ પ્રકારનું કાર્ય કરવા માંગે છે. પરંતુ આપણા દેશમાં આવા ઘણા લોકો છે, જેમની સામે ઉંમરનો કોઈ ફરક નથી પડતો, અને તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાના કામને છોડતા નથી. ત્યારે વયોવૃદ્ધ મહિલા ખેડૂત પપામ્મલ ઘણા વર્ષોથી જૈવિક ખેતી કરે છે. જૈવિક ખેતી માટે તેમણે ઘણા ખેડુતોને પ્રભાવિત કર્યા છે.  આ માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તેમણે સમાજ માટે અનોખો દાખલો બેસાડ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More