Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

જૈવિક ખેતીનો જાદુ: ફૂલ અને શાકભાજીની જૈવિક ખેતીમાં દર વર્ષે કમાઈ રહ્યા છે 35 લાખ

દેશના મોટાભાગના ખેડુતો પરંપરાગત પાકની ખેતી કરે છે. આ કારણે તેમની આવક વધતી નથી. જો ખેડુતો પરંપરાગત પાકનો ત્યાગ કરી રોકડ પાક તરફ વળે તો તેમની આવકમાં વધારો થવાની ગેરેન્ટી છે. કેન્દ્રની મોદી સરકાર, જે ખેડૂતોની આવક બમણી કરવાનો છે, તે પણ રોકડ પાકના વાવેતરને પ્રોત્સાહન આપી રહી છે.

Sagar Jani
Sagar Jani
Vegetable
Vegetable

દેશના મોટાભાગના ખેડુતો પરંપરાગત પાકની ખેતી કરે છે. આ કારણે તેમની આવક વધતી નથી. જો ખેડુતો પરંપરાગત પાકનો ત્યાગ કરી  રોકડ પાક તરફ વળે તો તેમની આવકમાં વધારો થવાની ગેરેન્ટી છે. કેન્દ્રની મોદી સરકાર, જે ખેડૂતોની આવક બમણી કરવાનો છે, તે પણ રોકડ પાકના વાવેતરને પ્રોત્સાહન આપી રહી છે.

આજે અમે એવા ખેડૂત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અગાઉ પરંપરાગત ખેતી કરતો હતો.  પરંતુ કોઈ આવક ન થતાં  તેમણે પ્રાયોગિક ધોરણે ફૂલો અને શાકભાજીની ખેતી શરૂ કરી હતી અને આજે દર વર્ષે 35 લાખ રૂપિયાની કમાણી કરે છે. તે વિસ્તારના ખેડુતો તેમની પાસેથી પ્રેરણા લઈને ફળ અને શાકભાજીની ખેતીમાં નસીબ અજમાવી રહ્યા છે અને તેઓને સફળતા પણ મળી રહી છે.

મજૂરી ખર્ચ ઘટાડવા ફૂલો અને શાકભાજીની ખેતી શરૂ કરી

ધ બેટર ઈન્ડિયાના એક અહેવાલ મુજબ  મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના સંગમનેરના રહેવાસી તુકારામ વર્ષ 2009 સુધી પરંપરાગત ખેતી કરતા હતા. પરંતુ ઘણી મહેનત પછી પણ મન પ્રમાણે કમાણી થઈ નથી.  તેઓ કહે છે કે અમે 10 એકર જમીનમાં ખેતીના કામમાં મજૂરોની મદદ લેતા હતા.  પરિવારની કુલ આવકનો 70 ટકા ભાગ મજૂર ખર્ચમાં જતો હતો.

તે સમયે તુકારામે વિચાર્યું કે આવી ખેતી કેમ ન કરવી જોઈએ જેમાં મજૂરોની જરૂર પડતી નથી અથવા તો ખૂબ ઓછા મજૂરોથી કામ ચાલી જાય. આ વિચારથી તેમણે ફૂલો અને શાકભાજીની જૈવિક ખેતી કરવાનું શરૂ કર્યું.  2 એકર જમીનથી ખેતી કરવાનું શરૂ કર્યું હતું.  આવક વધતી જોઈને તેણે ધીરે ધીરે વિસ્તાર વધારવાનું શરૂ કર્યું અને આજે કુલ 12 એકર જમીનમાં તે જૈવિક ખેતી કરે છે.  તુકારામ કહે છે કે એક વર્ષમાં 35 લાખ રૂપિયા સુધીની કમાણી સરળતાથી થઈ જાય છે અને આપણે ખેતીના કામથી એક મહિના પણ દૂર રહી શકીએ છીએ.

શાકભાજીની ખેતી કરવા આવા છે સરળ અને આધુનિક ઉપાય, એક ક્લીકથી જાણો

ખેડૂત તુકારામ કહે છે કે ફૂલો અને શાકભાજીની સૌથી સારી વાતએ છે કે  તેમની ખેતીનો સમય લગભગ 2 મહિનાનો છે.  જો પ્રથમ વાવણીમાં ઉત્પાદન સારું નથી, તો પછી ખામીઓ સુધારીને, આપણે બીજી વખત વધુ પાક મેળવીએ શકીએ છીએ. તુકારામની શાકભાજી અને ફૂલોની નજીકના શહેરોથી માંડીને દૂરના રાજ્યો સુધી ઘણી માંગ છે.

અન્ય રાજ્યોમાંથી ખેડુતો જોવા આવે છે

વર્ષ 2009માં પરંપરાગત ખેતી છોડી દેનારા તુકારામ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 200 ખેડૂતને તેની ખેતી પદ્ધતિ વિશેની તાલીમ આપી ચૂક્યા છે. તેમની પાસેથી તાલીમ મેળવીને ખેતી કરતા ખેડુતોની આવકમાં ભારે વધારો થયો છે. આ માટે તેઓ તુકારામનો આભાર માને છે.  તુકારામ કહે છે કે આ વિસ્તારના ખેડુતોને જ નહીં પરંતુ અન્ય રાજ્યોના ખેડુતો પણ મારી ખેતીથી પ્રભાવિત થયા છે.

તેઓ કહે છે, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સહિત અન્ય ઘણા રાજ્યોના ખેડુતો અહીં આવે છે.  તેઓ ખેતીની પદ્ધતિને સમજવા માટે થોડા દિવસ રોકાઈ જાય છે અને પાછા ગયા પછી તેઓ આ પદ્ધતિથી ખેતી અને ખેતમજૂરીનું કામ કરે છે.  તેમનું કહેવું છે કે 200 એકર જમીન ધરાવતા ખેડૂતો પણ સલાહ માટે અમારી પાસે આવે છે.

નોંધનીય છે કે, દેશના મોટાભાગના ખેડુતો પરંપરાગત પાકની ખેતી કરે છે. આ કારણે તેમની આવક વધતી નથી. જો ખેડુતો પરંપરાગત પાકનો ત્યાગ કરી રોકડ પાક તરફ વળે તો તેમની આવકમાં વધારો થવાની ગેરેન્ટી આપવામાં છે. કેન્દ્રની મોદી સરકાર, જે ખેડૂતોની આવક બમણી કરવાનો છે, તે પણ રોકડ પાકના વાવેતરને પ્રોત્સાહન આપી રહી છે. આ સાથે આધુનિક ખેતી તરફ પણ પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.

Related Topics

Organic Farming Vegetables

Share your comments

Subscribe Magazine

More on Success Story

More