ગૃહ મંત્રીએ આપ્યો ભોજનનું નિમંત્રણ તો સીએમ કર્યો બહુમાન
નાનપણથી ખેતી સાથે સંકળાયેલા જુનાગઢના માંગરોળ તાલુકા ખાતે આવેલ શેપા ગામના વતની અને પ્રગતિશીલ ખેડૂત પરમાર વિજયભાઈ વિરાભાઈ એવા ભણેળા ગણેળા લોકો માટે ઉદહારણ તરીકે ઉભરી આવ્યા છે, જેઓનું માનવું છે કે ખેતી અભણ લોકોનું વ્યવસાય છે. M.A B.ed સુધીનું અભ્યાસ કરનાર વિજયભાઈ છેલ્લા 17 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે અને પોતાના અથક પ્રયાસ થકી પ્રગતિશીલ ખેડૂત બનીને દેખાડ્યો છે.રસાયણિક ખાતર થકી ખેતીની શરૂઆત કરનાર વિજભાઈએ આજે પ્રાકૃતિક ખેતી કરીને મગફળીનું અઢળક ઉત્પાદન મેળવી રહ્યા છે. સુભાષ પાલેકર પાસેથી તાલીમ લીધા પછી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર વિજયભાઈ એવા ખેડૂતોમાંથી છે જેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભોજનનું નિમંત્રણ આપ્યો હતો. આજે વિજયભાઈએ કામધેનુ પ્રાકૃતિક ફાર્મ હેઠળ લોકો સુધી ઓર્ગેનિક પ્રોડક્ટ પહોંચાડીને દર વર્ષે 6 લાખથી પણ વધુની કમાણી કરી રહ્યા છે.
ફક્ત 8 મીં ધોરણ સુધી ભણોળા ધર્મેશભાઈ ધરાવે છે કરોડોની આવક
ધર્મેશ ભાઈએ એક એવો ખેડૂત છે જેમને પ્રાકૃતિક રૂપથી કાશ્મીરી મરચાની ખેતી કરીને બીજા ખેડૂતો માટે એક ઉદહારણ ઉભા કર્યો છે. ગુજરાતના અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકા હેઠળ આવેલા અમરાપુર ગામમાં જન્મેલા ધર્મેશભાઇએ દેશની ટોચની કોલેજોમાં ભણેળા લોકોને પાછળ છોડી દીધું છે. ધર્મેશભાઈએ લોકો માટે એક એવો ઉદાહરણ પૂરૂ પાડ્યો છે કે શિક્ષા મેળવીને રસાયણિક ખેતી કરવાની જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરીને પણ સફળતા મેળવી શકાય છે. માત્ર આઠમા ધોરણ સુધી ભણેળા ધર્મેશભાઇએ 38 વીઘા જમીનમાં મરચાની ખેતીના સફળ ખેડૂત બનીને દેખાડ્યો છે અને બીજાને જણાવ્યું છે કે મારી જેમ તમે પણ એક સફળ ખેડૂત બની શકો છો. પરંતુ તેના માટે તમારે મેહનત કરવી પડશે. કાશ્મીરી મર્ચાની ખેતી કરીને ધર્મેશ ભાઈ માથુકિયા રૂ. 1.5 કરોડની પ્રભાવશાળી વાર્ષિક આવક ધરાવે છે. ખેત મજૂરી સહિતના ખર્ચાઓને બાદ કરીને, તે ગર્વથી 90 લાખ રૂપિયાની ચોખ્ખી બચત કરે છે. બજારની ગતિશીલતા તેની તરફેણમાં છે, સારી ગુણવત્તાવાળા લાલ મરચાના પાવડરની વર્તમાન છૂટક બજાર કિંમત રૂ. 500 થી રૂ. 600 પ્રતિ કિલોગ્રામ છે. જથ્થાબંધ બજારમાં 250 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે, 60 હજાર કિલોગ્રામ મરચામાંથી તેની ઉપજ તેની નોંધપાત્ર કમાણી માટે નોંધપાત્ર યોગદાન આપે છે.
જુનાગઢના પ્રગતિશીલ ખેડૂત વિરમભાઈ બારિયા
જુનાગઢના કેશોદ તાલુકા ખાતે આવેલ તિતોડી ગામના પ્રગતિશીલ ખેડૂત વિરમભાઈ બારિયાએ MFOI 2024 માં નોમિનેટ થયું છે. રાસાયણિક ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂત થનાર વિરમભાઈએ મગફળી, સોયાબીન, ઘઉં, અને ચણાની ખેતી કરે છે.કૃષિ જાગકરણ સાથે વાત કરતા તેઓ જણાવ્યું કે તેમના બાપ દાદાએ પણ ખેતી કરતા હતા અને તેઓને ખેતી વારસામાં મળી છે. વર્ષ 1996 થી ખેતી શરૂ કરનાર જુનાગઢના પ્રગતિશીલ ખેડૂત વિરમભાઈએ આજે 30 લાખથી પણ વધુની કમાણી કરીને ગુજરાત અને દેશભરના ખેડૂતોને પ્રેરણા આપી રહ્યો છે કે ખેતી નુકશાનું નથી પરંતુ ફાયદાના ધંધા છે.
રાસાયણિક ખેતી પણ છે વરદાન: જયેશ લાઠિયા
આજના સમયમાં ગુજરાતમાં મોટા ભાગે ઓર્ગેનિક ખેતી કે પછી ગાય આધારિત ખેતી કરવામાં આવી રહી છે. આવા સમયમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકા ખાતે આવેલ પ્રતાપગઢ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ લાઠિયા રાસાયણિક ખેતી કરીને પાકનું અઢળક ઉત્પાદન મેળવી પણ રહ્યા છે અને તેથી મોટી કમાણી પણ કરી રહ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં ડાયમંડના વેપારી તરીકે ફર્જ બજાવતા જયેશભાઈ લાઠિયાને કોરાના કાળમાં ખેતી કરવાનું વિચાર આવ્યો અને ત્યારે તેઓ 100 વીધા જમીન પર રાસાયણિક ખાતર છાંટીને મગફળી,ચણા,જીરા અને સુખા ધાણાની ખેતી શરૂ કરી અને આજે તેઓ પોતાના અથક પ્રયાસ થકી 50 લાખથી પણ વધુની કમાણી કરી રહ્યા છે. જ્યાં સમગ્ર ગુજરાત ઓર્ગેનિક ખેતી તરફ આગળ વઘી રહ્યા છે, ત્યારે એવા સમયમાં રાસાયણિક ખેતી કરી રહેલા જયેશભાઈએ રાસાયણિક ખાતરને લઈને કહે છે કે અમારા ભારતમાં તાલિમની અછત છે. અમારા દેશમાં ખેડૂતોને રાસયણિક ખાતર કેવી રીતે વપરાય છે,તેને લઈને તાલિમ આપવામાં આવી નથી, જેના કારણે રાસાયણિક ખાતરને ખોટું ગણાવામાં આવી રહ્યું છે અને તેથી કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો રાસાયણિક ખાતર કેવી રીતે વપરાય છે તેની તાલિમ સારી રીતે આપવામાં આવે તો ખેડૂતોએ રાસયણિક ખાતરનું ઉપયોગ પણ સારી રીતે કરશે અને કેન્સરના કિસ્સાઓમાં પણ ઘટાડો નોંઘાશે. જણાવી દઈએ કે ખેતી પહેલા જયેશભાઈ ખેડૂતો માટે પણ કામ કરતા હતા.
મુંબઈથી પાછા ફર્યા ગામડા, આજે ખેતી કરીને થયા કરોડપતિ
રાજકોટના જસદણ તાલુકા ખાતે આવેલ હળમતિયા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્યામજીભાઈ ભુરાભાઈ વારચંદ (ઘનશ્યામ દાસ) કૃષિ જાગરણ સાથે વાત કરતા પોતાના વિશેમાં જણાવતા કહ્યું કે ખેતી સાથે તેઓ વર્ષ 2009 માં સંકળાયેલા હતા. તેમણે જણવ્યું કે તેથી પહેલા તેઓ મુંબઈમાં રહેતા હતા. પોતાની ખેતી શરૂ કરવાની રસપ્રદ વાર્તા જણાવતા શ્યામભાઈ જણાવ્યું કે મુંબઈમાં જ્યારે તેઓ જોયું કે કેવી રીતે ત્યાં શાક અને બીજા વસ્તુઓ વેંચવામાં આવે છે તો તેમનો બઉં મોટો આચકો લાગ્યો અને ત્યાર પછી તેઓ ઓર્ગેનિક ખેતી કરવા માંડ્યા.આજે શ્યામજીભાઈ વર્ષે 1 કરોડથી પણ વધુની કમાણી કરે છે. આજે તેઓ ઔષદ્ધી પાકની ખેતી કરે છે અને તેને પોતાના ફાર્મેસીમાં વેચે છે, તેના સાથે જ તેઓ સિઝન મુજબ શાકભાજીની ખેતી પણ કરે છે. ઓર્ગેનિક અને રાસાયણિક ખેતીમાં શું તફાવત છે તેણે લઈને તેઓએ જણાવ્યું કે 100 ટકા ઓર્ગેનિક ખેતી સારી છે.
યુવાનો માટે પ્રેરણા છે ગીર સોમનાથના ચેતનભાઈ
ગીર સોમનાથ જિલ્લાના જસાપર ગીર ગામના પ્રગતિશીલ ખેડૂત ચેતનભાઈ મેંદાપારા એવા યુવાનો માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા છે, જેઓ વારસામાં જમીન હોવા છતાં ખેતી કરવાથી પાછા ખસે છે. 21 વર્ષની નાની વયમાં ખેતી શરૂ કરનાર ચેતનભાઈ આજે 1000 થી પણ વધુ ખેડૂતોને આંબાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે તેની ટ્રેનિંગ આપી રહ્યા છે.કૃષિ જાગરણ સાથે વાત કરતા ચેતન ભાઈ જણાવ્યું કે તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે, મારા બાપ દાદાએ છેલ્લા 40 વર્ષથી કેસર કેરીની ખેતી કરે છે અને હું વર્ષ 2020 માં જ્યારે હોર્ટિકલ્ચર માં B.sc નું અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાર પછી મારા વારસા સાથે જોડાયું. મારા વારસા સાથે જોડાયા પછી હું એક્સપોર્ટનું ચાલુ કર્યો હતો અને આજે તેઓ તેના કામથી લાખોની કમાણી કરી રહ્યા છે. ચેતનભાઈએ જણાવ્યું કે એક આંબાના છોડ 40 વર્ષ સુધી ફળ આપે છે અને મારા આંબાના પાકને હવે 40 વર્ષ થઈ ગયા છે, તેથી કરીને હવે હું ફરીથી મારા બાગમાં નવી તકનીક થકી આંબાના છોડ વાવીશું અને ઉત્પાદન મેળવીશું. ચેતનભાઈએ જણાવ્યું કે તેઓ ઓર્ગેનિક અને રાસાયણિક બંને તરીકે ખેતી કરે છે કેમ કે આંબાની ખેતી માટે બંને જરૂરી છે. યુવાનોના વિશેમાં વાત કરતા તેઓ જણાવ્યું કે યુવાનોને સમજવું જોઈએ કે વગર ખેતી કઈંક પણ નથી જો તમારા પાસે જમીન છે તો તેના ઉપર ખેતી ચોક્કસ કરો.
કોરોના કાળમાં શરૂ કરી શાકભાજીની ખેતી, આજે કરી રહ્યા છે લાખોની કમાણી
મિલિનીયર ફાર્મર ઑફ ઇંડિયા એવોર્ડ 2024 માં પ્રગતિશીલ ખેડૂત તરીકે સન્માનિત થનાર કચ્છ જિલ્લાના ભાગડિયા ગામના મુકેશભાઈ કેસરિયા ફક્ત 4 વર્ષમાં શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂત બનીને દેખાડ્યા છે.કોરાના કાળથી પહેલા એન્જિનિયર તરીકે ફર્જ બજાવતા મુકેશભાઈ સુભાષ પાલેકરના સંપર્કમાં આવ્યા પછી ખેતી સાથે સંકળાયેલા અને ત્યાર પછી ગાયના છાણ, ગૌમુત્ર અને છાછ થકી બનાવાવમાં આવેલ ખાતર થકી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યો. આજે મુકેશભાઈ સિઝન મુજબ શાકભાજીની ખેતી કરીને 30 લાખથી પણ વધુની કમાણી કરી રહ્યા છે.
સુરેંદ્રનગરના સફળ ખેડૂત મનોજભાઈ
10 માં ધોરણ સુધી ભણેળા સુરેંદ્રનગર જિલ્લાના ચહાડ ગામના પ્રગતિશીલ ખેડૂત મનોજભાઈ છેલ્લા 12 વર્ષથી ખેત કામ સાથે સંકળાયેલા છે. મુકેશભાઈએ જણાવ્યુ કે ખેતી તેમને વારસા મળી હતી અને જ્યારે તેઓ 10 માં ધોરણનું અભ્યાસ પૂરૂ કર્યો ત્યારે પોતાના બાપુજી સાથે ખેતી કરવા માંડ્યા. પરંપરાગત ખેતી કરી રહેલા તેમના બાપુજીને તેઓ આધુનિક ખેતી કરવા માટે કહ્યું. ત્યાર પછી તેઓએ સિઝન મુજબ, ઘઉં, ડાંગર, શેરડી, મગફળી અરેંડા અને શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યો. મનોજભાઈ જણાવે છે કે તેમના ગામ કેનેલથી 8 કિલોમીટર દૂર છે, જેના કારણે તેમના ગામમાં પાણીની સમસ્યા હમેશાંથી જ છે. તેમણે કહ્યું કે મારા ગામના કેટલાક ખેડૂતો પાણીની અછતના કારણે ખેતી છોડી દીધી હતી, પરંતુ હું ખેતી સાથે આગળ વધવાનું નક્કી કર્યો. આજે મનોજભાઈ સિઝન મુજબ પાકોની ખેતી કરીને 15 લાખથી પણ વધુની કમાણી કરી રહ્યા છે અને બીજા ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે કે જો તમે ધારી લો ને તો કોઈ પણ સમસ્યાનું ઉકેળ શોધી શકો છો.
ખેડૂતોએ જાત મહેનત કરીને આગળ વધવું જોઈએ: જીગરભાઈ પટેલ
છેલ્લા 20 વર્ષથી બટાકા અને મગફળીની ખેતી કરી રહેલા ગાંધીનગરના ચંદ્રાલા ગામના પ્રગતિશીલ ખેડૂત જીગરભાઈ પટેલ જણાવ્યું કે તેઓ રાસાયણિક અને ઓર્ગેનિક બંને રીતે ખેતી કરીને પાકનું ઉત્પાદન મેળવે છે. ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનું ક્ષેત્રફળ વધી રહ્યો છે તેમ છતાં તમે રાસાયણિક ખાતર પણ પોતાના પાકમાં છાંટો છો? આ પ્રશ્નું ઉત્તર આપતા જીગરભાઈએ જણાવ્યું કે ઓર્ગેનિક ખેતીમાં 100 ટકા પરિણામ મળતો નથી. જો આપણે પાકનું 100 ટકા ઉત્પાદન જોઈએ છે તો તેના માટે રાસાયણિક ખાતર પણ વાપરવું પડશે. જીગરભાઈ જણાવે છે કે જે લોકો એમ કહે છે કે તેમના પ્રોડક્ટ કે પછી પાક 100 ટકા ઓર્ગેનિક છે તે લોકો ખોટું બોલે છે કેમ કે આવું શકય જ નથી. બટાકાની ખેતી કરતા જીગરભાઈ જણાવ્યું કે જો આપણે બટાકાનું ઉત્પાદન મેળવા માટે રાસાયણિક ખાતરની જરૂર પડશે. આજકાલ જેવી રીતે યુવાનો ખેતી છોડી રહ્યા છે અને શહેરમાં વસી રહ્યા છે તેને લઈને તેઓ કહે છે કે તેમને પોતાની ચામડી કાળી થવા દેવી નથી, એમના વિશે હું તેથી વધુ કઈંક નથી કઈ શકતો. સરકાર પાસેથી મળતી ખેડૂતોની મદદને લઈને પણ જીગરભાઈ અમારા સાથે વાત કરી હતી. તેઓ જણાવ્યું કે સરકાર ફક્ત નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરે છે. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલ મદદથી નાના અને સીમાંત ખેડૂતોને પણ ફાયદો થતો નથી. તેથી કરીને હું તો એમ કહેવા માંગુ છું કે ખેડૂતોએ જાત મહેનત કરીને આગળ વધવું જોઈએ અને સરકાર પર નિર્ભર નથી રહેવું જોઈએ. વધુમાં અમે તમને જણાવી દઈએ કે જીગરભાઈ બટાકા અને મગફળીની ખેતી કરીને વર્ષે 50 લાખથી પણ વધુની કમાણી કરે છે, તેથી કરીને તેઓને MFOI 2024 માં પ્રગતિશીલ ખેડૂત હોવાના લીધે એવોર્ડ આપવામાં આવશે.
એક એવા ખેડૂત જેના હસ્તે વડા પ્રધાન પણ થયા સન્માનિત
13 વર્ષની નાની વયમાં ખેતી શરૂ કરનાર કચ્છના પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ મુલજીભાઈ ભૂડિયાએ સમગ્ર ગુજરાત શું સમગ્ર ભારતમાં એક માત્ર એવા ખેડૂત છે, જેમના હસ્તે દેશના વડા પ્રઘાને સન્માનિત થયું છે.12 થી 22 એકર સુધી જમીન પહોંચાડીને તેના ઉપર બગાયતી પાક તેમજ ઘઉં અને કપાસની ખેતી કરનાર વેલજીભાઈ ભૂડિયાએ દેશના વડા પ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેંદ્ર ભાઈ મોદીને સન્માનિત કર્યો હતો. જો એમની પ્રગતિની વાત કરીએ તો વેલજીભાઈ ગુજરાતના પહેલા ખેડૂત છે, જેમને સૌથી પહેલા કુદરતી ખેતી કરીને પોતાની ઊપજને બમણો કર્યો હતો અને પોતાની જમીનને 12 એકરથી 22 એકર પહોંચાડી દીધું હતું. તેના સાથે જ તેઓ ભૂડિયા કેસર ફાર્મ શરૂ કરીને પોતાના પાક પણ પોતાના બ્રાન્ડ હેઠળ વેચનાર રાજ્યના પહેલા ખેડૂત છે. આજે વેલજીભાઈએ લાખોની કમાણ કરી રહ્યા છે અને તેના સાથે જ તેઓએ ગુજરાતના ખેડૂતોને કુદરતી ખેતીના ફાયદાઓ પણ જણાવી રહ્યા છે.
રમેશભાઈના ગૌવંશ પ્રત્યે પ્રેમ છે અકબંધ
ગુજરાતના રાજકોટ જિલ્લાના ગૌપાલક રમેશભાઈ રૂપારેલીયા દેશના કરોડો ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત છે.એક સમયે ગરીબીના કારણે મજૂર તરીકે કામ કરનાર રમેશભાઈએ આજે ગાયના ઉછેર થકી 6 કરોડતિ પણ વધુની કમાણી કરી રહ્યા છે. આજે ગીર ગાયના દૂધ અને તેના થકી બનાવવામાં આવેલ પ્રોડક્ટ્સને તેઓ શ્રી ગીર ગૌ જતન સંસ્થાનના નામથી 23 વધુ દેશોમાં નિકાસ કરી રહ્યા છે. સામાન્ય ગૌવાળિયાની જેમ પોતાના જીવન જીવી રહેલા રમેશભાઈની વાર્તા અનોખી અને વિચારસરણીની ફિલોસોફીને અમલમાં મુકાય એવી છે. ફક્ત સાતમી ધોરણ સુધી ભણેળા રમેશભાઈ કોમ્પ્યુટરનું આવી રીતે ઉપયોગ કરે છે જેવી રીતે કોઈ ભણેલા માણસ પણ નથી કરી શકતા. આધુનિકતા અને ટેક્નોલોજીને પોતાના જીવનમાં ઉકેળનાર રમેશભાઈના જીવનનું એક જ મંત્ર છે..તમે ક્યારે જીત્યા નથી તમે ક્યારે હાર્યા નથી.
ગુજરાતને ઝેર મુક્ત બનાવવાનો સંકલ્પ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ખાતે આવેલ કારના દેવડીયા ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂત પૂજાબેને છેલ્લા 25 વર્ષથી ખેત કામ સાથે સંકળાયેલા છે. જામનગરના જામ સાહેબ શત્રુધનસિંહ જાડેજાના ફાર્મથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર પૂજાબેન આજે સુરતના પોતાના ફાર્મ પર યુવાનો અને ખેડૂતોને માંની જેમ કુદરતી ખેતી શિખાવાડી રહ્યા ,તેન જ તેઓ જામનગરના ફાર્મ પર પણ ગાયના છાણ થકી બનાવામાં આવેલ ધનજીવામૃતથી શાકભાજી તેમજ બરછટ અનાજનું ઉત્પાદન મેળવીની લાખોની કમાણી કરી રહ્યા છે. પૂજાબેન જણાવે છે કે તેઓ આ વર્ષે પોતાના ખેતરમાં કેળાની પણ વાવણી કર્યો છે.વધુમાં જણાવી દઈએ પ્રાકૃતિક ખાતર વાપરીને કેળાની ખેતી કરનાર પૂજાબેન ગુજરાતની પ્રથમ મહિલા ખેડૂત છે.યુવાનોને કુદરતી ખેતી શિખાવનાર પૂજાબને મુજબ ગુજરાતના યુવાનો ગમે વિશ્વના કોઈ પણ ખુણામાં કેમ ન હોય, પરંતુ હું તેમને એક દિવસ ખેતી તરફ વળીને રહિશું.
યુવાનો માટે પ્રેરણા છે ચિરાગ બારડએ, કુદરતી ખેતીને ગણાવ્યું દાનવથી માનવ તરફની યાત્રા
ગીરસોમનાથ જિલ્લા વેરાવળ તાલુકા ખાતે આવેલ ઈંદ્રોઈ ગામના પ્રગિતશીલ ખેડૂત ચિરાગ ભાઈ બારડએ નાની વયમમાં કુદરતી ખેતી થકી યુવાનો માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા છે. અભ્યાસ છોડીને પોતાના વારસા સંભળનાર નક્કી કરનાર ચિરાગભાઈએ છેલ્લા 10 વર્ષથી પોતાની 30 વીઘા જમીન પર ગાય આધારિત ખેતી કરીને આજે દર વર્ષે 50 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આજના સમયમાં જ્યાં દરેક ખેડૂત પોતાના ખેતરમાં ટ્રેક્ટરનું ઉપયોગ કરીને ખેડાણ કરે છે ત્યારે ચિરાગભાઈએ પોતાની 30 વીઘા જમીન પર બળદ થકી ખેતી કરે છે. તેઓ કુદરતી ખેતીને દાનવથી માનવ તરફની યાત્રા ગણાએ છે. જણાવી દઈએ ચિરાગભાઈએ પોતાના ખેતરમાં 15 પ્રકારની શાકભાજી તેમ જ નાળીયેરી, કેળા,પૈપયા અને કંદમૂળ પાક જેમ કે હળદર, મરચા અને સુરણ ખેતી કરે છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે ચિરાગભાઈ ખેતીના સાથે જ પશુપાલન પણ કરે છે અને તેઓ શેરડીના ખુબજ સરળ મોડેલ પણ બનાવ્યું છે.
Share your comments