પહેલાના સમયમાં કહેવામાં આવતા હતા કે મહિલાઓને ઘરે રહીને નવી-નવી વાનગિઓ રાંઘવી જોઈએ અને પુરુષોને બાહર જઈને કમાણી કરવી જોઈએ, મહિલાઓને ઘરના જ કોઈ ખુણામાં એક વસ્તુંની જેમ મુકી દેવામાં આવતા હતા. પરંતુ હવે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પુરુષોને ટક્કર આપી રહી છે. ટક્કર શું હવે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પુરુષોથી આગળ છે. જે મહિલા ઘરની બાહર પગ પણ નથી મુકતી હતી આજે એ જ મહિલા ખેતરથી લઈને સરહદ સુધી દેશની સેવા કરી રહી છે. આવી જ એક મહિલા ખેડૂત છે ઉત્તરાખંડની કાશીપુર જિલ્લાનાની રૂપમ સિંહ. જેમને ટૂંકા ગાળામાં મત્સ્ય ઉછેરમાં સફળતાની ઉંચાઈઓ સ્પર્શી છે.
મહિલા ખેડૂતો માટે પ્રેરણા બનીને ઉભરી આવી
ઉત્તરાખંડની મહિલા ખેડૂત રૂપમ સિંહે બીજા મહિલાઓ માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા છીએ. જણાવી દઈએ કે રૂપમ સિંહે વિકાસ આયોજનમાં અનુસ્નાતક અને ફિશરીઝમાં સ્નાતકની ડિગ્રી ઘરાવે છે. તેણીએ ઉલ્લેખ કર્યો હતો કે તેણે અભ્યાસ પૂર્ણ કર્યા પછી વર્ષ 2019માં માછલીની ખેતીમાં સાહસ કરતા પહેલા ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. તેણે નોકરી દરમિયાન એકરવાર રાજસ્થાનની મુલાકાત લીઘી હતી, જ્યાં તેણે મર્યાદિત શિક્ષણ હોવા છતાં વ્યવસાય સાથે સંકળાયેલી કેટલીક ગ્રામીણ મહિલાઓને મળી હતી. આ ગ્રામીણ મહિલાઓથી પ્રેરિત થઈને તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું અને માછલીની ખેતી શરૂ કરી દીઘી.
પાર્ટનરશીપમાં શરૂ કર્યો મત્સ્ય ઉછેર
રૂપમ સિંહે જણાવ્યું કે, શરૂઆતમાં હું દિલ્લીમાં મત્સ્ય ઉછેર શરૂ કરવાની યોજના ઘડી હતી. પરંતુ દિલ્લી જેવા મોટા શહેરમાં સેટઅપનો ખર્ચ ઘણો વધુ હતો. આથી હું મારા વતન ઉત્તરાખંડના કાશીપુરમાં પરત ફરી ગઈ અને ત્યાં પોતાનું સાહસ શરૂ કર્યો. રૂપમ સિંહના જણવ્યા મુજબ તેમને શરૂઆતમાં એક સંબધી સાથે ભાગીદારી કરીને તળાવમાં માછલીના ખેતી કરીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જો એક વર્ષ પછી મેં પોતાનુ એક તળાવ લીઝ પર લઈ લીઘું અને સ્વતંત્ર રીતે માછલીની ખેતી શરૂ કરી.
1 એકડ જમીન ભાડે લીઘી હતી
માછલીની ખેતી કરનાર મહિલા ખેડૂત રૂપમે જણાવે છે કે શરૂઆતમાં તેને લગભગ 1 એકર જમીન ભાડે લીધી હતી અને હવે તેની પાસે લગભગ 3 એકર જમીન છે. જેમાં તેણે મત્સ્ય ઉછેર માટે બે તળાવ બનાવ્યા છે. આ તળાવમાં વાર્ષિક માછલીનું ઉત્પાદન અંદાજે 750 ક્વિન્ટક છે, જેના કારણે તેને વાર્ષિક 15 થી 20 લાખ રૂપિયાનો નફો થાય છે.
બીજા મત્સ્ય ખેડૂતો માટે સલાહ
રૂપમે સાથી ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું કે માછલી સંવર્ધકોને અન્ય પ્રકારની માછલીઓની સરખામણીએ ‘પંગાસિયસ’ પ્રજાતિ પર વધુ ધ્યાન દોરવું જોઈએ. કારણ કે તે વઘુ નફો આપે છે. તેમણે જણાવ્યું કે ચોમાસાની ઋતુ પહેલા માછલીઓ તૈયાર કરવાના અને ચોમાસાની શરૂઆત પહેલા તેને બજારમાં વેચવાની પણ ભલામણ કરે છે. આ વ્યૂહરચના ઉચ્ચ માછલી ઉત્પાદન માટે પરવાનગી આપે છે અને ત્યારબાદ નફામાં વધારો કરે છે.
Share your comments