ગુજરાતના ખેડૂતોએ હાલ દેશના ખેડૂતો માટે નિસરણી બનીને ઉભરી રહ્ય છે. જ્યારથી ગુજરાતના ખેડૂતોએ ગાય આધારિત ખેતી કરીને રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓને વળતો જવાબ આપ્યો છે અને ગાયના છાણીયું થકી પાકનું અઢળક ઉત્પાદન મેળવીને મોટી કમાણી કરી રહ્યા છે. ત્યારથી દેશના દરેક ખેડૂત ગુજરાતના ખેડૂતોના પાછળ ઉભો થઈ ગયો છે. હવે બીજા રાજ્યોની સરકાર પોતાના ખેડૂતોને ગુજરાતના ખેડૂતોની જેમ પ્રાકૃતિક ખેતી શીખવાડવા માંગે છે, જેના માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે તો પોતાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવવા માટે ગુજરાત મોકલવાની જાહેરાત પણ કરી દીધી છે.
જેથી તેઓ ગાય આધારિત ખેતી કેવી રીતે કરવામાં આવે છે તેને શીખીને ગુજરાતની જેમ યૂપીને પણ પ્રાકૃતિક ખેતી કરનાર રાજ્ય બનાવી શકાય. એજ નહીં કેન્દ્ર સરકાર પણ 2024-25 ના બજેટમાં તે જાહેરાત કરી છે કે આવનારા એક વર્ષમાં એક કરોડથી વધુ ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શીખવાડવામાં આવશે. દેશમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના દીવડા પ્રગટાવ્યા વાળા ગુજરાતના એજ ખેડૂતોમાંથી એક છે પોરબંદર જિલ્લા ખાતે આવેલ ટુકડા (ગોસા) ગામના રહેવાસી અને અનમોલ પ્રાકૃતિક ખેતી ફાર્મની સ્થાપના કરનાર પ્રગતિશીલ ખેડૂત લખમણભાઈ કાનાભાઈ ઓડેદરા. જેમની આજે સફળતાની વાર્તા અમે આજના આ લેખમાં આપને જણાવીશું.
ખેતીથી પહેલા કરતા હતા ટ્રેક્ટરના વ્યવસાય
કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા પોરબંદરના પ્રગતિશીલ ખેડૂત લખમણભાઈ કાનાભાઈ ઓડેદરાએ જણાવ્યું કે તેઓ પહેલા ટ્રેક્ટરના વ્યવસાય કરતા હતા, પરંતુ તેમના બાપુજીએ ખેતી સાથે સંકળાયેલા હતા. તેમણે જણાવ્યું કે હું મારા બાપુજીના અવસાન થયા પછી વર્ષ 2014 થી કૃષિ ક્ષેત્રમાં આવ્યો અને ખેતી કરવાનું ચાલૂ કર્યો. તેમણે જણાવ્યું શરૂઆતમાં તેમણે ઘણી મુશ્કેલીઓનું સામનો કરવો પડ્યો. જ્યારે મે ખેતીની શરૂઆત કરી તો સૌથી પહેલા મેં મારા ક્ષેત્રના હવામાન મુજબ જીરુંનું વાવેતર કર્યો પરંતુ મને તેથી કોઈ ખાસ આવક નહોતી થઈ હતી. ત્યાર પછી હું નક્કી કર્યો કે મારે ગાયોનું ઉછેર કરીને પશુપાલનું કામ કરવું જોઈએ, ત્યાર પછી હું 10 ગીર ગાયનું ઉછેર કરીને દૂધનું ઉત્પાદન મેળવાનું શરૂ કર્યો.
ગીર ગાયના છાણથી બનાવ્યું છાણીયું ખાતર
હિન્દીમાં એક ખૂબ જ સરસ લાઇન છે, “કોશીશ કરને વાલો કી કભી હાર નહીં હોતી” આ લાઇન પોરબંદરના લખમણભાઈ કાનાભાઈ ઓડેદરા માટે કહેવામાં આવે તો કદાચ નવાઈ નથી. કેમ કે તેમને ફરીથી ખેતી કરવાનું નક્કી કર્યો અને આ વખતે તેમણે ગાયના છાણથી છાણીયું ખાતર બનાવીને પોતાના ખેતરમાં છંટકાવ કર્યો. આ વખતે તેઓને મોટા ભાગે ઉત્પાદન મળ્યું. લખમણભાઈએ જણાવ્યુ કે તેઓ પહેલા પણ ડીએપીનું જ છંટકાવ કર્યો હતો પરંતુ આ વખતે તેઓ પોતાના હાથે બનાવામાં આવેલ દેશી ગીર ગાયના છાણથી તૈયાર કરેલ ખાતરનું ઉપયોગ કર્યો, જેથી તેઓએ પાકનું અઢળક ઉત્પાદન મેળવ્યું અને આજે તેઓ પોતાના બ્રાન્ડ “અનમોલ પ્રાકૃતિક ફાર્મ” હેઠળ 100 ટકા શુદ્ધ અને ઝેર મુક્ત વસ્તુઓનું વેચાણ કરીને પોતાની કમાણી લાખોમાં પહોંચાડી દીધી છે.
કેવી રીતે મળ્યો પ્રાકૃતિ ખેતી કરવાનું પ્રોત્સાહન
આ પ્રશ્નનું ઉત્તર આપતા લખમણભાઈ ઓડેદરાએ જણાવ્યું કે આદરણીય શ્રી પ્રફુલદાદા (પ્રફુલભાઈ સેંજલીયા) અમદાવાદ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબીરની જાહેરાત,પ્રસાર હેતુ પોરબંદર પધાર્યા હતા. દેગામ ગામની સીમમાં આવેલ લાવડીયાડાડાને મંદીરે રણજીતભાઈ કારાવદરાએ મીટીંગનું આયોજન કર્યું અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે પ્રફુલ્લદાદાને સાંભળ્યા ત્યાર પછી હું ગૌમાતાને કેન્દ્રમાં રાખીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી દીધી. તેમણે જણાવ્યે કે શરૂઆતના ત્રણ વર્ષ સુધી હું મારા પાકનું વેચાણ મંડીમાં જઈને કરતો હતો પરંતુ ત્યાર પછી હું “અનમોલ પ્રાકૃતિક ફાર્મની” શરૂઆત કરી હતી અને આજે મારા પોતાના ગ્રાહકો છે, જેમને હું મારા અનમોલ પ્રાકૃતિક ફાર્મના નામથી બનાવવામાં આવેલ પ્રોડક્ટનું વેચાણ કરું છું.
કયા કયા પાકોની ખેતી કરો છો?
કૃષિ જાગરણ ગુજરાતીના એડીટર અમનસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે વધુમાં જણવ્યું કે તેઓ હવામાન મુજબ ખેતી કરે છે. તેઓ મગફળી, જીરૂ, શાકભાજી, દાણની ખેતી કરી છે. જો શાકભાજીની વાત કરવામાં આવે તો લખમણભાઈએ ગાજર, કારેલા, ગળકા, તરોઈ, દૂધી, મરચી એટલે કે આવી કોઈ પણ શાકભાજી નથી જેની તેઓ ખેતી નથી કરતા. તેના સાથે જ તેઓ કઠોળ પાકની ખેતી પણ કરે છે અને તેમનું વેચાણ તેઓએ “અનમોલ પ્રાકૃતિક ફાર્મ” નામથી બનાવામાં આવેલ બ્રાન્ડ હેઠળ પોતાના ગ્રાહકો સુધી 100 ટકા શુદ્ધ રીતે મોકલાવે છે. તેના સાથે જ તેઓ ગીર ગાયના દૂધ થકી બનાવામાં આવેલ ઘીનું પણ વેચાણ કરે છે.
કેવી રીતે તૈયાર કરો છો ધનજીવામૃત
કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા પોરબંદરના પ્રગતિશીલ ખેડૂત લખમણભાઈ કાનાભાઈ ઓડેદરાએ જણાવ્યું કે તેઓ ધનજીવામૃત અને જીવામૃતનું છંટકાવ કરીને ખેતી કરે છે, જો કે તેઓ પોતેજ પોતાના ફાર્મ ઉપર તૈયાર કરે છે. ધનજીવામૃત કેવી રીતે તૈયાર કરો છો આ પ્રશ્નનું ઉત્તર આપતા તેમણે જણાવ્યું કે એક એકરમાં અમે 500 કિલો પાયના ખાતરનું ઉપયોગ કરીએ છીએ, જેના માટે 200 કિલો ગાયના સુંકુ છાણ, 2 કિલો કઠોળનું લોટ, 2 કિલો ગોળ, 2 કિલો. વડનીશેની માટી, 20 લીટર ગૌમુત્રમાં ભેળવીને એક એકર માટે ખતાર તૈયાર કરીએ છે. ત્યાર પછી અમે ખેતરમાં તેનુ સમય સમય પર છંટકાવ કરીએ છે.
તેમણે જણાવ્યું કે બીજનો પટ માટે બીજા મૃત પણ અમે પોતેજ તૈયાર કરીએ છે, જેના માટે 5 કિલો ગાયના છાણ, 5 લીટર તાજુ ગૌમુત્ર, 20 લીટર પાણી, 1 મુઠ શજીવ માટી અને 50 ગ્રામ શુનો લઈને બધાને એક જગ્યા ભેગા કરીને ભેળવી નાખીએ છે. ત્યાર પછી વાવણી પહેલા તેના થકી બીજની માવજત કરવાનો કામ કરવામાં આવે છે. લખમણભાઈ ઓડેદરાએ જણાવ્યું કે અમે પાક પર જીવામૃતનું છંટકાવ પણ કરીએ છે. તેને બનાવવાની રીતે શું છે? આ પ્રશ્નનું ઉત્તર આપતા લખમણભાઈએ જણાવ્યું કે એક એકરમાં જીવામૃતનું છંટકાવ કરવા માટે અમે 10 કિલો તાજુ ગાયના છાણ, 1 કિલો કઠોળનું લોટ, 1 કિલો વડનીશેની માટીને 180 લીટર પાણીમાં ભેળવીને જીવામૃત તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી સ્પ્રે વડે તેનું છંટકાવ ખેતરમાં અમે સમય સમય પર કરીએ છે.
પ્રાકૃતિક ખાતર અને રાસાયણિય ખાતર વચ્ચે શું તફાવત જોવો છે?
પ્રાકૃતિક ખાતર રાસાયણિક ખાતર કરતાં કેમ સારો છે? આ પ્રશ્નનું ઉત્તર આપતા લખમણભાઈ ઓડેદરાએ જણાવ્યું કે પ્રાકૃતિક ખાતર કરતા રાસાયણિક ખાતર એટલા માટે સારો નથી કેમ કે તેઓ જમીનની ફળદ્રુપતાને પતાવી નાખે છે અને જમીન ધીમે ધીમે ઉજ્જડ થવા માંડે છે. પછી ત્યાં કોઈ પણ પ્રકારનું પાક તમે ઉગાડી શકતા નથી. તેમણે જણાવ્યું કે ખેડૂતોએ રાસાયણિક ખાતર એટલા માટે વાપરે છે કેમ કે કંપનીઓએ ખેડૂતોના મનમાં ભય નાખી દીધું છે. કંપનીઓનું કહેવું છે કે જો તમે રાસાયણિક ખતારનું ઉપયોગ નહીં કરો તો તમને પાકનું અઢળક ઉત્પાદન મળશે નહીં, પાકના ઉત્પાદન માટે તમારે વધુ રોકાણ કરવી પડશે, જો કે તદ્દન ખોટું છે. લખમણભાઈએ જણાવ્યું કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોએ ઝેર મુક્ત ઉત્પાદન મેળવે છે અને તે પણ ઓછા રોકાણ કરીને. તેના સાથે જ છેવટે તેમણે ગુજરાત અને દેશના દરેક ખેડૂતને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની સલાહ આપી હતી.
Share your comments