જેમ-જેમ ગાય આધારિત અને ઓર્ગેનિક ખેતીનું ટ્રેંડ વધી રહ્યું છે. તેમ તેમ યુવાનો ખેતી તરફ વળી રહી છે.જેમાં કરિયર બનાવવા માટે યુવાનો દિવસ-રાત અધ્યન કરે છે. પોતાના એવા કરિયરને છોડીને આજકાલના યુવાનોએ ખેતી પ્રત્યે રસ દેખાવી રહ્યા છે. પોતાની લાખો રૂપિયાની નોકરી છોડીને ખેતી કરવી કોઈ સહેલું કામ નથી હોતું, પરંતુ જ્યારથી વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી પર ભાર મુક્યો છે. ત્યારાથી જ યુવાનોમાં ખેતી માટે એક અલગ જોશ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ત્યાં બીજી મોટી બાબત એવું પણ છે કે ઓર્ગેનિક કે પછી ગાય આધારિત ખેતી ઓછા રોકાણમાં મોટી આવક આપે છે. આવું જ એક યુવાન છે ઓડિશાના સત્ય પ્રવિણ જો કે પીએમ મોદીની ઓર્ગેનિક ખેતીની પહેલથી એટલા પ્રેરિત થયા કે તેમને પોતાની લાખો રૂપિયાની નોકરી છોડીને ખેતી કરવાનું નક્કી કરી લીઘું અને આજે તેઓ દર મહીને બે લાખ રૂપિયા એટલે કે વર્ષમાં 24 લાખ રૂપિયાની કમાણી કરે છે.
સૉફ્ટવેયર એન્જિનિયર હતા સત્ય પ્રવિણ
ભારતના પૂર્વી રાજ્ય ઓડિશાના રાયગઢ જિલ્લાના વતની સત્ય પ્રવીણે ઓર્ગેનિક ખેતીથી પહેલા એક ખૂબ જ મોટી કંપનીમાં સૉફ્ટવેયર એન્જિનિયર તરીકે ફર્જ બજાવતા હતા. પરંતુ જ્યારે વર્ષ 2014-15 માં પીએમ મોદીએ ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી પર ભાર મુક્યો અને ખેડૂતોને કહ્યું કે રાસાયણિક ખેતી છોડીને આપણા ભારતના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. તે વાત પ્રવિણને ખૂબ જ ગમી ગઈ. જણાવી દઈએ ત્યારે પ્રવીણ મલેશિયામાં આઈટી એન્જિનિયર તરીકે કામ કરતાં હતા. તેનો પગાર પણ ઘણો સારો હતો.પીએમ મોદીની પહેલ પર તેઓ પોતાની નોકરી છોડીને પોતાના દેશ ભારત પરત ફરી આવ્યા.
આવી રીતે કરી ખેતી કરવાની શરૂઆત
પ્રવીણ કૃષિ જાગરણને જણાવ્યુ કે તેમના પિતા પોતાનું ગુજરાન ચલાવવા માટે શાકભાજીની ખેતી કરતા હતા. જ્યારે મેં પીએમ મોદીની વાતોથી પ્રભાવિત થયુ ત્યારે મેં મારા પિતાને તેના વિશે જણાવ્યું. ત્યારે તેમણે જ મને ખેતી કરવાનું શિખવાડ્યું. સત્ય જણાવ્યું કે ભારત પાછા ફર્યા પછી તેને 34 એકર જમીનમાં ડ્રિપ સિસ્ટમ અને બાયો-કમ્પોસ્ટ જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને ખેતી કરવાનું શરૂ કર્યું. સત્યાની ખેતીમાં સફળતાએ તેને સમુદાયના અન્ય ખેડૂતો માટે રોલ મોડલ બનાવ્યો છે. સત્યાનો ખેતી પ્રત્યેનો અભિગમ અસાધારણ અને તદ્દન નવો છે. જ્યારે આનાથી સ્થાનિક લોકો તરફથી તેમની પ્રશંસા કરવામાં આવી અને ખેડૂત નિષ્ણાતોના ધ્યાન પણ સત્ય પ્રવીણે પોતાની બાજુ આકર્ષિત કર્યો.
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર, ટૂંક સમયમાં ખેડૂતોને દેવાના બોજમાંથી મુક્ત કરશે સરકાર
લોકોને મળ્યો રોજગાર
સત્યના આ મોડલના કારણે આજે તેના ગામના આજુ-બાજુના 60થી વધુ લોકોને રોજગાર મળ્યો કે પછી સત્ય તેમના માટે રોજગારીની તક ઉભી કરી એવું કહેવું ત્યાં ખોટું નહીં ગણાયે. તેમના આ કાર્યક્રમના કારણે તેઓ સ્થાનિક અર્થવ્યવસ્થામાં પણ એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સત્યાની મેહનતને જોવા આવી કલેક્ટર સ્વધા દેવ સિંહે સત્યાના ખેતરની મુલાકાત લીધી હતી અને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. એક ખેડૂત તરીકે સત્યની સફળતાએ તેને અન્ય ખેડૂતોની નજરમાં એક રોલ મોડલ બનાવી દીધું છે.
દર મહીને કરે છે 2 લાખની કમાણી
ઓડિશાના રાયગડ જિલ્લાના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર લક્ષ્મી નારાયણ સબતના જણાવ્યા અનુસાર, સત્યની જેમ નાના પાયે ખેડૂતોએ સત્યની જેમ આત્મનિર્ભર બનવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે બાયો-કમ્પોસ્ટનો ઉપયોગ કરીને આગળ વધવું જોઈએ. તેમને કહ્યું કે ખેડૂતોને બાયો-કમ્પોસ્ટ થકી શાકભાજી ઉગાડવાની જરૂર છે. આ રીતે ઉગાડવામાં આવતી શાકભાજી પણ સ્વાસ્થ્ય માટે સારી છે અને તેથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. એક સોફ્ટવેયર એન્જિનિયરથી એક સફળ ખેડૂત બનવાની સત્યના સફર દરેક ખેડૂત માટે પ્રેરણા છે. તેમણે સાબિત કર્યું છે કે જો કોઈ વ્યક્તિ તેના હૃદયને અનુસરે છે અને તેના લક્ષ્ય તરફ સખત મહેનત કરે છે તો સફળતા પ્રાપ્ત કરી શકાય છે. જણાવી દઈએ કે આજે સત્ય દર મહીને 2 લાખ રૂપિયાની કમાણી કરીને બીજા ખેડૂતો માટે એક રોલ મોડલ તરીકે સામે આવ્યું છે.
Share your comments