ભારતની લગભગ 70 ટકા વસ્તી કોઈના કોઈ કારણે ખેતી સાથે સંકળયેલી છે. પછી તેઓ પશુપાલન હોય કે પછી બીજા કોઈ પાકની ખેતી. તેમાં પણ ભારતના ખેડૂતોએ આજીવિકા માટે મોટાભાગે ઘઉં, ચોખા, શાકભાજી, કઠોળ અને ફળની ખેતી પર નિર્ભર છે, જો કે દુષ્કાળ અને પાકને લગતી બીમારીઓના કારણે ખેડૂતોને નુકશાનીનું સામનો કરવો પડે છે. પરંતુ આજ અમે તમને એક એવા ખેડૂતના વિશેમાં જણાવ્યા જઈ રહ્યા છે જો કે મહોગનીના છોડની વાવણી કરીને મોટાભાગે કમાણી કરી રહ્યા છે. આજે તેઓની આવક કરોડોમાં છે. જણાવી દઈએ કે મહોગનીની લાકડી થકી ફર્નિચર તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને બજારમાં તેની ખૂબજ માંગણી છે.
શિક્ષકથી બન્યો ખેડૂત
હરિયાણાના કરનાલના વતની શિવચરણ કૌશિક મોહગનીના છોડ ઉગાડવાથી પહેલા એક શિક્ષક તરીકે ફર્જ બજાવતા હતા, 2 વર્ષ પહેલા નિર્વૃત થયા પછી તેઓ મહોગનીના વૃક્ષોની વાવણી કરી અને આજે તેઓએ પ્રગતિશીલ ખેડૂત તરીકે જાણીતા છે. પોતાની સફળતાને લઈને શિવચરણ કહે છે કે તેમના પિતા તેઓના પ્રેરણા સ્ત્રોત છે, તેમના કારણે તેઓ એગ્રો ફોરેસ્ટ્રમાં આવ્યા અને મહોગનીના રોપા વાવ્યા. તેમણે કહ્યું કે મહોગનીના વૃક્ષો વાવીને તેઓ આજે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તેઓ જણાવ્યું કે તેમના ફાર્મ પર 3000 હજાર મહોગનીના વૃક્ષ છે, જેમના લાકડું તેઓ ઠંડા તાપમાનવાળા દેશોમાં નિકાસ કરે છે. કારણ કે ત્યાં બનાવામાં આવેલ લાકડાના મકાનોમાં મહોગનીનો ઉપયોગ થાય છે. તેના થકી મોટા હોટલોમાં બારણું તૈયાર કરવામાં આવે છે અને ભારતમાં તેથી સૌથી મોંઘો ફર્નિચર તૈયાર થાય છે. તેઓ કહે છે કે તેમને એક છોડ વાવાનો ખર્ચ ફક્ત 200 રૂપિયા પડયો, આ સાથે તેઓ છોડની જાળવણી માટે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે, તેથી તેઓનો ખર્ચો ઘટે છે.
મહોગની ખેતીમાંથી સારી આવક
ખેડૂત શિવચરણ કૌશિકે કહ્યું કે જ્યારે એક છોડ 12 થી 15 વર્ષમાં વૃક્ષ બની જાય છે ત્યારે એક ઝાડનું લાકડું 80 થી 1 લાખ રૂપિચામાં વેચાણ છે. આવી સ્થિમાં મહોગનીની ખેતીમાંથી સારી આવક મેળવી શકાય છે. તેમણે જણાવ્યું કે મહોગનીની ખેતીની સાથે તેમણે બહુહેતુક ખેતી પણ કરી છે, જેનાથી તેમને અલગથી ફાયદો મળી રહ્યો છે. તેઓ કહે છે કે મહોગનીનું લાકડું મજબૂત અને લાંબા સમય સુધી ચાલતું હોય છે. આ લાકડું ક્યારેય બગડતું નથી. મહોગનીનું લાકડું બજારમાં ખૂબ જ મોંઘું છે. આ લાકડું લાલ અને ભૂરા રંગનું હોય છે. પાણીની પણ તેના પર કોઈ અસર થતી નથી. આ વૃક્ષ 50 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને પાણીની ગેરહાજરીમાં પણ તે વધતું રહે છે.
મહોગની લાકડાનું કામ
મહોગની લાકડાનો ઉપયોગ ફર્નિચર અને બંદૂકના બટ્સ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત તેમાંથી હોડી પણ બનાવવામાં આવે છે. તેના પાનનો ઉપયોગ મુખ્યત્વે કેન્સર, બ્લડપ્રેશર, અસ્થમા, શરદી અને ડાયાબિટીસ સહિત અનેક પ્રકારના રોગોમાં થાય છે. આ સિવાય તેના પાંદડા અને બીજના તેલનો ઉપયોગ મચ્છર ભગાડનાર અને જંતુનાશક બનાવવામાં થાય છે. આ સાથે જ તેને રોપવાની પદ્ધતિ વિશે વાત કરીએ, આ માટે 2 ફૂટ પહોળો, ઊંડો અને લાંબો ખાડો ખોદી તેમાં જૈવિક ખાતર નાખીને છોડ વાવો. આ છોડ કોઈ રોગ કે જંતુથી પીડિત નથી અને તેને ખૂબ ઓછી સંભાળની પણ જરૂર છે.
Share your comments