દેશના લોકોએ આત્મનિર્ભર થાય અને તેમા પણ મહિલાઓની ભાગીદારી સૌથી વધુ હોય તેને લઈને વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદીએ 2 વર્ષ પહેલા “આત્મનિર્ભર ભારત” નામથી એક કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ થકી વડા પ્રધાને દેશના લોકોને આત્મનિર્ભર થવા માટે ટંકાર કરી હતી. તેઓ કહ્યું હતું કે ભારતના યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર થવું જોઈએ અને ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ, જેથી વર્ષ 1947 સુધી ભારતને વિકાસશીલ રાષ્ટ્રની શ્રેણીથી વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં ઉભા કરવામાં મદદ મળી શકે.
વડા પ્રધાનની આ વાતને દેશના દરેક ક્ષેત્રના લોકોએ આવકાર્યો હતો, જેમાં આપણો કૃષિ ક્ષેત્રનું પણ સમાવેશ થાય છે. કૃષિ ક્ષેત્રથી જોડાયેલ કેટલીક સંસ્થાઓ અને એફપીઓ મહિલાઓ અને દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે આગળ આવ્યા હતા, એજ એફપીઓમાંથી એક છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ખાતે આવેલ લાઠપુર ગામમાં સ્થિત લુણસાપુરિયા ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO) જેમના સંસ્થાપન અને સીઈઓ નરશી ભાઈ જીન્જાલા સાથે કૃષી જાગરણ ગુજરાતીએ વાત કરી હતી અને ખેડૂતો માટે કરવામાં આવેલ તેમના કાર્યોને લઈને ચર્યા કરવામાં આવી હતી.
વર્ષ 2022 માં શરૂ કર્યો એફપીઓ
વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની પહેલ પર અને નરશી ભાઈ જીન્જાલાએ ફક્ત બે વર્ષ પહેલા એટલે કે 2022 માં લુણસાપુરિયા ફાર્મર પ્રોડ્યુસર કંપનીની શરૂઆત કરી હતી. કૃષિ જાગરણ સાથે વાત કરતા નરશીભાઈએ જણાવ્યું લુણસપુરિયા ફાર્મંર પ્રોડ્યુસર કંપનીની શરૂઆક કરવાથી પહેલા હું પોતે જ ખેતી કરતો હતો અને આજે પણ કરું છું. તેઓ જણાવ્યું કે હું અને બીજા 15 ખેડૂતોએ નાબાર્ડ સાથે સંપર્ક સાધ્યો અને ત્યાર પછી નાબાર્ડ અમને જણાવ્યું કે એક એફપીઓ શું શું કરે છે અને તેથી ખેડૂતોને કેટલો ફાયદો મળી શકે છે. ત્યાર પછી અમે નાબાર્ડની મદદથી પોતાના એફપીઓની સ્થાપના કરી.
ફક્ત બે વર્ષમાં જોડાયા 525 ખેડૂતો
નરશીભાઈએ જણાવ્યું કે શરૂઆતમાં હું અને બીજા 15 ખેડૂતોએ લુણસાપુરિયા ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO) ઉભો કર્યો હતો. પરંતુ આજે આમારા સાથે 525 જેટલા ખેડૂતો જોડાયા છે, તેમાં પણ લગભગ 70 જેટલા મહિલા ખેડૂતો છે. તેઓ જણાવ્યું કે મોદી સાહેબના આત્મનિર્ભર ભારતની પહેલ અને દેશને 1947 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાની પહેલમાં અમે પૂરો પૂરો યોગદાન આપી રહ્યા છે. વડા પ્રધાનની પહેલમાં સૌથી મહત્વની વાત મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું છે, તેથી કરીને અમારા સાથે જોડાયેલ 525 ખેડૂતોમાંથી 70 જેટલી મહિલા ખેડૂતો છે.
મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે ખાખરા અને પાપડ
કૃષિ જાગરણ સાથે વાત કરતા નરશીભાઈ પોતાના એફપીઓની યાત્રાને લઈને વાત કરતા જણાવ્યું કે આમારા એફપીઓએ મોટા ભાગે બાજરી પર કામ કરી રહ્યા છે. તેના વેલી એડિશન કરીને અમે તેમાંથી ખાખરા અને પાપડ તૈયાર કરીએ છે. તેઓ જણાવ્યું કે આ પાપડ અને ખાખરા મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી તેમને આત્મનિર્ભર બનવવામાં મદદ મળે છે. નરશીભાઈ જણાવ્યું કે લુણસપુરિયા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના નામથી આ ખાખરા અને પાપડનું વેચાણ કરવામાં આવે છે અને તેના દ્વારા થતી આવકને મહિલાઓમાં વેંચી દેવામાં આવે છે.
લુણસપુરિયા ફાર્મના કારણે ખેડૂતોની વધી આવક
લુણસપુરિયા ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા જોડાયેલા 525 ખેડૂતોને મોટા ભાગે ફાયદા થયું છે. કેમ કે જેઓ ખેડૂતોને બાજરીના 700 રૂપિયા (પ્રતિ 20 કિલો.) ભાવ મળતા હતા, તેઓને લુણસપુરિયા ફાર્મર પ્રોડ્યુસર કંપની પોતાના આથાક પ્રયાસથી 1500 રૂપિયા (પ્રતિ 20 કિલો) નો ભાવ અપાયો છે. નરશી ભાઈના કારણે આજે તેઓના સાથે જોડાયલા અમરેલીના 500 થી પણ વધુ ખેડૂતો અને મહિલાઓની કિસ્તમ પલટાઈ ગઈ છે અને તેઓ આજે મોટા પાયે કમાણી કરી રહ્યા છે.
ખેડૂતો માટે નરશીભાઈનો નિવેદન
કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા લુણસપુરિયા ફાર્મર પ્રોડ્યુસ કંપની (FPO) ના વડા નરશીભાઈએ ખેડૂતોને સલાહ પણ આપી હતી. તેઓ ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે ગુજરાત અને દેશના ખેડૂતોને રાસાયણિક ખાતરનું પ્રયોગ ઓછા કરીને કે પછી છોડીને ઓર્ગેનિક ખાતર તરફ વળવું જોઈએ. તેમને કહ્યું કે આજે ગુજરાત કેન્સરમાં નંબર 1 છે, જો આપણે પોતાના રાજ્યને કેન્સર મુક્ત બનાવું છે તો તેની શરૂઆત એક જગતના તાત તરીકે અમને કરવી પડશે. તેઓ કહ્યું કે રાસાયણિક ખાતરના કારણે ખેડૂતો અને બીજા લોકોને થઈ રહેલું કેન્સરથી અમને રક્ષણ પૂરો પાડવો પડશે. તેના સાથે જ જેઓ અમને આમારા આવનારી પેઢીને વારસામાં ફળદ્રુપ જમીન આપવાની છે તો તેના માટે પણ જરૂરી છે કે અમને રાસયણિક ખાતર છોડીને ઓર્ગેનિક કે પછી પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે.
આ પણ વાંચો:Success Story: આ ખેડૂતની જેમ તમે પણ વાવો આ વૃક્ષ અને કરો કરોડોની કમાણી
Share your comments