Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

પરિવારના ગુજરાન ચલાવવા માટે શરૂ કર્યું મધમાખી ઉછેર, આજે છે કરોડોની આવક

હાલમાં કૃષિ ક્ષેત્રમાં સતત વધારો જોવા મળી રહ્યુ છે. પરંતુ કૃષિ હોલ્ડિંગના કારણે એકલા હાથે ખેતી કરવું પણ ઘણું મુશ્કેલ થઈ ગયો છે. તેથી જ નાના ખેડૂતો માટે ખેતીની સાથે આવકના અન્ય માધ્યમો ઉભા કરવા એ આજના સમયની મૂળભૂત જરૂરિયાત થઈ ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સ્વરણજીત કૌર પોતાની ટિમ સાથે
સ્વરણજીત કૌર પોતાની ટિમ સાથે

હાલમાં કૃષિ ક્ષેત્રમાં સતત વધારો જોવા મળી રહ્યુ છે. પરંતુ કૃષિ હોલ્ડિંગના કારણે એકલા હાથે ખેતી કરવું પણ ઘણું મુશ્કેલ થઈ ગયો છે. તેથી જ નાના ખેડૂતો માટે ખેતીની સાથે આવકના અન્ય માધ્યમો ઉભા કરવા એ આજના સમયની મૂળભૂત જરૂરિયાત થઈ ગઈ છે. આથી તેઓ કેટલાક સહાયક વ્યવસાય કરે છે. તેમની મહેનત અને સમર્પણના કારણે કેટલાક લોકો આ વ્યવસાયોમાં એટલી સફળતા મેળવે છે કે તેમની સફળતાની વાર્તા અન્ય લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે. આવી જ વાર્તા પંજાબના ભટિંડા જિલ્લાના ભોડી પુરા ગામની રહેવાસી સ્વરણજીત કૌર બ્રારની છે, જેમણે પોતાના પરિવારની જરૂરિયાતોને પહોંચી વળવા અને આવક વધારવા માટે મધમાખી ઉછેરને સહાયક વ્યવસાય તરીકે પસંદ કર્યો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભટિંડાથી લીધી મધમાખી ઉછેરની તાલીમ

37 વર્ષીય સ્વરણજીત કૌરે આ વ્યવસાય અપનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભટિંડામાંથી મધમાખી ઉછેરની તાલીમ લીધી અને સફળ મધમાખી ઉછેર કરનાર બનીને ઉભી થઈ. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્કમાં આવતા પહેલા સ્વરણજીત કૌર માત્ર ગૃહિણીઓની જેમ જ ઘરકામ કરતી હતી. પરંતુ આજે આપણો સમાજ પ્રગતિ કરી ચૂક્યો છે અને આ વિકસતા સમાજમાં મહિલાઓ પણ ઓછી નથી. સ્વરણજીત કૌરનું ઘર ખેતી સાથે સંકળાયેલું છે, પરંતુ જમીનની અછતને કારણે માત્ર ખેતીમાંથી મળતી આવકથી પરિવારની જરૂરિયાતો પૂરી કરવું શક્ય નોહતા અને દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે પરિસ્થિતિ વધુ કફોડી બની ગઈ હતી. તેથી સ્વરણજીત કૌર કંઈક એવું કરવા ઈચ્છતી હતી જેનાથી પરિવારની આવક વધે. જેણા માટ તેમણે તેમના એક પાડોશી જણાવ્યું કે તમારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભટિંડા ખાતે જવું જોઈએ

3 બોક્સથી કરી શરૂઆત અને આજે છે 150 બોક્સ

સ્વરણજીત કૌર કૃષિ જાગકણને જણાવ્યું કે 2015 માં તેમને ભટિંડાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી તાલીમ મેળવ્યા ત્રણ બોક્સ સાથે મધમાખી ઉછેર કરવાનું શરૂ કર્યું અને ક્યારેય પાછળ વળીને જોયું નથી. સમજદાર લોકો કહે છે કે હિંમત, દ્રઢ નિશ્ચય અને સમર્પણથી કંઈપણ હાંસલ કરી શકાય છે. તેમને આ નિવેદન પર મક્કમ મહોર લગાવી અને દર વર્ષે બોક્સની સંખ્યામાં વધારો કરતા રહ્યા. હાલમાં, તેની પાસે 150 થી વધુ બોક્સ છે. મધના વેચાણ માટે તેને કોઈ ખાસ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમના દ્વારા ઉત્પાદિત તમામ મધ ભોડીપુરા ગામ અને આસપાસના ગામોમાં વેચવામાં આવે છે. તેણીની ઇચ્છા આ કાર્યને વધુ વિસ્તૃત કરવાની છે અને તેથી તે આ વ્યવસાયની વધુ ઘોંઘાટ શીખવા માટે તૈયાર છે.

કેટલામાં વેચાયે છે તેનો અનબ્રાંડેડ મધ  

સ્વરણજીત કૌરેએ જણાવ્યું કે તેમના અનબ્રાંડેડ મધ 300-350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે જે તેના પરાક્રમનો જીવંત પુરાવો છે. KVK નિષ્ણાતોએ તેને પોતાનું મધ એક બ્રાન્ડ હેઠળ વેચવાની સલાહ આપી જે તેની આવકમાં વધુ વધારો કર્યો. મેં કેવીકેના કહેવા પ્રમાણે એફ. એસ. એસ. એ. આઈ. નંબર મેળવવા માટે અરજી કરી હતી. જ્યારે પાંદડીઓની અછત હોય છે, ત્યારે તે તેના બોક્સ રાજસ્થાન લઈ જાય છે. જેના કારણે તેનું મધ ઉત્પાદન ક્યારેય અટકતું નથી.

આજીવિકા હની પાડ્યો નામ

કૌરે પોતાના વ્યવસાય વિશે જણાવતા કહ્યું કે જ્યારે મેં આ વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેની કમાણી દર મહિને પંદરસો રૂપિયા હતી. પરંતુ એફ. એસ. એસ. એ. આઈ. નંબર મેળવ્યા પછી, મધને સરસ રીતે પેક કરીને વેચવાનું શરૂ કર્યું, જેના પરિણામે તેણીને તેના ઉત્પાદનોની વધુ કિંમત મળી અને તેનો નફો વધ્યો. તે પોતાનું મધ 'આજીવિકા હની' બ્રાન્ડ નામથી વેચે છે. હાલમાં તે મહિને પંદરથી વીસ હજાર રૂપિયાની કમાણી કરી રહી છે. જેમા તેમના પતિ પણ તેમનો સાથ આપે છે.

 કૌરે આગળા જણાવતા કહે છે કે ભવિષ્યમાં તે પરાગ એકત્ર કરીને વેચવાની પણ યોજના ધરાવે છે. લગભગ 4 વર્ષ પહેલાં, તે એક સ્વ-સહાય જૂથનો પણ ભાગ બની હતી જેમાં લગભગ 10 સભ્યો હતા. બાદમાં, તેણીએ અન્ય કેટલીક મહિલા ઉદ્યોગસાહસિકો સાથે 'દી આજીવિકા ગ્રામીણ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ' સાથે ફાર્મર્સ પ્રોડક્શન ઓર્ગેનાઈઝેશન  ની નોંધણી કરાવી.

મધ સાથે સ્વરણજીત કૌર
મધ સાથે સ્વરણજીત કૌર

નવું જ્ઞાન મેળવા માટે ક્યારે પાછા ખસતી નથી

જણાવી દઈએ કે સ્વરણજીત કૌરે સતત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ભટિંડા સાથે સંકળાયેલી છે અને વ્યવસાયિક મધમાખી ઉછેર તાલીમ અભ્યાસક્રમો દ્વારા નવા તાલીમાર્થીઓ સાથે મધમાખી ઉછેર અંગેના તેમના મંતવ્યો શેર કરે છે. તે પંજાબ કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિભાગ દ્વારા આયોજિત કિસાન મેળાઓ અને અન્ય જિલ્લા સ્તરીય શિબિરોની નિયમિત મુલાકાત લે છે અને ત્યાંથી નવું જ્ઞાન મેળવે છે.તેણીએ માત્ર તેના પરિવારને મધમાખી ઉછેર કરવા માટે જ પ્રેરિત કર્યા નથી પરંતુ તેની આસપાસની મહિલાઓને પણ આ કાર્ય કરવા માટે હંમેશા પ્રેરણા આપે છે.

સમાજની બીજી મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત

સ્વરણજીત કૌર જેવી મહિલાઓ સમાજની અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે જેઓ તેમના પરિવારની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પુરુષો સાથે ખભેથી ખભા મેળવીને કામ કરવામાં માને છે. તેમની સફળતાની વાર્તા ગામના અન્ય લોકોને, ખાસ કરીને નાના ખેડૂતોને તેમની પોતાની મહેનતથી તેમના પગ પર ઊભા રહેવાની પ્રેરણા આપે છે.

અંતમાં, અમે આશા રાખીએ છીએ કે સ્વરણજીત કૌર તેના દૃઢ નિશ્ચયને કારણે પ્રગતિના પંથે નવા મેદાન તોડશે અને અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખશે. ગુજરાતની મહિલાઓ પણ તેમના જેમ આ વ્યવસાય અપનાવી શકે છે અને નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી આ વ્યવસાય માટે તાલીમ મેળવી શકે છે.  અને પોતાની આવકમાં વધારો કરી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More