ગુજરાત સરકારની ઓર્ગેનિક ખેતીની પહેલને હવે દેશના બીજા ખુણમાં પણ આવકારવામાં આવી રહ્યો છે. જેમ-જેમ ગુજરાતના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે અને વધુ ઉત્પાદન સાથે મોટી આવક મેળવી રહ્યા છે. તેમ-તેમ તેઓ દેશના બીજા રાજ્યના ખેડૂતોને પણ પોતાની તરફ આકર્ષિ રહ્યા છે. એવા જ મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના બે ભાઈયો પણ છે, જો કે ઓર્ગોનિક ખેતીમાં ગુજરાતના ખેડૂતોની સિદ્દીને જોતા પોતાના સુસ્થાપિત કારકિર્દી છોડીને ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યો. અને આજે તેઓ કરોડોની આવક મેળવી રહ્યા છે.
બીજો ખેડૂતોને કર્યો ઓર્ગેનિક ખેતી માટે પ્રેરિત
મહારષ્ટ્રના પૂણે જિલ્લા હેઠળ આવેલ ભોડાણીની ગામના રહેવાસી સત્યજીત અને અંજિક્ય હાંગે બન્ને સગા ભાઈયો છે. જેઓ ઓર્ગોનિક ખેતીમાં ગુજરાતના ખેડૂતોની સિદ્દી જોઈને પોતાની સુસ્થાપિત કારકિર્દી છોડીને આજે ઓર્ગેનિક ખેતી થકી મોટી આવક મેળવી રહ્યા છે. બંને ભાઈઓએ પુણેની એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને આજે તે બંને અહીંના લોકોને ઓર્ગેનિક ખેતી માટે પ્રેરિત કરી રહ્યા છે. આજે બંને ભાઈઓની પેઢીનું ટર્નઓવર કરોડોમાં છે.
બન્ને ભાઈયો બેંક મેનેજર તરીકે બજાવતા હતા ફર્જ
રજાઓ દરમિયાન, સત્યજીત અને અજિંક્ય પૂણેથી 150 કિલોમીટર અથવા ત્રણ કલાક દૂર ઈન્દાપુર તાલુકાના ભોડાણી ગામમાં તેમના ખેતરમાં જતા હતા. જેથી બંને ભાઈઓ સારું શિક્ષણ મેળવી શકે, તેમના પિતા ખેતીના હેતુથી અહીં આવ્યા હતા. ખેડૂત પરિવારમાંથી આવતા હોવા છતાં, ભાઈઓને બાળપણથી જ ખેતીથી દૂર રાખવામાં આવ્યા હતા. કમ્પ્યુટર સાયન્સ અને ઇકોનોમિક્સમાં તેમની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, ભાઈઓએ પુણે યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. અહીં તેને ટોચની બેંકમાં નોકરી મળી. જ્યાં સત્યજીતને કોટક બેંકમાં મેનેજર તરીકે તો અજિંક્યને HDFC બેંકમાં પ્લેસમેન્ટ મળ્યું.
આ પણ વાંચો: ખેડૂતોના મસીહા તરીકે ઉભરી આવ્યા રાજકોટના ભરતભાઈ, વડા પ્રધાને પણ કર્યો વખાણ
ગાય આધારિત ખેતીથી મેળવ્યો 3 કરોડના ટર્નઓવર
વ્યસ્ત જીવન જીવીને કંટાળી ગયેલા બન્ને ભાઈઓ, સત્યજીત અને અજિંક્ય ખેતરો પ્રત્યે આકર્ષિત થચા. તેમને તેમા રસ આવા લાગ્યો. તેમ જ ગુજરાતના ખેડૂતોને ઓર્ગોનિક ખેતીમાં કઈંક મોટા કરતા જોતા 2017 માં બન્ને ભાઈયોએ ટુ બ્રધર્સ ઓર્ગેનિક ફાર્મ શરૂ કર્યું. આજે તેમના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર 3 કરોડ રૂપિયા છે. હેંગે ભાઈઓએ શરૂઆતમાં જમીનના નાના ટુકડાથી શરૂઆત કરી હતી. પરંતુ આજે તે 20 એકરના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરે છે. તેઓ ખેતીની પરંપરાગત પદ્ધતિઓ અપનાવીને ગાયના છાણનો ઉપયોગ ખાતર તરીકે કરે છે.
ઘણા બધા ઓર્ગેનિક ઉત્પાદોનું કરે છે વેચાણ
બંને ભાઈઓએ ઓર્ગેનિક ખેતી કરવા માટે તેમની નોકરી છોડી દેવાનું નક્કી કર્યું. પરંતુ બંને ભાઈઓ લગભગ 10 વર્ષ સુધી બેંકિંગમાં રોકાયેલા રહ્યા. આજે બંને ભાઈઓ રોજબરોજના જીવનમાં વપરાતી આવી અનેક ચીજવસ્તુઓનું વેચાણ કરીને જૈવિક ખેતી દ્વારા નફો કમાઈ રહ્યા છે. આ ભાઈની જોડી ચોખા, ઘી, કઠોળ, ગુલકંદ, ચ્યવનપ્રાશ અને લાડુ સહિત અનેક ઓર્ગેનિક ઉત્પાદનો વેચે છે. આ ઉપરાંત, 14 થી વધુ દેશોના લોકોએ તેની ઓર્ગેનિક ખેતીની પદ્ધતિઓ શીખવા માટે તેના ખેતરોની મુલાકાત લીધી છે. તેમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓ, ખેડૂતો, મીડિયા નિષ્ણાતો અને બેન્કરોનો સમાવેશ થાય છે.
Share your comments