બિહારના બાંકા જિલ્લાના ઝીરવા ગામની રહેવાસી વિનિતા એક સામાન્ય ગૃહિણીની જેમ 2008માં લગ્ન પછી તેના સાસરીયામાં આવી ત્યારે તેણે ભરતકામ સીવવાથી બીજી બધી કળાઓ શીખી હતી. પરંતુ કંઇક કરવાની ઇચ્છાએ તેને શાંત રહેવા દીધી નહીં.
2012માં વિનિતા વધતી મશરૂમ્સની શિક્ષા લેવા તેના ઘરથી 300 કિલોમીટર દૂર જતા હતા. પુસા ખાતે ડો રાજેન્દ્ર પ્રસાદ કૃષિ યુનિવર્સિટીમાં તેઓ શિક્ષા મેળવતા હતા. શિક્ષા લીધા પછી તેણે 5 બેગ વડે મશરૂમની ખેતી શરૂ કરી હતી. આજે ઘણા એવોર્ડથી સન્માનિત થયા પછી વિનિતાની ઓળખ બિહારની મશરૂમ દીદી રીતેં થાય છે
ભણવા માટે 300 કિમી દૂર જતા હતા વિનિતા
વિનીતા કહે છે કે, તે ભણવા માટે ઘરથી 300 કિમી દૂર યુનિવર્સિટીમાં જાતી હતી આદિવાસી સમાજમાં ઘર છોડવું ખૂબ જ ખોટું માનવામાં આવે છે. પરંતુ પતિ વિજય કિશોર વૈદ્યની મદદથી તે ઘરની બહાર નીકળી હતી. ટ્રેનમાં જ તેની રાત પસાર થતી હતી અને સવારે તે પુસા પહોંચતી હતી. ત્યારબાદ વિનિતાની જિજ્ઞાસા જોઈને યુનિવર્સિટીએ વધુ લોકોને ભણવા માટે લાવવાનું કહ્યું હતું.
20 હજારથી વધુ આદિવાસીઓને બનાવ્યા આત્મનિર્ભર
તે પછી વિનીતા 200 થી 400 લોકોને ભણાવા માટે સમસ્તીપુર પુસા આવવાનું ચાલુ રાખ્યું હતું. તેણે 20 હજારથી વધુ આદિવાસીઓને શિક્ષા આપીને સમગ્ર વિસ્તારને મશરૂમ હબ બનાવ્યો હતો.
વનિતા પાસે છે પોતાની લેબોરેટરી
વિનીતા જણાવે છે કે, જ્યારે તે લગ્ન કરીને આવી હતી, ત્યારે તે દરેક પૈસા માટે ચિંતિત રહેતી હતી. આજે હું દર મહિને 50 હજાર કમાઉ છું અને મારી સાથે ઘણી મહિલાઓને એકઠી કરી સ્પોન બનાવવા માટે પ્રયોગશાળા તૈયાર કરી છે. ઘરેથી વારંવાર સમસ્તીપુર આવવા પડતી મુશ્કેલીઓ જોઇને તેણે પોતાના ગામમાં જ સ્પોન તૈયાર કરવાનું શરૂ કરી દીધો.
મશરૂમના વિજ્ઞાનિક ડો દયારામે આપી હતી શિક્ષા
યુનિવર્સિટીમાં ગુરૂ જેવા મશરૂમ વિજ્ઞાનિક ડો.દયારામજીએ વિનિતાને દરેક રીતે ઉદ્યોગસાહસિક બનવાની તૈયારી કરી હતી. જેનુ પરિણામ એવું બન્યું કે વિનીતાને બિહાર સરકાર તરફથી 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી ગઈ. જેમાંથી વિનીતાએ લમિનાર, હોટ એર ઓવન, રેફ્રિજરેટર, માઇક્રોસ્કોપ, પીએચ મીટર અને ડિસ્ટિલેશન યુનિટ વગેરે ખરીદ્યીને પોતાના ધરે જ પોતાની પ્રયોગશાળા બનાવી લીધી. મશરૂમ દીદીની કામયાબીની સિદ્ધિ એટલી છે કે તેના કામને જોવા માટે બિહાર સરકારના ઘણા મંત્રીઓ અને અધિકારીઓ આવતા રહે છે.
આખો વિસ્તાર બનયો મશરૂમ હબ
વિનિતા કહે છે કે, ગામમાં દરરોજ 50 કિલોથી લઈને 2 ક્વિન્ટલ મશરૂમ્સ આવે છે. આને કારણે લોકો લાખોની કમાણી કરે છે એટલે કે, હવે તેમનું ગામ આત્મનિર્ભર થઈ ગયું છે. વિનીતાની આ મહેનત જોઈને બિહાર સરકારે તેમનું સન્માન અનેક વખત કર્યું છે. 2018માં પૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધા મોહન સિંહે વિનિતાને દિલ્હીમાં જગજીવન રામ એવોર્ડથી સન્માનિત કર્યા.
આજે વિનિતા બાંકા જિલ્લામાં મશરૂમ્સ તૈયાર કરે છે અને ખાતર બનાવે છે. ઉપરાંત ખેડૂતોને ભણાવે છે. આટલું જ નહીં, તેઓ ખેડૂતોને ખાતરો અને બીજ પણ આપે છે. બે બાળકોની માતા છતા વિનીતાએ ગામડામાં રોજગાર શોધતા યુવાનોને નવી દિશા આપી આત્મનિર્ભર બનાવ્યા છે.
યુનિવર્સિટીને વિનિતા પર ગર્વ
યુનિવર્સિટીના કુલપતિ ડો. રમેશચંદ્ર શ્રીવાસ્તવ કહે છે કે, વિનિતાની મહેનતથી બિહારની મહિલાઓને નવી શક્તિ મળી છે. તેમણે હજારો આદિવાસીઓને તેમના પગ પર ઉભા કરવાનું કામ કર્યું છે. મશરૂમના વિજ્ઞાનિક ડો. દયારામ સમજાવે છે કે વિનિતાની મહેનત કરવાની ક્ષમતાએ તેને વધુ એક વિજ્ઞાનિક બનાવી દીધી છે અને તેને હવે જિલ્લામાં મશરૂમ દીદી તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયે દેશમાં આવી મહિલાઓની તાતી જરૂર ઉભી થઇ છે. જેઓ આર્થિક ક્ષેત્રે આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ તક પુરી પાડી શકે.
Share your comments