Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

સાસુ-વહુએ ઓરડામાં કેસરની ખેતી કરીને સૌને ચોંકાવી દીધા,આજે ધરાવે છે લાખોની આવક

કેસરની ખેતી હવે પહાડી રાજ્યો હિમાચલ, જમ્મૂ-કાશ્મીરની સાથે-સાથે ગર્મ પ્રદેશોમાં પણ થવા માંડી છે. ગુજરાતમાં પણ કેટલાક ખેડૂતોએ વૈજ્ઞાનિકોની મદદથી કેસરની ખેતી કરીને મોટી આવક મેળવી રહ્યા છે. કેમ કે બજારમાં કેસરનો ભાવ બીજા પાક કરતા ઘણા વધું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
કેસરનો ફૂલ
કેસરનો ફૂલ

કેસરની ખેતી હવે પહાડી રાજ્યો હિમાચલ, જમ્મૂ-કાશ્મીરની સાથે-સાથે ગર્મ પ્રદેશોમાં પણ થવા માંડી છે. ગુજરાતમાં પણ કેટલાક ખેડૂતોએ વૈજ્ઞાનિકોની મદદથી કેસરની ખેતી કરીને મોટી આવક મેળવી રહ્યા છે. કેમ કે બજારમાં કેસરનો ભાવ બીજા પાક કરતા ઘણા વધું છે. કેસરના એક  મેચબોક્સ જેટલા નાનકડો ડિબ્બો પણ 400 થી 500 રૂપિયામાં બજારમાં વેચાયે છે. તેથી જ તમે વિચારી શકો છો કે કેસરની ખેતી કરનાર ખેડૂતે કેટલી આવક ધરાવતો હશે. આવી જ એક સાસુ-વહુ છે. જેમને એક ઓરડોમાં કેસરની ખેતી કરીને બધાને પોતાની બાજૂ આકર્ષિત કર્યો છે. આજે બન્ને સાસુ-વહુએ પોતાના ઘરના એક ઓરડોમાં કેસરના સારો એવો ઉત્પાદન મેળવીને પોતાની આવકમાં વધારો કર્યો છે.

બીજી મહિલાઓને રોજગાર પણ આપ્યો

પોતાના ધરના એક નાના ઓરડામાં કેસરની ખેતી કરનાર ઉત્તર પ્રદેશના મૈનપુરીની રહેવાસી શુભા ભટનાગરને બે વર્ષ પહેલા એક વિચાર આવ્યો અને ત્યારે તેમને પોતાની વહુ મંજરી ભટનાગરને પોતાના વિચાર વિશે જણાવ્યું. ત્યાર પછી બન્ને સાસુ-વહુએ કેસરની ખેતી કરવા માટે કેવીકેથી ટ્રેનિગ લીધી. તેમ જ ગૂગલ અને યૂટ્યૂબમાં કેસરની ખેતી નાની જગ્યામાં કેવી રીતે કરી શકાય તેની વીડિયો જોઈને માહિતિ મેળવી અને પોતાના ઘરના ઓરડામાં કેસરની ખેતી શરૂ કરી દીધી. તેના સાથે જ તેમને કેટલાક મહિલાઓને રોજગાર પણ આપ્યો.

કાશ્મીરી કેસરની ખેતી શીખવા માટે કાશ્મીરની લીધી મુલાકાત

મૈનપુરીની રહેવાસી શુભા ભટનાગરે પોતાના ઘરના એક ઓરડામાં સફળતાપૂર્વક કેસરની ખેતી કરીને મહિલાઓને ફક્ત સંદેશ જ નથી આપ્યો પણ એક રસ્તો પણ બતાવ્યો છે. 2023માં શુભા ભટનાગર અને તેમની વહુ મંજરી ભટનાગર કાશ્મીર ગયા હતા. તે ત્યાં એક અઠવાડિયું રોકાયો અને ખેતીની પદ્ધતિઓ શીખી. પછી તેણે રઘુવીર કોલ્ડ સ્ટોરેજના એક ઓરડોમાં કેસરના બીજ વાવ્યા. પછી લાંબા પ્રયત્નો પછી તેમની મહેનત ફળી. પહેલી લણણીમાં શુભા અને મંજરીને બે હજાર કિલો કેસરના બીજ મળ્યા. તેણે 750 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે કેસર પણ વેચ્યું. આજે જિલ્લાની મહિલાઓને પણ તેમના મજબુત ઈરાદાનો સંદેશ મળ્યો છે.

શુભા ભટનાગર
શુભા ભટનાગર

આ પણ વાંચો: યુવાનો માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા લક્ષ્ય, ઓર્ગેનિક ખેતી થકી વાર્ષિક ટર્નઓવર થયું 7 કરોડથી વધુ

ઓછા રોકાણમાં મોટી આવક

શુભાએ જણાવ્યું કે કેસરની ખેતી માટે એવી જગ્યાની જરૂર હતી જે સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ હતી. આ માટે સાસુ અને પુત્રવધૂએ રઘુવીર કોલ્ડ સ્ટોરેજમાં 550 ચોરસ ફૂટનો હોલ તૈયાર કર્યો હતો. આ માટે તેણે કાશ્મીરમાંથી 2000 કિલો કેસરના બીજ ખરીદ્યા. પ્રથમ પાકની સફળતા બાદ બીજા પાકની વાવણી કરવામાં પણ તેમને સફળતા મળી હતી. તેણે એરોપોનિક ટેકનિકનો ઉપયોગ કરીને લાકડાની ટ્રેમાં એરકન્ડિશન્ડ રૂમમાં કેસર તૈયાર કર્યું. આ માટે તેણે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેસરની વાવણી કરવી પડી હતી.

દેશમાં કેસરનું ઉત્પાદન વધારવા લક્ષ્ય

શુભા ભટનાગર કહે છે કે કેસરની ખેતી કરવામાં તેમને લગભગ 25 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.તેઓ કેસરની નિકાસ નહીં કરે પરંતુ પોતાના દેશમાં કેસરનું ઉત્પાદન વધારવા માટે કામ કરશે. તેમના પ્રયાસોથી ગ્રામીણ મહિલાઓને પણ રોજગારી મળી છે. હવે તેણે પાકની સંભાળ રાખવા માટે ગ્રામીણ વિસ્તારોમાંથી 25 મહિલાઓની પસંદગી કરી છે અને તેનો કેસરના પાકને ઉગાડવામાં મદદ કરી રહી છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More