તમે લોકો સ્ટાર પ્લસના ફેમસ શો અનુપમા (ANUPAMA) જોતા હશો. જેમા એક ગુજરાતી મહિલા (Gujarati Women's) સંઘર્ષ કરતા-કરતા પોતાના મુકામ હાસિલ કરી લીધુ.પરંતુ આજે અમે તમને રિયલ લાઈફની ગુજરાતી અનુપમાંથી મળાવીએ. જો અનુપમાની જેમ એક ગૃહણી છે પણ તેનાથી તેના પરિવાર ગુસ્સા નથી હાં...
તમે લોકો સ્ટાર પ્લસના ફેમસ શો અનુપમા (ANUPAMA) જોતા હશો. જેમા એક ગુજરાતી મહિલા (Gujarati Women's) સંઘર્ષ કરતા-કરતા પોતાના મુકામ હાસિલ કરી લીધુ.પરંતુ આજે અમે તમને રિયલ લાઈફની ગુજરાતી અનુપમાંથી મળાવીએ. જો અનુપમાની જેમ એક ગૃહણી છે પણ તેનાથી તેના પરિવાર ગુસ્સા નથી હાં... અમે જે અનુપમાંની વાત કરી રહ્યા છે તે અમદાબાદમાં નહીં સૂરતમાં રહે છે. અનુપમાં પોતાના ધરમાં એક કિચન ગાર્ડન (Kitchen Garden) બનાવી છે, જેને જોવા લોકો દૂર-દૂરથી આવે છે.
સૂરતી અનુપમા જે કિચન ગાર્ડન બનાવ્યુ છે તેમા 35 જાતના શાકભાજી (Vegetables) છે. જેને અનુપમા વગર કોઈ તાલિમ વર્ષોથી ઉગાડે છે. અનુપમાએં ઘરમાં જ ખેતકામ કરીને બીજા મહિલા માટે પ્રેરણ બની ગઈ છે. ધરની શુધ્ધ શાકભાજી વગર કોઈ જંતુનાશકને ઉગાડવામાં આવે તો તેને કોણ નહીં ખાવે, પરંતુ જે આમારી મહિલા વાચકો અનુપમાં બનવવા વિચારી રહી છે તો અમે તેમને કઈ દઈએ કે, કિચન ગાર્ડન ઉભા કરવામાં ખાસ્સી મહેનત છે ભાઈ.. અને કાળજી લાગે છે તે જુદા, જેને અનુપમાં કરી દેખાવ્યુ છે.
છેલ્લા આઠ વર્ષથી ઉગાડે છે શાકભાજી
શહેરોમાં ખેતી લાયક જમીન ઓછી હોય છે અને શાક પણ મનગમતા નથી મળતા. એટલે સૂરતની ભટાર રોડ વિસ્તારમાં રહેતી અનુપમાં દેસાઈ પોતાની ટેરેસ પર શાકભાજી અને ફળો ઉગાડવાનું શરૂ કર્યુ. અનુપમાં છેલ્લાં આઠેક વર્ષથી ઓર્ગેનિક શાકભાજી અને ફળોની ખેતી કરે છે. અનુપમાં તેમના ટેરેસ પર ઉભા કરેલ કિચન ગાર્ડનમાં 20 પ્રકારના ફળો અને 35 જેટલી મોસમી શાકભાજી ઉગાડી રહી છે.
શુ કહે છે અનુપમાં
સુરતના ભટાર રોડ વિસ્તારમાં આવેલી નિકુંજ સોસાયટી માં રહેતા અનુપમા દેસાઇના પરિવારમાં 5 સભ્યો છે અને તમામ સભ્યો તેમની ટેરેસ પર ઉગાડવામાં આવેલા શાકભાજી અને ફળો આરોગે છે. ઘરમાં જ ખેતી શરૂ થવાને કારણે અનુપમા હવે બહારના શાકભાજી કે ફળ પર નિર્ભર નથી. ઘરમાં એકદમ તાજા અને શુધ્ધ શાકભાજી અને ફળોને કારણે પરિવારની તંદુરસ્તી પણ સારી રહે છે એમ અનુપમા દેસાઇનું કહેવું છે.
અનુપમા દેસાઇએ કહે છે,કે આજના જમાનામાં લોકોને સૌથી વધારે ચિંતા પોતાના આરોગ્યની હોય છે. એવામાં બજારમાં મળતા શાકભાજી અને ફળ કેટલાં આરોગ્યપ્રદ હશે તે શંકાનો વિષય છે, પણ ઘરમાં જ ખેતી કરીને જે શુધ્ધ અને તાજી શાકભાજી મળે છે તેને કારણે પરિવારની તંદુરસ્તી પર ખાસ્સો ફરક પડે છે.અનુપમા દેસાઇએ કહ્યું કે ટેરેસ પર કિચન ગાર્ડન ઉભું કરવું શરૂઆતમાં મુશ્કેલ કામ લાગી શકે અને તેની કાળજી પણ ખુબ લેવી પડે, પણ જો તમારો રસનો વિષય તો પછી તમને ખુબ મજા પડે.
Share your comments