Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

મળો સુરતની મધર ઇન્ડિયાથી, જેમને પોતાના અથક પ્રયાસ થકી ઉજ્જડ જમીનને પણ બનાવી દીધું ફળદ્રુપ

“મધર ઈન્ડિયા” ભારતની પહેલી એવી ફિલ્મ હતી, જેઓ ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી. આ ફિલ્મમાં ખેડૂતોને થતી તકલીફ વિશે જણાવવામાં આવ્યા હતા.આ ફિલ્મના એક સીનમા ફિલ્મની અભિનેત્રી નરગિસ અને તેમના પતિના અભિનય કરી રહેલા અભિનેતા રાજકુમારને વારસામાં એક ઉજ્જડ જમીન મળે છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
પ્રગતિશીલ મહિલા ખેડૂત
પ્રગતિશીલ મહિલા ખેડૂત

“મધર ઈન્ડિયા” ભારતની પહેલી એવી ફિલ્મ હતી, જેઓ ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી. આ ફિલ્મમાં ખેડૂતોને થતી તકલીફ વિશે જણાવવામાં આવ્યા હતા.આ ફિલ્મના એક સીનમા ફિલ્મની અભિનેત્રી નરગિસ અને તેમના પતિના અભિનય કરી રહેલા અભિનેતા રાજકુમારને વારસામાં એક ઉજ્જડ જમીન મળે છે, જેને ઉજ્જડથી ખેતી લાયક બનાવવા માટે તેઓ અથક પ્રયાસ કરે છે ,પરંતુ આ દરમિયાન રાજકુમાર જેઓ તેમાં શામુના અભિનય કરી રહ્યા હતા, તેઓના હાથ કપાઈ જાય છે. ત્યાર પછી નરગિસ જેઓ ફિલ્મમાં રાધાનો અભિનય કરી રહ્યા હતા, તેઓ પોતાની મહેનત થકી ઉજ્જડ જમીનને લીલા ખેતરમાં ફેરવી નાખે છે. કઈંક આવી જ વાર્તા છે સુરતના મંદ્રોઈ ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂત લતાબેન પ્રભુભાઈ પટેલની, લતાબેનને પણ 2013માં વારસમાં 12 વીઘા જમીન મળી હતી, જેના દરેક ખૂણા ઉજ્જડ હતા. લતાબેન પણ પોતાની મહેનત અને અથક પ્રયાસ થકી આ ઉજ્જડ જમીનને લીલા ખેતરમાં ફેરવાઈ દીધું અને આજે તેઓ આ જમીન થકી લાખોની કમાણી મેળવી રહ્યા છે.

પરિવારે કીધું જમીન વેચી દેવી જોઈએ

કૃષિ જાગરણ સાથે વાત કરતા સુરતની પ્રગતિશીલ મહિલા ખેડૂત લતાબેન જણાવ્યું, વર્ષ 2013માં જ્યારે એમને વારસામાં 12 એકર જમીન મળી હતી, ત્યારે તેમાં એક છોડ પણ નથી ઉગાડી શકાય તેમ હતો. તેથી કરીને તેમના પરિવાર એમને એમ કહેતા હતા, આ જમીનમાં કઈંક નહી થાય, તેને અમારા પાસે રાખવામાં શું ફાયદો છે? એને વેચી દેવું જોઈએ, પરંતુ જ્યારે પણ કોઈ તેને વેચવાની વાત કરતા હતા ત્યારે લતાબેન ના પાડી દેતા હતા. આજે લતાબેનની એજ ના એમને લખપતિ પ્રગતિશીલ મહિલા ખેડૂત બનાવી દીધું છે. આજે તેઓ એજ ઉજ્જડ જમીન પર શાકભાજી, જુવાર, કઠોળ, હળદર, મરચા જેવા પાકની ખેતી કરી રહ્યા છે અને બીજાને પણ ખેતી પ્રત્યે જાગ્રત કરી રહ્યા છે અને ગાય આધારિત ખેતી કેવી રીતે થાય છે, તે પણ શિખવાડી રહ્યા છે.

આત્માના સુભાષ પાલેકર પાસેથી મળ્યો જ્ઞાન

પોતાની યાત્રાના વિશેમાં વાત કરતા લતાબેન જણાવ્યું કે શરૂઆતમાં તેમના સામે ઘણા પડકાર આવ્યા, પરંતુ જેઓ પડકારોને હરાવીને આગળ વધી નહી શકે તેઓ જગતના તાત કેવા. તેમણે જણાવ્યું શરૂઆતમાં આ જમીન પર ખેતી કરવા માટે ઘણો જુજમી પડ્યો, ઘરમાં પણ લડાઈ ઝગડો થતો હતો અને વડીલો તેને વેચવાનું કહેતા હતા, 2013 થી લઈને 2015 એટલે કે બે વર્ષ એમા જ નીકળી ગયા. ત્યાર પછી મને આત્મના સુભાષ પાલેકર ભાઈ મળ્યા, એટલે કે કાંકરેજમાં એમની તાલીમ આવી હતી. જ્યાંથી મેં ગાય આધારિત ખેતીની તાલીમ લીઘી. લતાબેન જણાવ્યું કે ત્યાંથી જ્ઞાન મેળવ્યા પછી હું ધારી લીઘું કે હવે મને કોઈ કઈંક પણ બોલે કે પછી ગમે કઈંક પણ થઈ જાય હું તો 12 એકર ઉજ્જડ જમીન પર ગાય આધારિત ખેતી કરીને રહીશ.

2016 માં શરૂ કરી ગાય આધારિત ખેતી

લતાબેને જણવ્યું કે તેઓએ ગાય આધારિત ખેતીની તાલીમ લીધા પછી વર્ષ 2016 માં ખેતીની શરૂઆત કરી. તેના માટે તેઓ સુભાષ પાલેકરના કહેવા મુજબ જીવામૃત અને ધનજીવામૃત તૈયાર કર્યો અને તેનો ખેતરમાં છંટકાવ કર્યો, તેના થકી મારી જમીન, જેને સરખો કરવું લોઢાના ચણા ચાવવા જેવું હતું તેઓ ધીમે ધીમે ખેતી માટે તૈયાર થવા માંડી. લતાબેન જણાવ્યું કે શરૂઆતમાં મારા પાસે ગાય નહોતા અને મારા પાસે ગાય લાવવાના પૈસા પણ નહોતા, ત્યારે હું બીજા ખેડૂતો પાસેથી છાણ અને ગૌમુત્ર લાવવાનું નક્કી કર્યો અને તેથી ખાતર બનાવી અને તેનું મારા ખેતરમાં છંટકાવ કર્યો

ગાય આવી અને જતી પણ રહી

બીજા ખેડૂતો પાસેથી ગાયનું છાણ અને ગૌમુત્ર ભેગા કરનાર લતાબેન જણાવ્યું કે શરૂઆતમાં મને બઉ તકલીફ પડી હતી, કેમ કે સુરતથી મારા ગામ 25 કિલોમીટર દૂર છે અને મારે ગાયના છાણ અને ગૌમુત્ર લેવા માટે સુરત જવું પડતો હતો અને ત્યારે મારા પાસે પૈસા પણ નહોતા છતાં મેં ગાય આધારિત ખેતી કરવા માટે અને મારી જમીનને ઉજ્જડથી ફળદ્રુપ બનાવવા માટે મહેનત કરી. તેમણે જણાવ્યું કે એક બે વર્ષ મને ઘણી તકલીફ પડી હતી પરંતુ ત્યાર પછી હું સુરતના રામબડી આશ્રમના બાપૂને મળ્યા, જેમને મેં મારી સમસ્યા જણાવી. મારી સમસ્યા સાંભળવા પછી તેઓ મને ગીર ગાયની એક વાછડી આપી દીધી, જોકે 8 થી 10 લિટર દૂધ આપતી હતી. પરંતુ જ્યારે તેઓ મારા ખેતરની મુલાકાત લેવા આવ્યા અને જોયું કે ત્યાં તો ઘાસ પણ નથી ઉગી શકતી, ત્યારે તેઓ એમ કહીને પોતાની ગાય પાછા લઈ ગયા કે ગાય અમારી માતા છે અને અમે આવી જ્ગ્યાએ ગાયને નથી છોડી શકતા. જ્યા ઘાસચારા તો જવા દઉં એક પતરો પણ નથી હોતું. તેથી કરીને લતાબેન કહે છે કે જેના ઘરે ગાય એની ગરીબી જાય.  

પ્રગતિશીલ મહિલા ખેડૂત લતાબેન પટેલ
પ્રગતિશીલ મહિલા ખેડૂત લતાબેન પટેલ

આજે છે 50 જેટલી ગાય

આશ્રમ વાળાઓ ગાય પાછા લઈ ગયા પછી ધીમે ધીમે લતાબેને એક ગાય ખરીદી અને તેના છાણ અને ગૌમુત્ર થકી પોતાની જમીનને પહેલા ઉજ્જડથી ફળદ્રુપ બનાવ્યું અને ત્યાર પછી તેના પર જુવારની ખેતી કરીને તેઓ ઉત્પાદન મેળવવાનો શરૂ કર્યો. જુવાર પછી લતાબેને પોતાની જમીન પર શાકભાજી અને કઠોળ વાવ્યો અને આજે તેઓ આ ત્રણ પાક સાથે હળદર અને મરચાની પણ ખેતી કરી રહ્યા છે અને તેઓની પ્રોસેસિંગ કરીને તેને પોતાના ફાર્મના નામ એટલે, બાગબાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ હેઠળ વેચાણ કરી રહ્યા છે. એજ નહીં તેમના પાસે હવે 50 જેટલી ગાયો પણ થઈ ગઈ છે, જેઓના દૂધ લતાબેને સુરત મોકલે છે. એજ નહીં કોઈ ઓર્ડર લખાવે ને તો તેઓ ધી પણ બનાવીને મોકલી આપે છે, પોતાના અથક પ્રયાસ થકી આજે લતાબેન લાખોની કમાણી કરી રહ્યા છે અને જેઓ યુવાનોએ ખેતીમાં રસ ધરાવે છે તેઓને પોતાના ફાર્મ પર ગાય આધારિત ખેતી કેવી રીતે થાય છે તેની પણ તાલીમ આપી રહ્યા છે. આના કારણે આજે તેઓ કહે છે કે ગાયને અમે નથી ગાય અમને પાળે છે.

પર્યાવરણને બચાવવા જંગલ મોડલ બનાવ્યો

લતાબેન કૃષિ જાગરણ સાથે વાત કરતા જણાવ્યું કે પર્યાવરણને બચાવવા હું સુભાષ પાલેકર જંગલ મોડલ મારા ફાર્મ પર ઉભો કર્યો છે. તેના વિશેમાં તેઓ જણાવ્યું કે જેમ કે આજના સમયમાં જંગલ ખત્મ થવા માંડ્યા છે, તેથી કરીને હું આ મોડલ બનાવ્યું છે અને બીજા ખેડૂતોને પણ આ બનાવવા માટે નિવેદન કરૂં છું કે પર્યાવરણને બચાવવા માટે એક વીઘા કે બે વીધામાં આ મોડેલ બનાવો, જેથી તમારે તમારા પરિવાર માટે કોઈ પણ વસ્તું લેવા માટે બહાર નહીં જવું પડે.  

આ પણ વાંચો:બીપીઓની નોકરી છોડીને બન્યો સફળ ખેડૂત, પોતાની સાથે જ બીજા ખેડૂતોને પણ બનાવ્યું આધુનિક

ગામની મહિલાઓ સાથે અથાણું બનાવતી લતાબેન
ગામની મહિલાઓ સાથે અથાણું બનાવતી લતાબેન

ખેતી થાય તો ગાય બચશે

જે લોકો ગાય બચાવવાની વાત કરે છે તેઓને સંદેશ આપતા લતાબેન કહે છે કે ગાય બાચાવો ગાય બચાવો કરવાથી ગાય નહીં બચે, ગાય ત્યારે જ બચશે જ્યારે યુવાનોએ ખેતી પ્રત્યે રસ દેખાડશે. આવનારા ભવિષ્યમાં ખેતી નહીં થાય તો ગાય પણ બચશે નહીં. તેથી કરીને ખેડૂતો પાસે ગાય હોવી જોઈએ અને યુવાનો પાસે જો જમીન છે તો તેઓને ખેતી કરવી જોઈએ અને ત્યાં ગાયની ઉછેર કરવી જોઈએ. લતાબેને વધુમાં કહ્યું કે ગૌશાળાથી પણ ગાય નહી બચે, તેઓ ત્યાથી કતલખાના જ જવાશે. ગાય બચશે ફક્ત ખેતી, ખેતી અને ખેતીથી. ધરતી માંને બચાવવા અને પર્યાવરણને બચાવવા ચુવાનોને પોતાના પગ ખેતર તરફ વળવું પડે. જો કોઈને એવું લાગે છે કે ખેતીમાં પૈસા નથી તો ભાઈ પહેલા તમે ખેતીમાં ખર્ચ ઘટાડો તમને પોતેજ વધુ નફો મળશે અને દરેક કંપની સાવ ખોટું બોલે છે કે મારા પ્રોડક્ટ વાપરો તમને વધુમાં વધુ ઉપજ મળશે. તો હું અહિંયા કહી દઉ કે તેથી ફક્ત ખર્ચ વધશે ઘટશે નહીં જો તમારે નફો જોઈએ છે તો ગાયના છાણ થકી પોતાના ફાર્મ પર છાણીયું ખાતર તૈયાર કરો અને તેને વાપરો તમારા ખર્ચ પણ ઘટશે અને તમને મોટા પાચે નફો પણ થાય અને જો ખેડૂત એવું કહે છે કે રાસાયણિક ખાતર નાખવાથી વધુ ઉત્પાદન મળે છે તો હું તેને ચેલેંજ આપું છું.

ખેડૂતોની ગલતીના કારણે આવે છે રોગ જીવાત

કેળાના એક ખેડૂતના ચેલેન્જના જવાબ આપતા લતાબેન કહ્યું કે કેળાની ખેતી પણ ગાય આધારિત ખેતી થકી શક્યા છે, જો તેઓ એવું વિચારે છે કે કેળાની ખેતી રાસાયણિક ખાતર વગર નહીં થાય તો તેને હું કરીને દેખાડીશું, હું શું ગુજરાતના કેટલાક ખેડૂતો કરી પણ રહ્યા છે. તેમને કહ્યું કે અમે શું અમારા બાપ-દાદાઓ પણ હરિત ક્રાંતિ પહેલા કેળાનું પાક કુદરતી રીતે જ મેળવતા હતા તો શું અમારા બાપ દાદાએ બુદ્ધીશાળી નોહતા અને આજના ખેડૂતોએ વધુ બુદ્ધીશાળી છે. આજના બુદ્ધીશાળી ખેડૂતોએ ખેતરમાં ટ્રેક્ટર ભરીભરીને ખાતર નાખી દે છે પછી એમને ઉત્પાદન મળતો નથી અને રોગ આવે તે જુદા. અરે ભાઈ પહેલા ખાતરને જુના તો થવા દો એની માટી તો બનવા દો ત્યારે તેને નાખોને તમે આજે ખાતર તૈયાર કર્યા અને પરમ દિવસે છંટકાવ કરી દીધું આવું ચાલે શું ખરૂં?

ખેડૂતોના બાળકો માટે શું કહેવા માંગો છો

જે ખેડૂતોના બાળકો ખેતી પ્રત્યે રસ દેખાડી રહ્યા નથી, તેઓ શું તેમના ખેડૂત પિતા પણ નથી ઇચ્છતા કે તેમના દીકરા કે પછી દીકરી ખેત કામ સાથે સંકળાયે એવા ખેડૂતો માટે તમે શું કહેવા માંગો છો? આ પ્રશ્નનું ઉત્તર આપતા લતાબેને કહ્યું કે કોઈ પણ ખેડૂત નથી જેઓ એવું કહે છે ને કે મારા બાળકો ખેડૂત નહીં બને તો તેને એજ વાતની ખબર હોય છે કે તેના બાળકોને ખેત કામમાં જરાય રસ નથી. જેઓ ખેડૂતો એવું કહે છે ને કે તેઓને ખેતી થકી મોટા પાચે પૈસા મળે છે છતાં તેઓ પોતાના દીકરાને ખેતીમાં આવવા દેવાના નથી માંગતા, એનું અર્થ એવું થયું કે તેના પાસે કઈંક નથી, જો તેને વધુમાં વધુ પૈસા મળતા હોય તો તે ક્યારે પણ એવું નહીં કહે કે મારા બાળકોએ ખેતી સાથે નહીં સંકળાયે.

આ પણ વાંચો:ખેડૂતો માટે કૃષિ વૈજ્ઞાનિકોની એડવાઈઝરી, રવિ પાકની વાવણી પહેલા માટી પરીક્ષણ છે મહત્વનું પરીબળ

લતાબેન પટેલ
લતાબેન પટેલ

કર્મોના કારણે ખેડૂતોનું પાક ખોરવાય છે

ખેડૂતોને ભૂંડના કારણે અને વધુ વરસાદના કારણે થતું નકુસાનને લઈને પોતાની વાત મુકતા લતાબેન કહે છે કે આ બધુ અમારા કર્મોના ફળ છે. તેઓ કહે છે કે અમારા બાપ-દાદાઓને કેમ નથી ભૂંડ નડતા હતા, કેમ તેઓના પાક ખોરવાતા નહોતા. કેમ કે તેઓને ખબર હતી કે પ્રાકૃતિક સાથે કેવી રીતે જીવુ છે, પરંતુ આજકાલના ખેડૂતોને તેની ખબર નથી. તેઓ જેવી રીતે રાસાયણિક ખાતર નાખીને વધુ ઉપજ મેળવવાનું વિચાર છે, તેના કારણે કોકનું કોક એવી સમસ્યા ઉભી થઈ જાય છે, જેથી તેઓનું પાક બગડે છે પછી ગમે તેઓ ભૂંડનું હુમલો હોય કે પછી ધોધમાર વરસાદના કારણે પાણીમાં પાકનું ગરકાવ હોય. જો અમારા જગતના તાતને તેથી બચવું છે તો તેઓને પોતાના કર્મોને સુઘારવું પડે, જો કર્મ સુધરશે તો બઘુ પહેલાની જેમ થઈ જશે. નહીં કોઈ ભૂંડ નડે અને નહીં કોઈ પાક વરસાદના કારણે નુકસાન પામે.

ગુજરાત કેન્સરમાં નંબર વન

લતાબેન જણાવ્યું કે આજે ગુજરાતના ગામડાઓમાં ઘરે ઘર બીમારી છે, તેનું કારણ શું તેનું કારણ રાસાયણિક ખાતરનું ઉપયોગ છે જો કે મારા વિચારમાં તેના માટે સરકાર પણ જવાબદાર છે. કેમ કે સરકારમાં બઘુજ કાગળ પર થયા કરે, જો હકીકતમાં સરકાર પ્રાકૃતિક ખેતી કે પછી ગાય આધારિત ખેતી વિશે વિચારી રહી હતી ને તો આજે કેન્સરમાં ગુજરાત નંબર નથી હોત અને મંડીઓમાં પણ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતું નથ. તેના ભાવમાં વધારોનો જ કારણ છે કે આજે પણ ગુજરાતના મોટાભાગના ખેડૂતોએ રાસાયણિક ખેતી કરી રહ્યા છે, જેના કારણે ગુજરાતના ઘરે ધર આજે કેન્સર પહોંચી ગયું છે.

ખેડૂતોને આત્મનિર્ભર બનવું જરૂરી

ખેડૂતોના વિકાસને લઈને વધુમાં વાત કરતા ઘણા બધા એવોર્ડ પામેલ લતાબેને જણાવ્યું કે ખેડૂતોને વિકાસ માટે આત્મનિર્ભર બનવું પડે. તેના માટે તમે જે પણ પાકની ખેતી કરો છો તેની કરો, એક વખત નહીં બે વખત નહીં પરંતુ એક દિવસ ચોક્કસ તેમને તેમની મહેનતનું ફળ મળશે. લતાબેને કહે છે કે ધારો કે તમે કપાસની ખેતી કરો છો તો કપાસની કરો, કેળાની કરો તો કેળાની એક પાક પર પોતાના ફોક્સ રાખો અને ગાય આધારિત ખેતી કરીને આગળ વધો. લતાબેન કહે છે કે તેના માટે ખેડૂતને શું જોઈએ છે ફક્ત ગાયનું છાણ અને ગૌમુત્ર, તેથી જ મળશે ઓછા રોકાણમાં વધુ નફો.હું ફક્ત એટલા જ કહેવા માંગું છું કે ખેડૂતોને આત્મનિર્ભર થવા માટે ગાય આધારિત ખેતી તરફ આગળ વઘવું જોઈએ. તો આ હતી સૂરતની પ્રગતિશીલ મહિલા ખેડૂત લતાબેનની જીવન યાત્રા જોકે કોઈના માટે પ્રેરણાથી ઓછી નથી. છેવટે કૃષિ જાગરણ લતાબેનના તેમના કામ બદલ ભારત સરકારથી તેઓને માટે પદ્મશ્રી આપવાનું નિવેદન કરે છે. 

આ પણ વાંચો:શું તમને પણ થાય છે અસહ્ય દુખાવો તો અવગણો નહીં, છે મોટી સમસ્યાનો સંકેત

Share your comments

Subscribe Magazine

More on Success Story

More