કોરોના રોગચાળાના (Corona) દરમિયાન જ્યાં એક બાજુ મોટા-મોટા વેપારો બંદ થઈ ગયા અને દેશની અર્થવ્યવસ્થાને (Economic) મોટા પાચે નુકસાન થયુ. ત્યારે દેશને ગરીબ અને લચાર નથી થવા દેવા વાળો વ્યવસાય બન્યુ ખેતકામ એટલે કૃષિ. કૃષિ આજકાલના સમયમાં કમાણીની સૌથી સારી તક છે.
કોરોના રોગચાળાના (Corona) દરમિયાન જ્યાં એક બાજુ મોટા-મોટા વેપારો બંદ થઈ ગયા અને દેશની અર્થવ્યવસ્થાને (Economic) મોટા પાચે નુકસાન થયુ. ત્યારે દેશને ગરીબ અને લચાર નથી થવા દેવા વાળો વ્યવસાય બન્યુ ખેતકામ એટલે કૃષિ. કૃષિ આજકાલના સમયમાં કમાણીની સૌથી સારી તક છે. જો ખેડૂત (Farmer) આ તકને સમઝી જાય તો તેમણી આવક બમણી શુ ચૌગણ થઈ જાય.
આજે અમે તમને એક એવુ ખેડૂતના વિશેમાં જણાવી રહ્યા છે, જેને આ તકને સમઝીને મોટી કમાણી કરી. અમે જે ખેડૂતની વાત કરી રહ્યા છે. તે ઝારખંડના ખુંટી જિલ્લાનો ખેડૂત બરનાબસ નાગ છે.બરનાબસ નાગ નર્સરી દ્વારા વર્ષમાં લાખોની કમાણી કરે છે. નર્સરીમાં તે શાકભાજીનો રોપ તૈયાર કરે છે અને પછી તેને ખેડૂતોને વેચે છે. તેનાથી તેને સારી એવી આવક થઈ જાય છે.
પોલી હાઉસમાં કરે છે રોપ તૈયાર
નાગ પોતાના વ્યવસાય વિશે જણાવે છે કે તે પોલી હાઉસમાં છોડ તૈયાર કરે છે જે તેને સીની ટ્રસ્ટ સંસ્થા દ્વારા આપવામાં આવ્યુ છે. પોલી હાઉસમાં તે શાકભાજીઓના રોપ તૈયાર કરે છે અને ખેડૂતોને વેચે છે. આના સાથે જ તે પોતેજ પણ ખેતકામથી સંકળાયેલ છે. તે જણાવે છે, 2017માં મને સંસ્થા જોડે આ પોલીહાઉસ મળ્યુ. ત્યાંરથી જ હું રોપ તૈયાર કરીને ખેડૂતોને વેચી રહ્યો છું.
તેઓ કહે છે કે તેમના પોલીહાઉસમાં સંરક્ષિત રીતે રોપાઓનું વાવેતર થાય છે. તેઓ ટ્રે અને કોકપીટનો ઉપયોગ કરીને પોલીહાઉસની અંદર રોપાઓ તૈયાર કરે છે. આ છોડ ઉચ્ચ પોષણ ક્ષમતા ધરાવે છે. ખેડૂતોની માગના આધારે પ્લાન્ટ પોલીહાઉસમાં તૈયાર કરવામાં આવે છે.
છેલ્લા 20 વર્ષથી કરે છે ખેતી
બરનાબસ જણાવે છે કે તે છેલ્લા 20 વર્ષતી ખેતી કરે છે. મેં નાનપણથી ધરે ખેતી જોઈ છે એટલે હું પણ ખેતી શીખી ગયો. છે. પોલીહાઉસના વિશમાં તે જણાવ્યુ, એક સમયે બે લાખ રોપા ઉગાડવામાં આવે છે. તેણે કહ્યું કે એક રોપા તૈયાર કરવામાં 80 પૈસાનો ખર્ચ થાય છે અને તે રોપા એક રૂપિયા અને 10 અથવા 20 પૈસાના દરે વેચવામાં આવે છે. વર્ષમાં પાંચથી છ વખત તેઓ રોપા તૈયાર કરીને વેચે છે.
ત્રણ એકરમાં કરે છે શાકભાજીની ખેતી
રોપાઓ વેચવા ઉપરાંત બરનાબસ તેની ત્રણ એકર જમીનમાં શાકભાજીની ખેતી કરે છે. તેમાં ટામેટાં અને અન્ય શાકભાજીનો સમાવેશ થાય છે. આ સિવાય તે તરબૂચની ખેતી પણ કરે છે અને તેઓ ટપક અને મલ્ચિંગ પદ્ધતિથી તેની ખેતી કરે છે.
Share your comments