Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

પનવેલના ખેડૂતની સફળતાની યાત્રામાં અહમ ભૂમિકા ભજવી રહ્યા છે મહિન્દ્રા ટ્રેક્ટર

મહારાષ્ટ્રના પનવેલના રહેવાસી યોગેશ ભૂતડાની સફળતાની વાર્તા અને તેઓની મહેનત બીજા લોકો માટે એક મોટુ ઉદાહરણ છે. વર્ષ 2019 માં ફક્ત 8 ગાયો સાથે ગાય ઉછેરનો વ્યવસાય શરૂ કરનાર યોગેશ ભૂતડા પાસે આજે 100 થી પણ વધુ દેશી ગાયો છે અ

Amansinh Jadeja
Amansinh Jadeja
પ્રગતિશીલ ખેડૂત યોગેશ ભૂતડા
પ્રગતિશીલ ખેડૂત યોગેશ ભૂતડા

મહારાષ્ટ્રના પનવેલના રહેવાસી યોગેશ ભૂતડાની સફળતાની વાર્તા અને તેઓની મહેનત બીજા લોકો માટે એક મોટુ ઉદાહરણ છે. વર્ષ 2019 માં ફક્ત 8 ગાયો સાથે ગાય ઉછેરનો વ્યવસાય શરૂ કરનાર યોગેશ ભૂતડા પાસે આજે 100 થી પણ વધુ દેશી ગાયો છે અને તેમના ગૌ ભક્તિ અને પ્રેમના કરાણે આજે તેઓનું ટર્નઓવર 1.5 કરોડ રૂપિયા સુધીં પહોંચી ગયું છે. યોગેશ ભૂતડાએ પોતાની સફળતા પાછળ મોટું ભાગીદાર મહિન્દ્રા ટ્રેક્ટરને ગણાવ્યું છે.

દરેક પગલા પર પડકારો હતા

યોગેશે પોતાની યાત્રા વિશે વાત કરતા જણાવ્યું કે હું ગાય ઉછેરનો વ્યવસાય અપનાવ્યો કેમ કે શુદ્ધ દેશી ગાયના દૂધ અને તેના ઉત્પાદનોની વધતી માંગને હું સમઝું છું. શરૂઆતમાં આ સફળતા સરળ નોહતી, મારા દરેક પગલા પર પડકારો હતા. ગાયોની સંભાળ, ચારો અને ઉત્પાદનોને બજારમાં પહોંચાડવા જેવા ઘણ પડકારો આ કામમાં મારા સામે આવ્યા. પરંતું હું ક્યારે હાર નથી માની અને પોતાની મહેનત જારી રાખવાનું નિર્ણય કર્યો. જણાવી દઈએ કે યોગેશે ગાયોની ઉછેરની સાથે ખેતી પણ કરે છે જેમાં તેઓનું સાથ મહિન્દ્રા ટ્રેક્ટર આપે છે. વર્ષ 2019 માં મહિન્દ્રા 575 ડીઆઈ એક્સપી ખરીદનાર યોગેશે જણાવ્યું કે મહિન્દ્રાએ તેમની સફળતામાં મહત્વપૂર્ણ ભાગ બન્યો છે.

ગૌ ભક્ત યોગેશ ભૂતડા ગાયોની સેવા કરતા
ગૌ ભક્ત યોગેશ ભૂતડા ગાયોની સેવા કરતા

યોગેશ કહે છે કે મહિન્દ્રા ટ્રેક્ટરે અમારૂં કામ ઘણું સરળ બનાવ્યું છે તે અમારો સમય અને ખર્ચ બંને બાચાવે છે. તેઓ કહે છે કે મહિન્દ્રા ટ્રેક્ટરની શક્તિ અને કાર્યક્ષમતા મુશ્કેલ કાર્યોને સરળ બનાવે છે. ખેડાણ, વાવણી અને લણણી જેવા કામો હવે સમયસર અને અસરકારક રીતે થાય છે. આ ટ્રેક્ટર ન માત્ર તેમનો ખેતીનો સાથી બન્યો પરંતુ તેમની ગાય ઉછેરની યાત્રાને પણ સફળ બનાવ્યો છે.

મહિન્દ્રા 575 ડીઆઈ એક્સપી પ્લસ સાથ યોગેશ ભૂતડા
મહિન્દ્રા 575 ડીઆઈ એક્સપી પ્લસ સાથ યોગેશ ભૂતડા

સપનાની ઉડાન

યોગેશે મહિન્દ્રા ટ્રેક્ટરની મદદથી પોતાની જમીનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. તેમના ખેતરોમાં ઉગાડવામાં આવતા ચારાથી તેમની ગાયોને સારું પોષણ મળે છે અને દૂધની ગુણવત્તામાં સુધારો થાય છે. ધીમે ધીમે તેણે ઘી, દહીં અને અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન પણ શરૂ કર્યું. તેમની સખત મહેનત અને ઉત્પાદનોની ગુણવત્તાએ તેમને 5 વર્ષની અંદર સ્થાનિક અને મોટા બજારોમાં ઓળખ આપી, તેમનું ટર્નઓવર ઝડપથી વધ્યું. તેમની સફળતાએ તેમને ભારતના મિલિયોનેર ફાર્મર એવોર્ડ માટે હકદાર બનાવ્યા, જે તેમને મહિન્દ્રા વતી પ્રાપ્ત થયા.

યોગેશ ભૂતના દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોડક્ટ
યોગેશ ભૂતના દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોડક્ટ

પ્રેરણાનું ઉદાહરણ

યોગેશ કહે છે, "મહિન્દ્રા ટ્રેક્ટરે મારી સફરને નવી દિશા આપી છે. તે માત્ર મશીન જ નહીં, પણ મારી સફળતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સન્માને તેને વધુ પ્રેરિત કર્યો છે. હવે તે પોતાનું ગાયનું શેડ બનાવવાનું સપનું જુએ છે. યોગેશે કહ્યું કે યોગ્ય સંસાધનો અને સખત મહેનતથી કોઈપણ સ્વપ્ન સાકાર થઈ શકે છે. યોગેશે મહિન્દ્રા ટ્રેક્ટરને પ્રેરણારૂપ ગણવતા કહ્યું કે “મહિન્દ્રા ટ્રેક્ટર્સ જેવા ભાગીદાર સાથે, દરેક ખેડૂત તેની મંઝિલ હાંસલ કરી શકે છે,”

મહિન્દ્રા ટ્રેક્ટર દરેક ખેતરના સાથી દરેક સફળતાની વાર્તા

યોગેશ ભૂતડાની સફર સાબિત કરે છે કે જો કોઈ ખેડૂત પાસે હિંમત અને યોગ્ય સાધનો હોય તો તેઓ તેમની યાત્રાને સફળતામાં ફેરવી શકે છે.સખત મહેનત અને યોગ્ય સાધનોથી કોઈપણ ખેડૂત સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે. Mahindra 575 DI XP Plus એ ખેડૂતોની  સફરનો એક અભિન્ન ભાગ છે, જે દરેક પગલા પર તેમનો સાચો સાથી બને છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More