ખેડૂતો હવે રાસાયણિક ખાતરોની પદ્ધતિઓ છોડીને પરંપરાગત ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી નફો કમાઈ રહ્યા છે. એકવીસમી સદીમાં નવા પ્રકારની ટેક્નોલોજી સુધી પહોંચવું સરળ બની ગયું છે. જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. આવો જ નજારો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ઉખલદા ગામે જોવા મળી રહ્યો છે. અહીંના ખેડૂતો ખેતી દ્વારા નવી લિપિ લખી રહ્યા છે. જિલ્લાના ઉખલદા ગામમાં રહેતા ખેડૂત મહેશભાઈએ ભીંડાની ખેતીમાં શ્રેષ્ઠ પદ્ધતિ અપનાવીને સારી એવી ઉપજ મેળવી છે.
મહેશભાઈ સાથેની મુલાકાતમાં તેમણે કૃષિ જાગરણને જણાવ્યું કે, અમારા વિસ્તારમાં ઘઉં અને ડાંગરની પુષ્કળ ખેતી થાય છે, પરંતુ અમારી પાસે ખેતરમાં ડાંગર ઉગાડી આટલો લાંબો સમય રાહ જોવાનો સમય નથી. તે માટે શાકભાજીના પાકમાંથી ઓછા સમયમાં સારી ઉપજ લઈને વધુ પૈસા કમાવવા માટે મેં આ ઉપાય અજમાવ્યો અને નસીબજોગે મને તેમાં ધારી સફળતા પણ મળી.
આ પણ વાંચો: શાક કે સોનું? ભાવ એક લાખ રૂપિયા પ્રતિ કિલો! ફાયદા સાંભળીને ચોંકી જશો
તેમણે જણાવ્યું કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરી શકાય તેની ટ્રેનિંગ લીધી. આ બધી જિજ્ઞાસાઓ સાથે નજીકના કૃષિ વિભાગમાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર પહોંચ્યા. અહીં તેમણે ભીંડાની ખેતી અને તેને લગતી આવશ્યક માહિતી લીધી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી સારી માહિતી આપવામાં આવી હતી. પાછા આવ્યા પછી મહેશભાઈએ કહ્યું કે, તેણે સૌપ્રથમ 1 વિધા ખેતરમાં ભીંડાની ખેતી કરવાનું શરૂ કર્યું, જેમાં અમને બિયારણ ખેતરમાં નાખ્યાં નાં 30થી 35 દિવસમાં છોડમાં ભીંડા આવવાનાં શરૂ થઈ જતાં.વધુમાં અગત્યની વાત એ છે કે, પેહલા રાસાયણિક પદાર્થો છાંટીને પણ તેઓને એક વારમાં 3-4 મણ ભીંડા નીકળતાં હતા પરંતુ ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરતા તેઓને દરેક વાર 7-8 મણ ભીંડા ની ઉપજ થાય છે અને બજાર ભાવમાં પણ નફો સારો એવો મળી રહે છે. હાલ બજારમાં અમને 800-1100 રૂપિયા સુધીનો એક મણનો ભાવ મળી રહે છે. જેથી તેમના ઘરની આર્થિક પરિસ્થતિ સધ્ધર બની છે.
બજારમાં સારી કિંમત જોઈને આસપાસનાં બીજા ખેડૂતો ધીમે ધીમે પોતાના આખા ખેતરમાં ભીંડા ઉગાડવાનું શરૂ કર્યું. મહેશભાઈએ જણાવ્યું કે પાકમાંથી મળેલી કમાણીથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો હતો.
Share your comments