જ્યારથી ગુજરાતના ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે અને તેના થકી મોટો ઉત્પાદન મેળવ્યું છે. ત્યારથી દેશના દરેક ખેડૂતની નઝર ગુજરાતના ખેડૂતો પર છે. હવે તો કેન્દ્ર અને બીજા રાજ્યની સરકારો દ્વારા પણ પોતાના રાજ્યને રાસાયણિક મુક્ત કરવા માટે ગુજરાતના ખેડૂતોના પગે પગ ચાલી રહી છે. એવું નથી કેટલીક રાજ્ય સરકાર તો પોતાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે સરળતાથી કરી શકાય છે અને તેના ખાતર ગાયના છાણથી કેવી રીતે તૈયાર થશે, તેની તાલીમ મેળવવા માટે ગુજરાતના ખેડૂતો પાસે મોકલી રહી છે. એજ સંદર્ભમાં હવે ઉત્તર પ્રદેશના પણ કેટલાક ખેડૂતોએ ગુજરાતના ખેડૂતો પાસેથી ટ્રેનિંગ લીધા પછી ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે, જેથી તેઓને ઘણો નફો થયો છે એવું સમાચાર સામે આવી રહ્યો છે.
ગુલાબી જામફળની પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતનું નસીબ બદલાયું
ગુજરાતન ખેડૂતો પાસેથી ગાય આધારિત ખેતીની ટ્રેનિંગ લીધા પછી ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાન ખેડૂત રાજેશ વર્માનો આજે નસીબ જ બદલાઈ ગયુ છે. ગુજરાતમાં ટ્રેનિંગ લીધા પછી પરત ફર્યા રાજેશ વર્માએ પોતાના ખેતરમાં તાઈવાની ગુલાબી જામફળની પ્રાકૃતિક ખેતી કરીને પોતાના નસીબ પલાટાવી લીઘું છે. તેના વિશેમાં વાત કરતા તેઓ જણાવ્યું કે ગુજરાતના ખેડૂત પાસેથી ટ્રેનિંગ લીઘા પછી મેં 21 ફેબ્રુઆરી 2023 ના રોજ અડધા એકરમાં એટલે કે 205 વીઘામાં તાઈવાની ગુલાબી જામફળની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. પહેલા એક છોડમાંથી 5 કિલો જામફળની ઉપજ થતી હતી, પરંતુ હવે તેઓ વધીને 15 કિલો થઈ ગઈ છે. તેણે જણાવ્યું કે હાલમાં તેમના બગીચામાં કુલ 600 છોડ વાવવામાં આવ્યા છે.
છેલ્લા વર્ષે મેળવી હતી 22 ક્વિન્ટલ ઉપજ
તેમણે કહ્યું કે અમારા જામફળ ખેતરમાંથી જ વેચવામાં આવે છે. સાથે જ વેપારીઓ 42 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જામફળની ખરીદી કરી રહ્યા છે. એકંદરે, પ્રથમ પાકમાં 22 ક્વિન્ટલ તાઈવાનના ગુલાબી જામફળનું વેચાણ થયું છે. વર્ષમાં ત્રણ વખત લણણી કરવામાં આવે છે. આ જાતના જામફળની માંગ પણ વધુ છે. તેનું ગાર્ડનિંગ પણ ખૂબ જ સરળ છે. ખેડૂતો સિઝન દરમિયાન તેના બગીચા દ્વારા મોટી આવક મેળવી શકે છે. જો તેમનું માનીએ તો આગામી વર્ષોમાં તાઈવાનના ગુલાબી જામફળનું ઉત્પાદન વધુ વધશે, જેનાથી સારી આવક થશે.
6 મહિના પછી જ ફળ દેખાવા લાગે છે
પ્રગતિશીલ ખેડૂત રાજેશ વર્માના જણાવ્યા અનુસાર, આ તાઈવાનની ગુલાબી જાતનો જામફળ છે, જેમાં ખૂબ જ મીઠાશ છે. તેના છોડ 6 મહિના પછી જ પાક આપવાનું શરૂ કરે છે અને જામફળ દ્રાક્ષના ગુચ્છા જેવું ફળ આપે છે. આ જામફળની વિશેષતા એ છે કે તે 12 મહિના સુધી ફળ આપે છે. અત્યાર સુધીમાં તેમણી કમાણી 5 થી 6 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.બી.એસસી સુધી ભણેલા રાજેશે કહે છે,તેનું મન પહેલેથી જ ખેતી તરફ હતું. તેથી જ નોકરી કરવાનું ક્યારેય વિચાર્યું નહોતું
તાઇવાન ગુલાબી જામફળની વિશેષતા
તમને જણાવી દઈએ કે તાઈવાન પિંકની ખાસિયત એ છે કે તેના બીજ પણ નરમ હોય છે, જ્યારે તેની અંદરનું પડ ગુલાબી રંગનું હોય છે, જેનો સ્વાદ ખૂબ જ ક્રિસ્પી અને મીઠો હોય છે. આ જામફળમાં વિટામીન A, વિટામીન સી અને ખનિજો ભરપૂર માત્રામાં જોવા મળે છે, પરંતુ તેની વિશેષતા એ છે કે તેનું ફળ 6 મહિનામાં તૈયાર થઈ જાય છે. દર વર્ષે, તેની ઉંચાઈ 6 થી 7 ફૂટ સુધી ખીલે છે, જેની વિશેષતા એ છે કે તેમાં જંતુઓ હોય છે પણ ઓછા દેખાય છે.
Share your comments