રાજકોટના દિલીપસિંહ જાડેજાની આમારા સાથે ફોન પર વાત થઈ, તે બતાવે છે કે મારા પાસે કુળ 15 વીધા જમીન છે. અમે ભાગિયું દેવાના બદલે જાત મહેનતે ખેતી કરીએ છીએ. ગત વર્ષે 6 વીઘા મગફળી હતી, એનો વીઘે 20 મણ ઉતારો લીધો હતો.
આપણા ગુજરાતના ખેડૂત ભાઈઓ. આજે અમે ગુજરાતના બે ખેડૂતોની વાર્તા લઈને આવ્યા છીએ આ ખેડૂતો આમારા સાથે ફોન પર વાત કરી અને તે લોકો અમને પોતાના ખેતકામ વિષય બતાવીયુ,જેને અમે લોકો આ લેખમાં ઉમેરી દીધુ છે.ચાલો તમને બતાવીએ આ બન્ને ખેડૂતો વિષય.,જે પોતાના ખેતકામના કારણે બીજા ખેડૂતો માટે પ્રેણદાય પણ છે.
રાજકોટના દિલીપસિંહ જાડેજા
રાજકોટના દિલીપસિંહ જાડેજાની આમારા સાથે ફોન પર વાત થઈ, તે બતાવે છે કે મારા પાસે કુળ 15 વીધા જમીન છે. અમે ભાગિયું દેવાના બદલે જાત મહેનતે ખેતી કરીએ છીએ. ગત વર્ષે 6 વીઘા મગફળી હતી, એનો વીઘે 20 મણ ઉતારો લીધો હતો. 9 વીઘાના કપાસમાં ગુલાબી ઇયળનો હેવી એટેક હોવાથી વીઘા દીઠ માંડ 12-13 મણનો ઉતારો મળ્યો હતો. શિયાળું પાકમાં મગફળી કાઢીને 6 વીઘાના ચણામાં કુલ ઉત્પાદન 137 મણ લીધું હતું.
કપાસમાં ગુલાબી ઇયળની
જાડેજા કહે છે કે, કપાસમાં ગુલાબી ઇયળની ઝફાને લીધે કાઢીને ટાંણાસમા ઘઉં વાવ્યા હતા. ઘઉંનો સરેરાશ ઉતારો 35 મણ મળ્યો હતો. ઉનાળે બધી જમીનમાં ડેમનો કાંપ ભરવો હતો, એટલે કંઇ વાવેતર કર્ય નહોતું. બીજાની જમીનમાં ઉનાળે પંખીઓની ચણ અને ઘર પુરતો 2.5 વીઘામાં બાજરો વાવ્યો હતો. સરકારે ખેતીપાકોને નુકશાન કરતાં રોઝ-ભુંડનો કાયમી ઉકેલ લાવવા કંઇક કરવું ઘટે છે.જૂનમાં ઓરવીને મગફળી 15 વીઘા અને 15, જૂને ઓરવાણ કરીને કપાસ વાવ્યો છે.
ભાવનગરના હરેશભાઈ ઠંઠ
ભાવનગર હરેશભાઈ ઠંઠ સાથે આમારી વાર્તા પરમ દિવસે થઈ હતી. તે પોતાના ખેતકામ વિષય બતાવે છે કે, તેમના સંયુક્ત પરિવારની કુલ 30 વીધા જમીન છે. તે પણ દિલીપસિંહ ભાઈની જેમ ભાગિયું આપવાના બદલે પરિવારના દરેક સભ્યો ભેગામળીને ખેતકામ કરીએ છીએ. હરેશભાઈ કહે છે કે તેમને ગયા વર્ષે 20 વીઘામાં મગફળી વાવી હતી. એનો ઉતારો વધારે વરસાદને કારણે વીઘે 10-12 મણ જેવો આવ્યો હતો. 4 વીઘા બાજરી અને 5 વીઘા તલમાં પણ પાછોતરા વધું વરસાદને કારણે વધારે ઉતારો નથી મળ્યો હતો. તેમને 1 વીઘામાં ચોમાસું ડુંગળી વાવી હતી,જે 100 થેલા થઇ હતી.
શિયાળામાં ઘઉં અને ડુંગળીનો વાવેતર
શિયાળું પાકમાં 10 વીઘા ઘઉં અને 10 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્ય હતું. 1.5 વીઘામાં સંક્રાંત પછી ડુંગળી વાવી હતી. ઉનાળું તલ 2.5 વીઘામાં કર્યા હતા.ઉનાળું તલમાં વીઘા દીઠ 6 મણનો ઉતારો મળ્યો હતો. કૃષિ જણસી પાકીને ખળામાં આવ્યા ટાંણે ખેડૂતને ક્યા રેય પુરતા ભાવ મળતા નથી. ટેકાના ભાવ તો ખાલી દેખાડવાના હોય એમ લાગે છે. આ ચોમાસે 18 વીઘામાં મગફળી, 2 વીઘામાં પશુચારો, 4 વીઘામાં બાજરી, 4 વીઘામાં તલનું વાવેતર છે. 2 વીઘાની ચોમાસું ડુંગળી બાકી છે. ઘણા દિવસથી વરસાદ નથી થઈ, તેથી મગફળીમાં ફૂવારા ચાલું કરી દીધા છે.
Share your comments