Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

ખેડૂત માટે ઘઉં બની ગયા પીળું 'સોનું', 12 રાજ્યમાંથી ઓર્ડર મળ્યાં.

વિનોદ ચૌહાણે પોતાના ખેતરમાં પાંચ ક્વિન્ટલ ઘઉંનું વાવેતરણ કર્યું હતું, જેમાંથી તેમને 200 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થયું છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
bleck wheat
bleck wheat

વિનોદ ચૌહાણે પોતાના ખેતરમાં પાંચ ક્વિન્ટલ ઘઉંનું વાવેતરણ કર્યું હતું, જેમાંથી તેમને 200 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થયું છે.

સામાન્ય રીતે ખેડૂતો પરંપરાગત ખેતી (Traditional Farming) કરવામાં જ વિશ્વાસ રાખતા હોય છે. પરંતુ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ધારના એક ખેડૂતે પરંપરાગત ખેતી ન કરતા કંઈક અલગ વિચાર્યું અને તેનાથી તેનું ભાગ્ય જ બદલાઈ ગયું હતું. ધારના એક નાના ગામ સિરસૌદાના ખેડૂત વિનોદ ચૌહાણ (Vinod Chauhan)ની હવે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. વિનોદ ચૌહાણે કાળા ઘઉં (Black Wheat) ઉગાડ્યા છે, જેણે તેનું ભાગ્ય બદલી નાખ્યું છે. આ કાળા ઘઉં વિનોદ ચૌહાણ માટે પીળું સોનું સાબિત થયા છે.

ખેડૂત વિનોદ ચૌહાણે પોતાના 20 વિઘા ખેતરમાં કાળા ઘઉંનું વાવેતર કર્યું હતું. પાક તૈયાર થયો ત્યારે વિનોદ ચૌહાણની ખુશીનો પાર રહ્યો ન હતો. કારણ કે તેની પાસે દુર્લભ કાળા ઘંઉની ખરીદી કરવા માટે 12 રાજ્યમાંથી ઓર્ડર છે.

ધારના એક નાના ગામ સિરસૌદાના ખેડૂત વિનોદ ચૌહાણ આજકાલ ખૂબ જ વ્યસ્ત છે. કામ અને સતત આવી રહેલા ફોનને કારણે તેઓ ખૂબ વ્યસ્ત છે. વિનોદે 20 વિઘા ખેતરમાં પાંચ ક્વિન્ટલ ઘઉંનું વાવેતર કર્યું હતું. પાકનો ઉતારો 200 ક્વિન્ટલ આવ્યો છે. નોંધનીય છે કે કાળા ઘઉં સામાન્ય ઘઉંથી ખૂબ વધારે પૌષ્ટિક હોય છે. તેમાં આયર્ન પણ વધારે પ્રમાણમાં હોય છે. એટલું જ નહીં પોતાની ગુણવત્તા અને ગુણોને કારણે તે સામાન્ય ઘઉંથી બે ગણી કિંમતે વેચાય છે. આ જ કારણે વિનોદ ચૌહાણ માલામાલ થઈ ગયા છે.

વિનોદ ચૌહાણ કહે છે કે કાળા ઘઉંની એક અલગ જ કહાની છે. તેઓ પરંપરાગત ખેતીથી લઈને કંઈક અલગ જ કરવા માંગતા હતા. આ જ કારણે તેમણે યુ-ટ્યુબ સહિત અનેક માધ્યમની તપાસ કરી હતી. આ દરમિયાન તેમને કાળા ઘઉં અંગે માલુમ પડ્યું હતું. જે બાદમાં કૃષિ વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો અને પોતાના ખેતરમાં કાળા ઘઉં ઉગાડવાની તૈયાર કરી હતી. આ માટે જ તેમણે ખેતરમાં કાળા ઘઉં ઉગાડ્યા હતા અને પરિણામ દુનિયાની સામે છે. આ ઘઉંના ભાવ સામાન્ય ઘઉંથી બે ગણા તો છે જ સાથે તેની માંગ પણ વધારે છે.

આ પણ વાંચો - ઘઉંની આ જાત ખેડૂતોમાં સૌથી વધુ લોકપ્રિય, ઓછા સમયમાં આપે છે વધુ ઉત્પાદન

આ પણ વાંચો - ડાયાબિટીસ ના દર્દી માં માટે શરૂ કરી કાલે ઘઉંની ખેતી, હવે કરે છે લાખોની કમાણી

Share your comments

Subscribe Magazine

More on Success Story

More