ગુજરાતના યુવાનો આજે સમગ્ર ભારતના યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યા છે. 24-25 વર્ષની નાની ઉમરે જ્યારે લોકોએ જલસા કરવાનું અને મિત્રો સાથે પહાડો કે પછી કોઈ બીજી જગ્યા ફરવા નીકળી જાય છે, ત્યારે ગુજરાતના રાજકોટના અજય લુણાગરિયાએ પોતાના અથાક પ્રયાસ થકી કૃષિ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. કૃષિ ક્ષેત્રમાં તેમના દ્વારા મેળવવામાં આવેલ સિદ્ધિના કારણે તેઓને આટલી નાની ઉમરે સ્ટેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
કૃષિ જાગકરણ દ્વારા આયોજિત અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા પ્રાયોજિત એમએફઓઆઈ 2024 માં ગુજરાતના આ યુવા ખેડૂતે પોતાના અથાક પ્રયાસના કારણે ઝળકી આવ્યા છે.તેથી કરીને આ આર્ટિકલમાં અમે એજ યુવા ખેડૂતોની વાર્તા તમને કહેવા જઈ રહ્યા છે જો કે ગુજરાતનું ગૌરવ સમગ્ર ભારત શું સમગ્ર વિશ્વમાં વધાર્યુ છે અને તેઓ આમજ આગળ વધતા રહે એજ અમે ઈચ્છીએ છે.
મનમાં હતું કઈંક કરી દેખાડવાનું જુસ્સો
આપણા આજુ બાજુમાં કેટલાક એવા લોકો હશે જેઓ એમ કહે છે કે કદાચ અમારા પાસે પણ વારસામાં કઈંક હોત તો હું પણ ખબર નથી આજે ક્યાં હોત. એવા લોકો માટે રાજકોટના લુણાગરિયા અજય એક ઉદાહરણ છે. જેમના પાસે વારસામાં કઈંક વધુ નોહતા પરંતુ તેમના પાસે જે હતુ તે હતુ જુસ્સા, કઈંક કરીને દેખાડવાનું. પોતના એજ જુસ્સાના કારણે આજે તેઓ પ્રગતિશીલ ખેડૂતના સાથે એક સફળ વેપારી પણ બનીને દેખાડ્યું છે.
ઓઝત નામથી શરૂ કરી મસાલા કંપની
રાજકોટના યુવાને અજય લુણાગરિયા ફક્ત એક વર્ષ પહેલા ઓઝત નામથી મસાલા કંપની શરૂ કરી હતી. સૌથી પહેલા કોન્ટ્રેક્ટ ફાર્મિગ થકી કારકીર્દીની શરૂઆત કરી હતી અને જીરૂ,મરચા, હળદર અને બીજા મસાલા પાકોની ખેતી કરવા માડ્યા હતી. પાક મેળ્યવ્યા પછી અજયભાઈએ તેનું પ્રોસેસિંગનું ચાલૂ કર્યો અને તેના માટે તેઓ ઓઝત નામથી એક કંપનીની શરૂઆત કરી હતી.
આત્મનિર્ભર ભારતનો ઉદાહરણ
પોતાની કંપની હેઠળ ઘણા પ્રકારના મસાલાની પ્રોસેસિંગ કરીને ઓઝત નામથી બજારમાં તેનું વેચાણ કરી રહ્યા છે અને તેના થકી તેઓ લાખોની કમાણી કરી રહ્યા છે. એજ નહીં તેઓ બીજા લોકોને પણ રોજગારની તક પૂરી પાડી રહ્યા છે. આજે તેઓની ફેક્રટ્રીમાં કેટલાક લોકોએ કામ કરે છે. સાચા અર્થમાં વડા પ્રધાનનું આત્મનિર્ભર ભારતનું જો કોઈ ઉદાહરણ અમે જોઈએ તો અજયભાઈની સફળતાની વાર્તાનું તેમાં સમાવેશ થાય છે.
ક્યાંથી મળ્યો ઓઝત નામ
ઓર્ગેનિક રીતે મસાલા પાકની ખેતી કરીને પછી તેની પ્રોસેસિંગ કરીને બજારમાં વેચાણ કરનાર રાજકોટના યુવા ખેડૂત અજયભાઈ લુણાગરિયાથી જ્યારે કંપની નામને લઈને પ્રશ્ન કરવામાં આવ્યું ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવી ગયું હતુ. આ પ્રશ્નનું ઉત્તર આપતા અજયભાઈ જણાવ્યું કે રાજકોટમાં અમારા ગામ પાસે ઓઝત નામની એક નદી વહે છે, જો કે અમારા માટે પાણી પૂરૂ પાડે છે. તેથી કરીને એજ નદીના નામ પર હું મારી કંપનીનું નામ પાડી દીધું. એટલે કે જેવી રીતે ઓઝત નદી લોકોને પાણી પૂરો પાડે છે તેવી જ રીતે અમારી કંપની પણ લોકોને ઓર્ગેનિક મસાલાના સ્વાદ ચખાડે છે.
Share your comments