દેશનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી આવી ગઈ છે, આજે ધનતેરસ અને પરમ દિવસે દિવાળી...દિવાળીના નામ સાંભળતાના સાથે જ લોકોમાં એક અલગ જ ખુશી દેખાયે છે અને બજારોમાં ભીડ ઉમટી આવે છે. હમેશાંની જેમ આ વખતે પણ બજારમાં મોટા પાચે દિવાળીની ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં સૌથી મોટો ફાળો ગલગોટાના ફૂલનો છે. ગલગોટાના ફૂલની આ વર્ષે માર્કેટમાં માંગણી ઘણી વઘારે છે. જેના કારણે ગલગોટાની ખેતી કરનાર ખેડૂતોને ઘણો ફાયદા જોવા મળી રહ્યો છે. આવી જ એક મહિલા ખેડૂત છે જમ્મૂ-કાશમીરના ઉઘમપુર જિલ્લાનની અનિતા શર્મા, જેમના ગલગોટા દિવાળી માટે મોટા પૈસા આપીને ખરીદવામાં આવ્યા છે.
અનિતા શર્માએ જણાવ્યું કે દિવાળી દરમિયાન અમને સારો નફો મળે છે, પરંતુ આ વર્ષે નફો બમણો થઈ ગયો છે. તેમણે જણવ્યુ કે તેમના ખેતરમાં ચારથી પાંચ લોકો કામ કરે છે અને ગલગોટાને એકત્રિત કરીને તેને બજારમાં મોકલે છે. એમ તો દિવાળી પર ગલગોટાની માંગ વધુ હોય છે પરંતુ આ વર્ષે ફૂલોની માંગમાં ઘણો વધારો જોવા મળ્યો છે, જેના કારણે અમારા નફો પણ વધી ગયો છે અને અમે અમારી મદદ કરનાર મહિલાઓની પગારમાં પણ વધારો કરી દીધો છે.
ઉધમપુરની મહિલાઓએ ખાલી સમયમાં ખેતી કરે છે
અનિતા શર્માના ખેતરમાં કામ કરનાર ગીતા દેવીએ જણાવ્યું કે અમે ફૂલ પહોંચાડવા માટે ખૂબ દૂર જઈએ છીએ. તે તેના ફાજલ સમયમાં મેરીગોલ્ડની ખેતી કરે છે.. "હું છેલ્લા 12 વર્ષથી કામ કરું છું. કેટલીકવાર અમે ફૂલો પહોંચાડવા માટે દૂર જઈએ છીએ અને જ્યારે પણ અમને ઘરે ફ્રી સમય મળે છે ત્યારે અમે અહીં ખેતી કરવા આવીએ છીએ."
100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ફૂલ
ઉધમપુર જિલ્લામાં કામ કરતા સુપરવાઈઝર ચંપલે જણાવ્યું કે ત્રણ અલગ-અલગ જિલ્લામાં 25 કર્મચારીઓને ફૂલની ખેતી માટે સબસિડી આપવામાં આવી રહી છે. ચંપાલે કહ્યું, "હાલમાં ત્રણ અલગ-અલગ જિલ્લામાં લગભગ 25 લોકો કામ કરી રહ્યા છે. અમે તેમને સબસિડી આપીએ છીએ. અમે છોડની સારવાર માટે દવાઓ પણ આપીએ છીએ. સામાન્ય રીતે ફૂલોની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો હોય છે. પરંતુ દિવાળી દરમિયાન કિંમત 50 રૂપિયા સુધી પહોંચી જાય છે.
આ પણ વાંચો:મળો સુરતની મધર ઇન્ડિયાથી, જેમને પોતાના અથક પ્રયાસ થકી ઉજ્જડ જમીનને પણ બનાવી દીધું ફળદ્રુપ
Share your comments