Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

લોન લઈને પશુપાલનની શરૂઆત કરનાર ધર્મિષ્ઠાબેન આજે ધરાવે છે લાખોની આવક

દર મહીનાનો ટૉપિક અલગ-અલગ હોય છે. આ મહીના એટલે કે માર્ચ માટે કૃષિ જાગરણ જો મેગેઝિન પ્રિન્ટ કર્યો છે. તેનું ઉદ્યેશ્ય મહિલા સશક્તિકરણ છે. આ થકી કૃષિ જાગરણ દર ખેડૂત સુધી આ વાત પહોંચાડવા માંગે છે કે માણસ ધારી લઈએ તો શું નથી કરી શકતો. એમ જ આપણા સમાજમાં મહિલાઓને નબળા સમઝવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
પોતાની ડેરીમાં કામ કરતા ધર્મિષ્ઠાબેન
પોતાની ડેરીમાં કામ કરતા ધર્મિષ્ઠાબેન

કૃષિ જાગરણ ગુજરાતી ખેડૂત લશ્રી સમાચાર ખેડૂતો સુધી પહોંચાડવા માટે મેગેઝિન પ્રિંટ કરે છે. જેનું દર મહીનાનો ટૉપિક અલગ-અલગ હોય છે. આ મહીના એટલે કે માર્ચ માટે કૃષિ જાગરણ જો મેગેઝિન પ્રિન્ટ કર્યો છે. તેનું ઉદ્યેશ્ય મહિલા સશક્તિકરણ છે. આ થકી કૃષિ જાગરણ દર ખેડૂત સુધી આ વાત પહોંચાડવા માંગે છે કે માણસ ધારી લઈએ તો શું નથી કરી શકતો. એમ જ આપણા સમાજમાં મહિલાઓને નબળા સમઝવામાં આવે છે. સામાજ એવી નઝરથી જોય છે કે તું મહિલા છે તારાથી કઈં નહીં થાય. પરંતુ કૃષિ જાગરણ એવા જ લોકોને એવી મહિલાઓની વાર્તા જણાવવા માંગે છે જો મહિલા ગૃહણી બનીને ધરને સંભાળી શકે છે એજ મહિલા દેશના સીમાઓનું રક્ષણ પણ કરી શકે છે અને બીજા કોઈ પણ કામ પરુષોથી વધુ સારી રીતે કરી શકે છે. આ એપિસોડમાં અમે તમને જણાવીશું એક એવી જ મહિલાની વાર્તા જેમને પોતાની મેહનત થકી મોટી સફળતા મેળવી છે.

મશીન થકી દૂધ કાઢતી ધર્મિષ્ઠાબેન
મશીન થકી દૂધ કાઢતી ધર્મિષ્ઠાબેન

મહિલા સશક્તિકરણનું મોટું ઉદાહરણ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વલવા ગામની રહેવાસી ધર્મિષ્ઠા બેન પરમારે પોતાના પગ પર ઉભા રહીને સમાજની સામે મહિલા સશક્તિકરણનું એક મોટું ઉદાહરણ પૂરૂ પાડ્યો છે. નાનકડા સમય પહેલા ફક્ત ચોથા ધોરણ સુધી ભણેલા ધર્મિષ્ઠા પરમારની આર્થિક સ્થિતિ એટલી દયનીય હતી કે બે ટાઈમનું ભોજન પણ મળવું મુશ્કેલ હતું. પંરતુ આજે તેમની સખત મેહનત અને આગળ વધવાની તત્પરતાએ તેમની દુનિયા બદલી નાખી છે. ધર્મિષ્ઠાએ પોતાની મેહનત થકી બિઝનેસ કરીને સમગ્ર જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું છે અને તે તેના જેવી અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૂપ છે.આજે ધર્મિષ્ઠા ગાયોની ડેરી ચલાવે છે અને આ ડેરીની આવક માત્ર આખા પરિવારને સારી રીતે ટેકો આપી રહી નથી, પરંતુ દર મહિને તેને સારી રકમ બચાવવામાં પણ મદદ કરી રહી છે.

વેપાર શરૂ કરવા માટે લીધી ફાઇનાન્સ કંપનીની મદદ

આજે દરેક જગ્યાએ ફાયનાન્સ કંપનીઓની ભરમાર છે. ફાઇનાન્સ પર બધું જ ઉપલબ્ધ છે. ઘરથી લઈને બિઝનેસ સુધીની દરેક વસ્તુ સરળ હપ્તા પર ખરીદી શકાય છે. ધર્મિષ્ઠાએ પણ આ ફાઇનાન્સ સુવિધાનો લાભ લીધો અને ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી થોડા પૈસા ઉછીને લઇને એક ગાય ખરીદી. ગાયની સારી સંભાળ લીધી અને તેનું દૂધ વેચવાનું શરૂ કર્યું. દૂધની આવકથી તેણે સમયસર લોનના હપ્તા ભરી દીધા.

ધર્મિષ્ઠાબેન છે ખૂબ જ મહેનતુ
ધર્મિષ્ઠાબેન છે ખૂબ જ મહેનતુ

ફાઈનાન્સ કંપનીએ વધુ પૈસા આપવાનું નક્કી કર્યો

ધર્મિષ્ઠા બેનનું સમર્પણ જોઈને ફાઈનાન્સ કંપનીએ તેમને વધુ પૈસા આપવાનું નક્કી કર્યું. ફાયનાન્સ કંપની પાસેથી મળેલા પૈસાથી ધર્મિષ્ઠાએ વધુ ગાયો ખરીદી. આ રીતે, થોડી જ વારમાં તેની પાસે 8 ગાયો થઈને હવે તેમની પાસે 15 ગાયો છે. જેનાથી તે દૂધ ઉત્પાદન કરીને મોટી 5 થી 8 લાખની મોટી આવક મેળવી રહી છે. જણાવી દઈએ પોતાની આવક વધારવા માટે તેમણે પશુચિકિત્સકો અને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી પશુપાલન માટેની તકનીકી માહિતી પણ મેળવી હતી.

સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત છે ધર્મિષ્ઠાની ડેરી

આજે ધર્મિષ્ઠા તેની ડેરીના કારણે સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત છે. ધર્મિષ્ઠાએ હવે પોતાની ગાયોનું દૂધ  મશીન વડે કાઢે છે અને દૂધ ખરીદનારા તેના ઘરેથી દૂધ લઈ જાય છે. ધર્મિષ્ઠાની આ મહેનત માટે ગુજરાત સરકારે તેમણે આત્મા પ્રોજેક્ટ  એટલે કે એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી હેઠળ સારા પશુપાલન તરીકે 10,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ આપ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More