Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

વાહ: ઝાડી ઝાંખરમાં શરૂ કરી સફરજનની ખેતી, હવે યુવાન ખેડૂતે પહેલી જ સીઝનમાં કરી નાખી 6 લાખની કમાણી

Sagar Jani
Sagar Jani
Kashmiri Plum Apple
Kashmiri Plum Apple

શું તમે ત્રિપુરાના બિક્રમજિત ચકમા વિશે સાંભળ્યું છે?  તેમની ઉંમર તો માત્ર 32 વર્ષની જ  છે, પરંતુ ચકમાએ કૃષિ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એક મોટા પડકાર સાથે બિક્રમજીત ચકમાએ ત્રિપુરામાં કાશ્મીરના સ્થાનિક પ્લમ સફરજનની ખેતી શરૂ કરી હતી.  તેમની મહેનત અને સમર્પણનું પરિણામ એ આવ્યું કે, એક જ સીઝનમાં તેમણે 6 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ચામકાની મહેનત અને કુશળતા જોઈને ત્રિપુરાના અન્ય ખેડૂતો પણ પ્રેરિત થયા. હવે અન્ય ખેડૂતો પણ પર્વતીય રાજ્ય અને ત્રિપુરામાં પ્લમ સફરજનની ખેતી શરૂ કરવા માગે છે.

ત્રિપુરા ઉત્તર પૂર્વ રાજ્યોમાં આવેલું છે અને ત્યાંનો  મુખ્ય વ્યવસાય ખેતી છે. બિક્રમજીત ચકમાએ પાઇલટ પ્રોજેક્ટ તરીકે પ્લમ સફરજનની ખેતી શરૂ કરી હતી.  ચકમાએ આ કાશ્મીરી જાતનાં સફરજનને પોતાના 1.25 એકરના ખેતરમાં વાવી અને શરૂઆતના સમયમાં જ  3.5 લાખ રૂપિયા સુધીનો નફો મેળવ્યો હતો. બિક્રમજીત  ચકમાની સખત મહેનત અને સફળતા જોઈને ત્યાંના મુખ્યમંત્રી બિપ્લબ દેવે  પણ તેમની ખૂબ જ  પ્રશંસા કરી હતી.  બિક્રમજીત ચકમા ત્રિપુરાના પૂર્વ જિલ્લા, પેંચરથલના વતની છે. બાંગ્લાદેશથી તેમને પ્લમ સફરજનની ખેતી વિશે માહિતી મળી હતી. બિક્રમજીત  ચકમાએ જાણ્યું કે  બાંગ્લાદેશમાં જેવું  હવામાન છે એવું જ હવામાન ત્રિપુરાનું છે. બાંગ્લાદેશમાં પણ પ્લમ સફરજનની ખેતી કરવામાં આવે છે. આ આધારે બિક્રમજીત ચકમાએ ત્રિપુરામાં  પલ્મ સફરજનની ખેતી શરૂ કરી.

ચકમાએ પશ્ચિમ બંગાળથી પલ્મ સફરજનના 1300 રોપ ખરીદી ખેતી શરૂ કરી

બિક્રમજીત ચકમાના જણાવ્યા અનુસાર, તેમણે ઇન્ટરનેટ પર જોયું કે બાંગ્લાદેશમાં પ્લમ સફરજનની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને  ખેડૂતોને પણ બમ્પર ઉપજની સાથે  સારું વળતર મળે છે.બિક્રમજીત ચકમાએ પલ્મ સફરજનની ખેતી કરવાનું નક્કી કર્યું અને એ દિશામાં તેમણે  તેની તૈયારી શરૂ કરી અને તરત જ પશ્ચિમ બંગાળ પહોંચી ગયા. ત્યાંથી 1300 પ્લમ સફરજનના રોપા ખરીદ્યા.  તેની કિંમત આશરે 2.5 લાખ રૂપિયા થઈ હતી.ચકમાએ ગયા વર્ષે માર્ચમાં આ ખેતરોમાં પલ્મ સફરજનના  છોડ રોપ્યા હતા. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં  પ્લમ સફરજનનું ઉત્પાદન ખેતરોમાંથી બહાર આવવાનું શરૂ થયું.  ચકમાએ તેને માર્કેટમાં અને મંડીઓમાં વેચીને 6 લાખ રૂપિયા સુધીની કમાણી કરી છે.

ચકમાએ 115થી 120ના દરે પલ્મ સફરજન  વેચ્યું

 બિક્રમજીત ચકમાના જણાવ્યા  મુજબ તેમના કાકા અને બે કઝીન બટાટા અને ગાજરની ખેતી કરે છે. આ સાથે તેઓ મોસમી શાકભાજી અને ફળોની પણ ખેતી કરે છે.  તેમની પાસે પણ ચકમા જેટલી જ જમીન છે. એટલે કે કાકા અને પિતરાઇ ભાઇઓ 1.25 હેક્ટર જમીનમાં બટાટા અને ગાજરની ખેતી કરીને વર્ષે 12 હજાર રૂપિયા કમાય છે.  જ્યારે બીજી બાજુ  ચકમાએ તે જ વિસ્તારમાં પ્લમ સફરજનની ખેતી શરૂ કરીને  એક જ સિઝનમાં 40 ક્વિન્ટલ પ્લમ સફરજનની ઉપજ મેળવી હતી.  તેમાંથી 12 જથ્થાબંધ બજારમાં અને બાકીના ખુલ્લા બજારમાં વેચાયા હતા.  ચકમાએ રૂ. 115-120ના દરે પ્લમ સફરજન વેચ્યું હતું.  ચકમા કહે છે કે તેમને  વિશ્વાસ નહોતો આવતો કે તેઓ આટલી ઉંચી કિંમતે પલ્મ સફરજન વેચી શકશે.

અપેક્ષા કરતા બમણી આવક

બિક્રમજીત ચકમા કહે છે કે જ્યારે તેણે બંગાળથી પ્લમ સફરજનના રોપા ખરીદ્યા ત્યારે તેમને ખાતરી નહોતી કે આવી ઉપજ મળશે અને સફરજન બજારમાં આટલા ઉંચા દરે વેચવામાં આવશે. ચામકા હવે આગામી સીઝનમાં 80 ક્વિન્ટલ પ્લમ સફરજન ઉગાડવાની તૈયારી કરી રહ્યા છે.  મુખ્યમંત્રી બિપ્લબ દેબ ચકમાની ખેતીને ક્રાંતિકારી ગણાવે છે અને તેને સ્વરોજગારની ઉત્તમ ઉદાહરણ પણ ગણાવી છે.  બિપ્લબ દેબે કહ્યું કે ચમકાએ તેના મગજમાં ખેતીનો ફેન્સી આઇડિયા વિકસાવ્યો અને તે દિશામાં આગળ વધ્યો.  ચકમાએ 6 કાની (સ્થાનિક વિસ્તારની ભાષા )ખેતરમાં  કાશ્મીરી સફરજનની ખેતીની શરૂઆત કરી. ચકમને ભરોસો છે કે આ જુના વૃક્ષો જ આવતા વર્ષે પણ બમણી ઉપજ આપશે.

નકામી જમીન પર ફળની ખેતી કરવા માંગ

ચકમાની ખેતીથી ત્રિપુરામાં બાગાયતી ક્ષેત્રને આશાની નવી કિરણ મળી છે. હવે અહીં પ્લમ સફરજનની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે અને ખેડુતો તેની ખેતી માટે પ્રોત્સાહિત થશે.  બેરોજગાર ખેડુતો પ્લમ સફરજનથી લાખોમાં કમાણી કરી શકે છે. ત્રિપુરામાં લાખો હેકટર જમીન  બેકાર પડી છે   જ્યાં ન તો ખેતી થાય છે અને ન તો બાગાયત.  જો આ ખેતરોમાં પ્લમ સફરજન સિવાયના ફળોની ખેતી શરૂ થાય છે, તો તે રાજ્યમાંથી ગરીબી દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. ચામકાની સફળતાને ધ્યાનમાં રાખીને બાગાયત વિભાગના અધિકારીઓ મુખ્યમંત્રી પાસેથી માંગ કરી રહ્યા છે કે ફળોની ખેતી માટે લાંબાગાળાની યોજના બનાવવામાં આવે જેથી આવનારા સમયમાં ખેડૂતોને વધુ લાભ મળે.

Related Topics

young farmer Apple Kashmiri

Share your comments

Subscribe Magazine

More on Success Story

More