કૃષિ જાગરણ ગુજરાતી ગુજરાતના બ્રાંડિડ ખેડુતો જોડે વાત કરતો રહે છે. આમાથી એક ખેડૂત ગીરસોમનાથ જિલ્લાનો છે. જેમના સાથે અમે વિતેલા શનિવારે વાત કરી હતી .ગીરસોમનાથનો આ ખેડૂત ભાઈ ગાય આધારિત ખેતી થકી મોટી કમાણી કરે છે. તેમણે ગાય આધારિત કપાસની ખેતી કરીને એવી સફળતા મેળવી છે જે બીજા ખેડૂતો માટે તાલિની જેમ છે.
કૃષિ જાગરણ ગુજરાતી ગુજરાતના બ્રાંડિડ ખેડુતો જોડે વાત કરતો રહે છે. આમાથી એક ખેડૂત ગીરસોમનાથ જિલ્લાનો છે. જેમના સાથે અમે વિતેલા શનિવારે વાત કરી હતી .ગીરસોમનાથનો આ ખેડૂત ભાઈ ગાય આધારિત ખેતી થકી મોટી કમાણી કરે છે. તેમણે ગાય આધારિત કપાસની ખેતી કરીને એવી સફળતા મેળવી છે જે બીજા ખેડૂતો માટે તાલિની જેમ છે. આમને રાસાયણીક દવાઓ કરતા મોટા ફાયદા થયુ છે. તેમણી આ સફળતાને જોવા માટે જિલ્લાના ખૂણ-ખૂણમાંથી લોકો આવી રહ્યા છે. દરઅસલ તેમણે પોતાની મેહનતથી કપાસના 7 ફૂટથી લાંબો છોડ ઉગાડીને દેખાડ્યુ છે.
સુત્રાપાડાના ખેડુતે લાંબા સમયથી ખેતીના પાકોની નીષ્ફળતાથી કંટાળી અને રાસાયણીક ખાતરો દવાઓને કાયમી દેશવટો આપી દીઘો છે. અને પોતાના ખેતરમાં માત્ર ગૌ આધારીત ખેતીનો નિર્ણય અને સાથે અમલ કરતાં ખેડુત વીરભણભાઈ સારી સફળતા મેળવી રહ્યા છે. અને સફળ ખેતી તરફ આગળ વધી રહ્યા છે. વીરણભાઈ કહે છે કે રાસાયણીક દવાઓના છંટકાવથી ખેતી લાયક કુદરતી જમીન બંજર થઈ જાય છે. જ્યારે ગાય આધારિત ખેતીથી જમીનનું ભેજ પણ સારો રહે છે અને ઉતારો પણ વધુ મળે છે.
કોઈ પણ જાતનો રોગ થતો નથી
ગાયનું છાણ ગૌમુત્ર, લીમડાના પાન, સીતાફળના પાન, કુવાર પાઠું અને આંકડાના પાન સહીતના મીશ્રણથી પ્રવાહી બનાવાય છે. જે મીશ્રણ સમય આવ્યો પાકો પર છાંટવાથી કોઈ રોગ નથી થતો. સાથે સારો પાક થાય છે. આ દેશી રીતે છંટકાવથી કપાસના 7 ફુટનો છોડ ઉગીયુ છે અને તે પૂર્ણતા તંદુરસ્ત પણ છે. સાથે જ પુષ્કળ પાક થયો છે. જેથી આવડો સફળ અને ઊંચા કપાસનો પાક જોવા લોકો આવી રહ્યા છે. અને આ પધ્ધતી તેઓ શિખી રહ્યા છીએ.
ખેડૂતની આ નવીનતમ કાર્યશૈલીથી આસપાસના ગામના ખેડૂતો ખાસ્સા પ્રભાવિત થયા છે. અને, આ ખેડૂતની કોઠાસુઝના વખાણ પણ કરી રહ્યાં છે. પોતાની સફળતા પછી બીજા ખેડૂતો માટે વીરણભાઈ કહે છે, મોટાભાગના ખેડૂતો ખેતીમાં મબલખ પાક મેળવવા ઘણી જંતુનાશક દવાઓનો વપરાશ કરતા હોય છે. જે મબલખ પાકનું ઉત્પાદન તો આપે છે. પરંતુ, આ પાક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જયારે આ ખેડૂતની જંતુનાશક દવા તરીકેની દેશી પદ્ધતિ આવનાર સમયમાં ઘણા ખેડૂતો માટે આર્શિવાદરૂપ પુરવાર થઇ શકે છે.
Share your comments