ગુજરાતી ભાષામાં એક સામાન્ય વાક્ય છે કે “સખત મેહનત”. આ શબ્દો સાચા ત્યારે થાય છે જ્યારે સખત મેહનત કરીને સફળતા મળે. અને હવે બ્રિટનના 43 વર્ષીય ડગ્લાસ સ્મિથે આ શબ્દોને સાચા સાબિત કરી બતાવીયુ છે અને જો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે અમે શું વાત કરી રહ્યા છીએ
ગુજરાતી ભાષામાં એક સામાન્ય વાક્ય છે કે “સખત મેહનત”. આ શબ્દો સાચા ત્યારે થાય છે જ્યારે સખત મેહનત કરીને સફળતા મળે. અને હવે બ્રિટનના 43 વર્ષીય ડગ્લાસ સ્મિથે આ શબ્દોને સાચા સાબિત કરી બતાવીયુ છે અને જો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે અમે શું વાત કરી રહ્યા છીએ, તો હું તમને જણાવી દઉં કે ડગ્લાસ સ્મિથે હમણાં જ એક શાખામાંથી 839 ચેરી ટામેટા ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
વ્યવસાયે આઇટી મેનેજર સ્મિથે આને પોતાના માટે પડકાર તરીકે લીધો. તેમણે કથિત રીતે ટમેટાના છોડને સીધા બીજમાંથી ઉગાડ્યા હતા અને આ કામ પર તેમનો ઘણો સમય પસાર કર્યો હતો, અને આમ સારું પરિણામ આવ્યું હતું. અહેવાલો અનુસાર, સ્મિથે માર્ચ મહિનામાં ટામેટાંની વાવણી કરી હતી. તેણે વિક્રમજનક ટામેટા ઉગાડવા માટે તેના પ્લાન્ટ પર અઠવાડિયામાં લગભગ 3-4 કલાક ગાળ્યા અને છોડને ગ્રીનહાઉસમાં રાખ્યો. જેથી તેમને આ સફળતા મળી છે.
ટામેટાં તોડતી વખતે, તેમણે સ્થાનિક પોલીસને પણ બોલાવી હતી, જેથી તે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે ચકાસી શકાય. તેણે પોતાના ખેતરમાં ટામેટાના છોડના દાંડામાંથી કુલ 839 ટામેટાં તોડ્યા, ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. અગાઉ, ગ્રેહામ ટેન્ટરે ટમેટાના છોડના એક જ દાંડા સાથે સૌથી વધુ ટામેટા ઉગાડવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2010 માં, તેણે એક જ દાંડીમાંથી 448 ટામેટા ઉગાડીને રેકોર્ડ બનાવ્યો. હવે, ડગ્લાસે ટમેટાંની બમણી સંખ્યાનું ઉત્પાદન કરીને તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પરંતુ આ પહેલી વાર નથી જ્યારે સ્મિત આ રિકોર્ડ બનાવ્યુ છે, એમને વિતેલા વર્ષે પણ સૌથી વધુ ટમેટાના છોડ ઉગાડવાનો રિકોર્ડ બનાવ્યુ હતું.
પોતાની આ કામિયાબી પર સ્મિથે ટ્વીટ કરીને લખ્યુ છે. આજે ફરી હુ સૌથી વધુ ટમેટાના છોડ ઉગાડવાનો રિકોર્ડ બનાવ્યા છું. છેલ્લા વર્ષે પણ મે 488 ટમેટા છોડ ઉગાડવાનો રિકોર્ડ બનાવ્યા હતા. જેને આજે હું પોતેજ તોડી દીધા અને 839 ટમેટાના છોડ ઉગાડવાનું રિકોર્ડ કાયમ કરી લીધુ,
Share your comments