Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

ખેડૂતોના મસીહા તરીકે ઉભરી આવ્યા રાજકોટના ભરતભાઈ, વડા પ્રધાને પણ કર્યો વખાણ

રાજકોટમાં પોતાનું આટાલા મોટા બિઝનેસ છોડીને ખેડૂતો માટે કામ કરી રહેલા ભરતભાઈએ ગુજરાત અને દેશના દરેક ખેડૂત માટે મસીહા તરીકે ઉભરી આવ્યા છે. તેમણું કહેવું છે કે જો ખેડૂતોને કોઈ પણ પાકનું સારો ઉત્પાદન જોઈએ છે તો તેના માટે તેમને ગાય આધારિત ખેતી તરફ આગળ વધવું પડશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ભરતભાઈનું બહુમાન કરતા વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદી
ભરતભાઈનું બહુમાન કરતા વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદી

ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક એવું ખેડૂત રહે છે જે બીજા ખેડૂતો માટે એક પ્રેરણા બનીને ઉભરી આવ્યા છે. અમે જેમના વિશે વાત કરી રહ્યા છે તેમના કામને જોતા વડા પ્રધાને નરેંદ્રભાઈ મોદીએ પણ તેમને સન્માનિત કર્યો છે. રાજકોટ જિલ્લાના ભરતભાઈ ભૂરાભાઈ પરસાણા એમ તો રાજકોટના એક બઉ મોટા વેપારી છે પરંતુ છેલ્લા 20 વર્ષથી તે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને ગુજરાત સરકારની પહેલ પ્રાકૃતિક આધારિત ખેતીને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે.

ખેડૂતોના મસીહા તરીકે ઉભરી આવ્યા ભરતભાઈ

રાજકોટમાં પોતાનું આટાલા મોટા બિઝનેસ છોડીને ખેડૂતો માટે કામ કરી રહેલા ભરતભાઈએ ગુજરાત અને દેશના દરેક ખેડૂત માટે મસીહા તરીકે ઉભરી આવ્યા છે. તેમણું કહેવું છે કે જો ખેડૂતોને કોઈ પણ પાકનું સારો ઉત્પાદન જોઈએ છે તો તેના માટે તેમને ગાય આધારિત ખેતી તરફ આગળ વધવું પડશે. એટલા માટે ભરતભાઈએ ગુજરાતના દરેક ખૂણામાં ખેડૂતો પાસે જઈને તેમને ગાય આઘારિત ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેમણા આ કામના કારણે જ્યારે વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એટલે કે 2010 શાલ અઢોડી ગીર ગાય સંવર્ધન તથા કૃષિ ઋષિ તરીકે તેમનું બહુમાન પણ કર્યો હતો. ભરતબાઈ જણાવે છે કે તેમને સનાતન હિન્ધુ ધર્મના ચાર મહત્વપૂર્ણ વેદોનું અભ્યાસ કર્યો છે. તેમજ શિવપુરાણ, ભાગવદ્ગ ગીતાનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું છે.

ખેડૂતો માટે કોઈ પણ મહાન પુરુષોએ નથી કર્યો કામ

ચાર વેદોના જ્ઞાનના સાથે-સાથે ભરતભાઈ પરસાણાએ મહાન પુરષોના જીવનચરિત્રનો પણ અભ્યાસ કર્યો છે. જેના વિશેમાં ભરતભાઈ કહે છે કે કોઈ પણ મહાન પુરુષએ ખેડૂતો માટે કોઈ પણ કામ નથી કર્યો. આથી મેં પોતાના આટલું મોટા બિઝનેસ છોડીને ખેડૂતો માટે કામ કરી રહ્યો છું. જેથી જો લોકોએ ખેતીને છોડી રહ્યા છે તે લોકોએ ખેતી કરફ પાછળ વળે. તેમણું કહેવું છે કે ફ્કત 2 ટકા એવા યુવાનો છે જે ખેતીમાં રસ ધરાવે છે, નહિંતર 98 ટકા યુવાનો તો એવા છે જેમના પિતાએ ખેડૂત છે છતાયે તે મુંબઈ-દિલ્લી જેવા મોટા-મોટા શહેરોમાં નોકરી કરે છે પણ પોતાના પારિવારિક વ્યવસાય ખેતી નથી કરતા. મારા જીવનનું લક્ષ્ય એક જ છે કે યુવાનો ખેતીમાં રસ ધરાવે અને રસાયણ યુક્ત ઝેરી ખેતીની જગ્યા ગાય આધારિત ખેતી કરે. કેમ કે આપણે બધા ભેગા મળીને ખેતી બચાવસુ તોજ આવનારી પેઢી માટે આપણે અન પકાવી શકશું ને ઘઉં અને શાકભાજીનું ઉત્પાદન કારખાનામાં થાય તે તો શક્ય નથી ને.

વડા પ્રધાનની બાજ નજર અત્યારે ગુજરાત પર

ગાય અધારિત ખેતીને લઈને ભરતભાઈ પરસાણ  કહે છે કે અત્યારે  વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી એટલે કે પીએમઓની બાજ નજર ગુજરાત ઉપર છે. રજે રજની માહિતી ગુજરાત સરકાર પાસેથી મંગાવામાં આવી રહી છે. તાજેતરમાં સંસદમાં વડા પ્રધાને કુદરતી ખેતી ઉપર બહુ ભાર મુક્યો હતો. જો નરેંદ્રભાઈ મોદીએ 2024માં ત્રીજી વખ્ત ફરીથી દેશનું વડા પ્રધાન તરીકે ચૂંટાય છે તો તેમનું પહેલું ટાર્ગેટ કુદરતી ખેતી હશે.

સરકાર રસાયણ ખાતર ઉપર પ્રતિબંધ નથી મુકી શકે  

ભરતભાઈ પરસાણાએ જણાવે છે કે, કેન્દ્ર સરકાર અત્યારથી જ ગાય આધારિત ખેતીને આઘળ વધારવા માટે નીતિ ઘડી રહી છે. પરંતુ આ વાત પણ સાચી છે કે કેન્દ્ર સરકાર રસાયણિક ખાતર ઉપર પ્રતિબંધ લગાવાનાં મૂંડમાં પણ નથી કેમ કે રસાયાણિક ખાતરથી કેન્દ્ર સરકારને મોટી આવક થાય છે. આથી કેન્દ્ર સરકાર તો રસાયણિક ખાતર ઉપર પ્રતિબંધ નહીં મુકે પણ નરેંદ્રભાઈ આ વાત ચોક્કસ ઇચ્છે છે કે ખેડૂતોએ ગાય આધારિત ખેતી તરફ આગળ વધે. એટલા માટે જ તો ગુજરાત સરકારે ગાય આધારિત ખેતી પર ભાર મુકી રહી છે.

તભાઈ પરસાણાએ પોતે જ બનાવ્યું ઓર્ગેનિક ખાતર

ભરતભાઈ પરસાણાએ પોતે જ ઓર્ગેનિક ખાતર બનાવ્યું છે જેના કારણે બીજા ખેડૂતોને ઘણો લાભ મળી રહ્યું છે અને તે મોટી આવકના સાથે-સાથે લોકોની થાળીમાં ઝેર પિરસવાના પાપથી પણ પોતાની જાતને મુક્ત કરી રહ્યા છે. ભરતભાઈ પરસાણા દ્વારા ગાય આધારિત ખાતરની માહિતી તમે નીચે જોઈ શકશો.

ભરતભાઈ પરસાણા
ભરતભાઈ પરસાણા

જીવામૃત: 150 લીટર પાણીમાં 20 કિલો છાણ, 5 થી 10 લીટર ગૌમુત્ર, 1 કિલો ગોળ અને બે લીટર છાય એક સાથે ભેળવી લો. ત્યાર પછી કોઈ પણ પાક ઉપર તેનું દર 15 દિવસમાં પાણી સાથે છંટકાવ કરવું.

ધનજીવામૃત: એક કિલો દેશી ગાયના છાણ, 5 થી 10 લીટર ગૌમુત્ર, 1 કિલો ગોળ અને 2 લીટર છાય સાથે ભેળવીને સુખવા માટે રાખી દો. ત્યાર પછી તમારી એક એકડ જમીન માટે ઓર્ગેનિક ખાતર તૈયાર થઈ જશે.

જંતુઓ માટે: એક કિલો હિંગના ટુકડો લઈને તેને 5 લિટર પાણીમાં 24 કલાક પલાળી રાખો. ત્યાર પછી  તેમાં 100 થી 250 મિલી દૂધ અને 200 ગ્રામ ગોળ ભેળવી તેનો ખેતરમાં છંટકાવ કરવો. જન્તુઓ તમારા ખેતર તરફ જોશે પણ નહીં.

કોઈ પણ પાક માટે ઓર્ગેનિક ખાતર: મગફળી, ચણા, તુવૈર, શાકભાજીના પાકમાં જ્યારે ફૂલ આવે છે.ત્યારે તમારે 250 મિલી દૂઘ, 200 ગ્રામ ગોળ અને 250 મિલી ગૌમુત્રને ભેળવીને તેનું દર 15 દિવસમાં 3 વખ્ત છંટકાવ કરવું. અને જો તમે કેરી, ચીકુ. જામફળનું છોડ વાવ્યું છે તો તેના માટે 1000 લીટરની ટાંકીમાં 25 લીટર દૂધ, 20 કિલો ગોળ અને 10 લીટર ગૌમુત્ર ભેળવી લો અને દર 15 દિવસમાં 3 વખ્ત તેનું છંટકાવ કરો

ઉત્પાદન વધશે ખર્ચા ઘટશે

ભરતભાઈ પરસાણાએ જણાવ્યું કે ઉપર જણાવેલ ખાતરનું જો ખેડૂતો પ્રયોગ કરશે તેમના ઉત્પાદનમાં 25 ટકાથી વધુંનો વધારો થશે અને તેમના ખર્ચા પણ 25 ટકા સુધી ઓછા થઈ જશે. જણાવી દઈએ કે ભરતભાઈની ખેડૂતોની આવક વધારવા માટે અને ઓર્ગેનિક ખેતી તરફ દરેક ખેડૂત વળે એવો પ્રયાસને જોતા વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ પણ તેમણુ વખાણ કર્યો છે. પીએમ મોદીએ ભરતબાઈનું વખાણ કરતા કહ્યું હતું કે તમે ભારતના ખેડૂતો માટે જો કામ કરી રહ્યા છો તેની જેટલી તારીખ કરીએ એટલી ઓછી છે. આ જો દૂધ, ગોળ અને ગૌમુત્રને છાણામાં ભેળવી તમે જો ખાતર તૈયાર કરી છે તે એક મોટી સફળતા છે.  

પીએમ મોદીએ કહ્યું હતું કે  દૂધમા 25 પ્રકારના તત્વ છે તો ગોળમા કૈલ્શિયમ અને કાર્બોહાઈટ્રેડ હોય છે. તેમજ ગૌમુત્રમાં પણ 25 પ્રકારના તત્વ હોય છે. દૂધ, ગોળ અને ગૌમુત્રનું છંટકાવ કરવાથી પાકનું અઢળક ઉત્પાદન થાય છે. તમણે જણાવી દઈએ કે ભરતભાઈ પડકાર પણ આપ્યું છે કે તેમના દ્વારા વિકસાવેલી ખાતરથી કોઈ પણ ખેડૂતના પાકને નુકસાન નહીં થાય અને જો આવું થાય છે તો ભરતભાઈ તે ખેડૂતને 1 લાખ રૂપિયા આપશે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More