Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

બીપીઓની નોકરી છોડીને બન્યો સફળ ખેડૂત, પોતાની સાથે જ બીજા ખેડૂતોને પણ બનાવ્યું આધુનિક

આ પછી તેણે પોતાના વડીલોની ત્રણ એકર જમીનમાં ખેતી શરૂ કરી. તેણે કહ્યું કે તે તરબૂચ, મરચાં, ટામેટા, રીંગણ, કાકડી, મકાઈ, ડાંગર, કઠોળ, બટાકા, વટાણા અને ડુંગળીની ખેતી કરે છે. જ્યારે ઉપજ ઓછી હોય છે, ત્યારે તેઓ તેમના ઉત્પાદનો સ્થાનિક પેટરવાર બજારમાં વેચે છે

Amansinh Jadeja
Amansinh Jadeja

જેવી રીતે ગુજરાતમાં ખેડૂતોએ મોટા ભાગે ઓર્ગેનિક તેમજ ગાય આધારિત ખેતી કરફ વળી રહ્યા છે, તેવી જ રીતે ઝારખંડના યુવાનોએ કૃષિ ક્ષેત્ર સાથે મોટી સંખ્યા જોડાઈ રહ્યા છે અને સફળતાની ગાથાઓ લખી રહ્યા છે. ઝારખંડના યુવાનોએ ખેતીમાં નવી ટેક્નોલોજીનું પણ ઉપયોગ કરી રહ્યા છે, જો કે ઝારખંડ જેવા પિછડા રાજ્ય માટે ખૂબ જ મોટી બાબત છે. નવી ટેક્નોલોજીના ઉપયોગના કારણે રાજ્યના નાના અને સીમાંત ખેડૂતોને પણ ફાયદા મળી રહ્યા છે. પોતાની અથક મહેનત થકી ખેતી કરનાર ઝારખંડના બોકારા જિલ્લા ખાતે આવેલ પેટરવાર બ્લોકના સરલા ખુર્દ જરાડીહના રહેવાસી  ચુવા ખેડૂત ઓમપ્રકાશ મહતો પણ આવા ખેડૂતોમાંથી જ એક છે, જો કે આઘુનિક ટેક્ટનોલોજીના કારણ પોતેજ તો પ્રગિતશીલ ખેડૂત બન્યો તેમજ તેના આજુ બાજુના નાના અને સીમાંત ખેડૂતોને પણ આગળ ધપાવ્યો.

ખેડૂત પરિવારમાંથી આવે છે ઓમપ્રકાશ

ઝારખંડના પ્રગતિશીલ યુવા ખેડૂત ઓમપ્રકાશ મહતો જો કે એક ખેડૂત પરિવારમાંથી આવે છે, તેમનામાં શરૂઆતથી જ ખેતી પ્રતિ જુસ્સો હતો. તેને બાળપણથી જ ઘરમાં ખેતી થતી જોવી હતી અને તેઓ પોતાના પિતા સાથે ખેતરમાં પણ કામ કરતો હતો, ત્યારથી જ તેઓ ખેતીના ક્ષેત્રમાં કઈંક સારો કરવો ઇચ્છતો હતો. જો કે ત્યાં સુધી તેના ઘરમાં પરંપરાગત રીતે ખેતી થતી હતી, જેથી અમારા ધરના ફક્ત ખર્ચા અમે કાઢી શકતા હતા, આથી હું તેમાં ફેરફાર કરવાનું વિચાર્યું અને ખેતીને ફાયદાકારક બનાવવાની માહિતી મેળવી અને ખેતીમાં ઝંપલાવ્યું.

ખેતી પહેલા બીપીઓમાં કામ કર્યો

ઓમપ્રકાશ કહે છે કે ખેતી શરૂ કરતા પહેલા તેણે ઘણી જગ્યાએ કામ કર્યું હતું. આ પછી તે ખેતીમાં આવ્યો. વર્ષ 2019-20 માં, તેણે રાંચી સ્થિત બીપીઓમાં કામ કર્યું. આ પછી તેઓ પેટરવાર આવ્યા અને એક ખેડૂત ઉત્પાદન સંસ્થામાં એકાઉન્ટન્ટ તરીકે જોડાયા. તેણે કહ્યું કે અહીં જોડાવાથી તેમને ઘણો ફાયદો થયો. તેઓ એવા ઘણા લોકોને મળ્યા જેઓ કૃષિ ક્ષેત્રે ખૂબ સારું કામ કરી રહ્યા હતા. આનાથી તેને આત્મવિશ્વાસ પણ મળ્યો અને તેણે જાતે ખેતી કરવાનું વિચાર્યું.

શાકભાજી, ફળ તેમજ ડાંગરની ખેતીથી થયો ફાયદા

આ પછી તેણે પોતાના વડીલોની ત્રણ એકર જમીનમાં ખેતી શરૂ કરી. તેણે કહ્યું કે તે તરબૂચ, મરચાં, ટામેટા, રીંગણ, કાકડી, મકાઈ, ડાંગર, કઠોળ, બટાકા, વટાણા અને ડુંગળીની ખેતી કરે છે. જ્યારે ઉપજ ઓછી હોય છે, ત્યારે તેઓ તેમના ઉત્પાદનો સ્થાનિક પેટરવાર બજારમાં વેચે છે, જ્યારે તે વધુ હોય છે, ત્યારે તેઓ તેમના ઉત્પાદનોને બંગાળ, ઓડિશા અથવા અન્ય કોઈ જગ્યાએ મોકલે છે. ઓમપ્રકાશ, જેઓ આજે ખેતીમાં વધુ સારું કામ કરી રહ્યા છે, તેમણે જણાવ્યું કે જ્યારે તેણે કામ છોડીને ખેતી કરવાનું નક્કી કર્યું ત્યારે તેને તેના પરિવારના સભ્યોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આજે તેની સફળતા જોઈને પરિવારના સભ્યો પણ ખુશ છે.

માટી પરીક્ષણ કેન્દ્ર ખોલવા માંગે છે ઓમપ્રકાશ

ખેતી ઉપરાંત ઓમપ્રકાશ ખેતરોમાં ટપક સિંચાઈનું કામ પણ કરે છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 300 એકરથી વધુ જમીનમાં ટપક સિંચાઈ સ્થાપિત કરવામાં આવી છે. કેમેસ્ટ્રી ઓનર્સ સાથે બીએ કર્યા બાદ ઓમપ્રકાશ હવે એગ્રીકલ્ચરમાં બીએસસીનો અભ્યાસ કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ ડિગ્રી મેળવ્યા બાદ તેઓ તેમના વિસ્તારમાં માટી પરીક્ષણ કેન્દ્ર ખોલવા માંગે છે જેથી તેમના વિસ્તારના ખેડૂતોને માટીના પરીક્ષણમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેઓ ખેતી યોગ્ય રીતે કરી શકશે. પોતાની કમાણી અંગે તેણે જણાવ્યું કે તે એક વર્ષમાં 4 થી 6 લાખ રૂપિયા કમાય છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More