જ્યારે પોતાના રાસ્તા શોધી અને તેના પર ચાલીને સફળતા મેળવવાનું જુસ્સા માણસમાં આવી જાય ને ત્યારે કોઈએ પણ તેને પાછા ખેંચવાનું પ્રયાસ નથી કરી શકતો અને તેઓ અશક્યને પણ શક્ય કરી નાખે છે. એવા એક યુવાન છે રાજસ્થાનના કોટપુતલીના પ્રગતિશીલ ખેડૂત લેખરામ યાદવે જેઓ પોતાની આથક મહેનત થકી કુદરતી ખેતી કરીને સળફતાનું માર્ગ મેળવ્યું છે અને પોતાની વયના યુવાનો માટે પ્રેરણ બનીને સામે આવ્યું છે. બાયોટેક્નોલોજીમાં એમએસસી લેખરામે બીજા યુવાનોની જેમ મહાનગરની ઝગઝગાટના કારણે નોકરીમાં ગયા પરંતુ થોડા સમય પછી તેમનું મોહભંગ થઈ ગયું અને તેઓ પોતાના ગામ પાછા ફરી ગયા અને ત્યાં કુદરતી ખેતીની શરૂઆત કરી આજે કરોડોની આવક મેળવી રહ્યા છે.
કોર્પોરેટની નોકરીથી કરી કારકિર્દીની શરૂઆત
લેખરામે કૃષિ જાગરણ સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ પોતાની કારકિર્દીની શરૂઆત કોર્પોરેટ નોકરીથી કરી હતી. હરિયાણાના ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીમાં લેખરામે સાડા છ વર્ષ સુધી ફર્જ બજાવ્યો પછી તેમને સમજાયું કે આ તેમનો વાસ્તવિક કૉલિંગ નથી. લેખરામને મહાનગરની વ્યસ્ત જીવનશૈલી અને ગામડાની માટી સાથે જોડાવવાની ઇચ્છાએ તેમને પોતાના ગામમાં પાછા ફરવાની પ્રેરણા આપી. લેખરામે કુદરતી ખેતી સાથે ખેતી કરવાનું નક્કી કર્યો. તેના માટે તેઓ યુટ્યૂબથી જોયુ અને એલોવેરાની ખેતીના વિશેમાં માહિતી મેળવી, પરંતુ પહેલી વખત તેઓને નુકસાનનો સામનો કરવો પડ્યો છતાં તેઓ હિમ્મત હાર્યા વગર આગળ વધ્યા અને ખેતી માટે નવી તકનીકોનું અભ્યાસ ચાલૂ રાખ્યો.
શાકભાજી અને ફળોની ખેતીથી નવી શરૂઆત
લેખરામે જણાવ્યું કે એલોવેરાની ખેતીમાં નુકસાન થયા પછી તેઓએ 500 એકરમાં ફળ અને શાકભાજીની ખેતી શરૂ કરી, જેના માટે તેઓએ ટેક્નોલોજીનું ઉપયોગ કર્યો અને કુદરતી રીતે શાકભાજી અને ફળોનું ઉતારો મેળવ્યું. ઓર્ગેનિક હોવા છતાં તેઓ પોતાના પાકની કિંમત ઓછી રાખી, જેના કારણે તેમને મોટો ફાયદો થયો. લેખરામે જણાવ્યુ કે તેઓએ ખેતીમાં ગાયના ઉછેરને વિશેષ મહત્વ આપે છે કેમ કે ગાય વિના કુદરતી ખેતી અધૂરી છે. તેમણે ગાયોની સાહિવાલ જાતિના ગૌશાળાની સ્થાપના કરી છે, જેને A2 દૂધનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. આ સાથે લેખરામે એગ્રો-ટૂરિઝમમાં પણ પગ મૂક્યો છે. માત્ર ખેડૂતો જ નહીં પરંતુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ તેમની ટેકનિક શીખવા માટે તેમના ખેતરોમાં આવે છે. આજે લેખરામે ફક્ત પોતાના રાજસ્થાનમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ પોતાનું એક ફાર્મ બનાવ્યું છે, જ્યાં તેઓ એલોવેરાની ખેતી કરી રહ્યા છે.
કુદરતી ખેતી છે પર્યાવરણ માટે અનુકુલ
કુદરતી ખેતીના વિશેમાં વાત કરતા લેખરામે કહે છે કે કુદરતી ખેતી માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેનાથી બમ્પર ઉપજ અને નફો પણ થાય છે. તેઓ તેમની ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરતા નથી. તેના બદલે, ઘરે બનાવેલા કુદરતી ખાતરો અને કાર્બનિક પદ્ધતિઓનો આશરો લે છે.લેખરામ અગ્નિહોત્ર પ્રક્રિયાને ખેતીમાં મહત્વપૂર્ણ માને છે. તેઓ કહે છે કે અગ્નિહોત્ર જમીનના પાંચ તત્વો (માટી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ) ને સંતુલિત કરે છે, જેની પાક ઉત્પાદન પર સકારાત્મક અસર પડે છે. આ પ્રક્રિયાથી માત્ર પાકની ગુણવત્તામાં વધારો થતો નથી પરંતુ જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.
કરોડોનું ટર્નઓવર
લેખરામે તેમની 22 એકર જમીનમાં છપ્પન ભોગ વાટિકા વિકસાવી છે, જ્યાં મસાલા, આયુર્વેદિક દવાઓ અને વિવિધ પ્રકારના ફળોનું ઉત્પાદન થાય છે. તેમના ખેતરોમાં લીંબુની ખાસ જાતો ઉગાડવામાં આવે છે, જે ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. લેખરામનું વાર્ષિક ટર્નઓવર 12 કરોડ રૂપિયા છે. તેમની સફળતાનું એક કારણ એ છે કે તેમને તેમના ખેતરો અને ગૌશાળાઓ માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મળ્યું, જેના કારણે બજારમાં તેમના ઉત્પાદનોની માંગ અને કિંમતમાં વધારો થયો. રાજસ્થાન અને ગુજરાતમાં 500 એકરથી વધુ જમીનમાં ખેતી કરનાર લેખરામ આજે દેશભરના ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. વધુમાં જણાવી દઈએ કે લેખરામને MFOI 2024 માં નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આ પણ વાંચો:કશ્મીરના મસાલો ઘરમાં ઉગાડ્યો, પતી-પત્નીએ કેસરની ખેતી થકી કરી રહ્યા છે લાખોની કમાણી
Share your comments