ગુજરાતી જ્યાં પણ રહે પોતાની ઓળખાન પોતાના કામથી બનાવી લે છે. આવી જ એક સફળતાની વાર્તા છે એક એવી મહિલાની જેમનો જન્મ તો ગુજરાતના અમદાવાદમાં થયું હતું. પરંતુ લગ્ન થયા પછી તેમને દિલ્લી આવુ પડ્યો. પોતાના વારસો છોડીની બીજા શહેરમાં વસી જવાનું કોઈના માટે સરળ નથી હોતું. પણ પોતાની મેહનતથી સરળ બનાવું પડે છે. જો કરીને દેખાડ્યો છે અમદાવાદમાં ભણેલી-ગણેલી અને લગ્ન પછી દિલ્લીમાં વસી ગયેલી ઉષાબેને. ઉષાબેન દરેક એવી મહિલા માટે એક પ્રેરણા છે જો કરવાનું તો ઘણું બધું ઇચ્છે છે પરંતુ કોકના કોક કારણે પોતાના કૌશલ્ય બહાર કાઢવાથી પાછળ ખસી જાય છે. ગુજરાતની પ્રગતિશીલ મહિલા ઉદ્યોગસાહસિક ઉષાબેને બીજા મહિલાઓ માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા છે. તેમની સફળતાની વાર્તા થકી કૃષિ જાગકણ ગુજરાતી બીજા મહિલાઓને પણ ઉષાબેનની જેમ આગળ વધવાની સલાહ આપે છે.
દિલ્લીમાં છે ઉષાબેનનો અથાણાનું વેપાર
આજકાલ મહિલાઓ પુરુષોથી દરેક ક્ષેત્રમાં આગળ છે. પછી તે દેશનું રક્ષણ કરવા માટે બોર્ડર પર ઉભા થવાનું હોય કે પછી દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવાનું હોય. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષોના સાથે ખભાથી ખભા મેળવીને આગળ વધી રહી છે. એમ તો અથાણા દરેક ઘરમાં બનાવવામાં આવે છે પરંતુ જો તેને બનાવીને સફળ ઉદ્યોગસાહસિક બની જાય તેને ઉષાબેન કહેવામાં આવે છે. દિલ્લીમાં પોતાના અથાણાનું વેપાર કરી રહેલી ઉષાબેન એમ તો એક શિક્ષિકા છે પરંતુ પોતાના કૌશલ્ય થકી કઈંક કરી દેખાડવાની તેમની કાર્યક્ષમતા આજે તેમને એક મોટો વેપારી બનાવી દીધું છે.
ફક્ત 500 રૂપિયાથી કરી હતી શરૂઆત
ઉષાબેન દ્વારા જણાવ્યા મુજબ, તેમને ફક્ત 500 રૂપિયાથી પોતાના અથાણાના વેપારની શરૂઆત કરી હતી. અને આજે ઉષાબેન મહીનામાં 400 થી 500 કિલોગ્રામ અથાણાનું વેચાણ કરે છે. શરૂઆતમાં તે થોડા-થોડા અથાણા બનાવીને આજુ-બાજુ અને પોતાના ઓળખાણના લોકોને આપતી હતી. ઉષાબેન દ્વારા રંધાયેલા અથાણા ધીમો-ધીમો આટલો પ્રસિદ્ધ થઈ ગયા કે હવે લોકો સામેથી તેમને અથાણાના ઓર્ડર આપે છે. ઉષાબેન જણાવે છે શરૂઆતમાં તેમને લેબલ વગરના અથાણાનું વેચાણ કર્યો હતો.પરંતુ આજે બાલાજી પિક્લસ નામથી તેમની એક મોટી કંપની છે.
ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ થાય છે
ઉષાબેન પોતાની સફળતા વિશે જણાવતા કહ્યું, ફક્ત 500 રૂપિયાથી શરૂ કરવામાં આવેલ મારા અથાણાના વેપાર આજે બાલાજી પિક્લસના નામથી શહેરથી લઈને ગામ સુધી ઓળખાયે છે. હવે મારા અથાણાનું સ્વાદ લેવા માટે લોકોએ ઓનલાઇન બુકિંગ કરાવે છે. આ કામમાં તેમના પતિ પણ તેમને સહકાર આપે છે. ઉષા બેન જણાવ્યું કે શરૂઆતમાં હું એકલા હાથે આ ધંધાની શરૂઆત કરી હતી પણ હવે મારા પાસે એક મોટી ટીમ છે. જો કે બાલાજી પિક્લસ માટે મારી સામગ્રી મુજબ અથાણા રાંધે છે. આ કાર્ય થકી ઉષાબેન કેટલિક મહિલાઓને રોજાગાર આપીને તેમના જીવનસ્તરમાં સુધારો કર્યો છે.
દિલ્લીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું મળ્યો સહકાર
ઉષાબેન જણાવ્યું કે શરૂઆતમાં મેં જ્યારે અથાણાના ધંધની શરૂઆત કરી ત્યારે તેને આગળ વધારવા માટે કોઈ માહિતી નહોતી.ત્યારે મેં દિલ્લીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સંપર્ક કર્યો. જ્યાં ડૉ. રિતું સાથે મારી ઓળખાણ થઈ અને તેમને મારા અથાણાની બારીકાઈથી તપાસ કરી.ત્યાંથી પાછા આવ્યા પછી ઉષાબેને ક્યારેય પાછું વળીને જોયું નથી. કેટલાક લોકોની એવી માનસિકતા હોય છે કે અથાણાં બનાવવું ખૂબ જ નાનો કામ છે. પરંતુ ઉષાબેને પોતાની મેહનતથી આ માનસિકતાને બદલી નાખ્યો અને પોતાના વેપાર થકી મોટી સફળતા મેળવી.
અથાણા માટે ખેડૂતોથી ખરીદે છે શાકભાજી અને ફળ
ઉષાબેન જણાવ્યુ. હું મારા અથાણા માટે ખેડૂતો પાસેથી ડાયેરક્ટ શાકભાજી અને ફળ ખરીદું છું અને ત્યાર પછી બાલાજી પિક્લસ માટે અથાણા અને જામ તૈયાર કરૂ છું. તેમણે જણાવ્યુ, બાબાજી પિક્લ્સ દ્વારા અનેક પ્રકારની જમવાની વસ્તુઓ બનાવવામાં આવે છે. જણાવી દઈએ કે ઉષાબેને જ્યારે આખા દેશમાં કોરોનાથી વિનાશ થઈ રહ્યો હતો એટલે કે વર્ષ 2020માં શુદ્ધ તથા સાફસફાઈનું ધ્યાન રાખીને અથાણૃંનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી હતી.
અન્ય મહિલાઓ પણ સશક્ત બની
ઉષા બેન ફક્ત બીજી મહિલાઓને રોજગાર જ નથ આપ્યું પણ સાથે-સાથે બીજા મહિલાઓને સશક્ત કરીને તેમને પોતાના વેપાર કરવાની શક્તિ પણ આપી. વધુ માહિતી માટે જણાવી દઈએ કે ઉષાબેન પોતે જ અથાણાં માટે મસાલા તૈયાર કરે છે. તેમના અથાણાએ FSSAI થી માન્યતા મેળવી છે. ઉષા બેન મુજબ તેમની કંપની અને તેમનો લક્ષ્ય એક જ છે અને તે છે લોકોને ઓર્ગેનિક અને હેલ્દી અથાણા મળે. જેથી લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન ન થવું પડે. ઉષાબેન ભવિષ્યમાં બીજા શહેરોમાં બાલાજી પિક્લસનું આઉટ લેટ ખોલવાની ઇચ્છા ધરાવે છે.
Share your comments