રાસાયણિક ખાતર બનાવતી કંપનિઓનું કહેવું છે કે છાણીયું ખાતર થકી કરવામાં આવેલ પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને પાકના વધુમાં વધુ ઉત્પાદન નથી મળી શકતો. પરંતુ ગુજરાતના ખેડૂતોએ આ વાતને ગલત સાબિત કરીને બતાવ્યું છે. આમાંથી જ એક છે પોરબંદર જિલ્લાના બખરલા ગામના વતની લખમણભાઈ જાડેજા. જેમને પ્રાકૃતિક ખેતી કરીને પાકનો અઢળક ઉત્પાદન મેળવીને પોતાની કમાણી લાખોમાં પહોંચાડી દીધી છે. તેઓ પ્રાકૃતિક ખેતી હેઠળ પોતાના એક બ્રાન્ડ પણ ઉભો કર્યો છે, જેના થકી તેઓ પોતાની ઉપજનું વેચાણ કરે છે. લખમણભાઈ આ બ્રાન્ડનું નામ રામબાણ પ્રાકૃતિક ફાર્મ પાડ્યો છે. પોતાના આ બ્રાન્ડ હેઠળ તેઓ ઘીનું પણ વેચાણ કરે છે, જો કે 100 ટકા પ્રાકૃતિક અને શુદ્ધ છે.
છેલ્લા 7 વર્ષથી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી
કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા લખમણભાઈ જાડેજાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 30 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે તેઓ પણ પહેલા પાકની ઉપજ મેળવવા માટે રાસાયણિક ખેતી કરતાં હતા, પરંતુ જ્યારે મને ખબર પડી કે તેથી કેન્સર જેવી ખતરનાક બીમારી થાય છે ત્યારે મેં મારા પગ પ્રાકૃતિક ખેતી તરફ વળી લીધું અને હવે છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને પાકનું અઢળક ઉત્પાદન મેળવી રહ્યા છું અને ઝેર મુક્ત ખેતી થકી પોતાની અને બીજા લોકોના જીવનું રક્ષણ કરી રહ્યા છું. જણાવી દઈએ કે લખમણભાઈએ પાક પર છાંટવા માટે છાણીયું ખાતર પોતેજ તૈયાર કરે છે, જેના માટે તેમના પાસે ગાયો છે અને એજ ગાયોના દૂધથી તેઓ શુદ્ધ દેશી ઘી પણ તૈયાર કરીને રામબાણ પ્રાકૃતિક ફાર્મના નામથી શરૂ કરવામાં આવલે બ્રાન્ડ હેઠળ વેચાણ કરે છે.
ખેતી પદ્ધતિના કેન્દ્રમાં ગાય માતા હતી અને રહેશે
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર પોતાના વિચાર વ્યક્ત કરતાં લખમણભાઈએ જણાવ્યું કે મને રાસાયણિક ખેતીથી કોઈ સમસ્યા નથી કેમ કે હું પોતેજ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. પરંતું ત્યારે પણ અને આજે જ્યારે હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું મારી ખેતી પદ્ધતિના કેન્દ્રમાં ગાય માતા હંમેશાથી છે અને આગળ પણ રહેશે. તેમણે પોતાની વાતમાં આગળ ઉમેર્યું કે ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે એજ દરેક ખેડૂત ઇચ્છે છે, તેથી કરીને હું દરેક ખેડૂતને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સલાહ આપું છું, કેમ કે તેથી તેમનો ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે. રાસાયણિક ખાતર પર પોતાની વાત રજુ કરતા તેમણે કહ્યું કે જો કોઈ ખેડૂત પાસે છાણીયું ખાતરની વ્યવસ્થા ન હોય તો તેના માટે બજારમાં મળતું રાસાયણિક કે પછી ઓર્ગેનિક ખાતર સારૂં છે પરંતુ સગવડ હોય તો એણે ઘનજીવામૃત જીવામૃત ખેતર જ બનાવવું જોઈએ.
છાણીયું ખાતરના વિશેમા વાત કરતા લખમણભાઈએ જણાવ્યું કે છાણીયું ખાતર એ સીધો પાકનો ખોરાક નથી.છાણીયું ખાતર એ આંખે દેખી ન શકાય એવા અસંખ્ય બેક્ટેરિયા અને સજીવ સૃષ્ટિનો ખોરાક છે.સજીવ સૃષ્ટિ છાણીયા ખાતરને ખોરાક તરીકે લઈને હગાર મારફતે દ્રવ્ય આપે છે. તે છોડ વનસ્પતિ પાકનો ખોરાક છે.પોતાના ખેત કામ વિશે વાત કરતાં પ્રગતિશીલ ખેડૂત લખમણભાઈએ જણાવ્યું કે તેઓ હવામાન મુજબ પાકનો વાવેતર કરે છે. પરંતુ અત્યારે તેઓ એરંડી, ડાંગર અને મગફળીની ખેતી કરી રહ્યા છે. જેમના માટે તેઓ છાણીયું ખાતરનું જ ઉપયોગ કરે છે.
ખેતીથી કઈંક મેળવવું હોય તો ખેતી ખર્ચ ઘટાડો
લખમણભાઈએ પોતાની યાત્રા વિશે જણાવ્યું કે એક સમયે તેઓ રાસાયણિક ખેતી પણ કરી હતી. પણ ઓછામાં ઓછાં ઝેરનો ઉપયોગ કરવામાં આવતો,કારણ કે ટુંકી જમીન આર્થિક સધ્ધરતા જરાઈ નહીં મોંઘી દવાઓ છાંટવી હતી,ખાતર બિયારણો પણ લાવવાં હતાં પણ એટલાં કાવડીયાં જ ક્યાં હતાં. વાવેતરથી કાપણી સુધી સખત મહેનત સાથે બિયારણ, ખાતર,દવાના મોટા ખર્ચા અને આ બધું કર્યા પછી પણ વેચાણ કરવા જઈએ તો યોગ્ય ભાવ તો જ ન મળે. આ સતત અગવડતાઓએ સમજણ આપી કે ખેતીમાંથી જીવન નિર્વાહ યોગ્ય રીતે થઈ શકે એવું કંઈક કરવું હોય તો રસ્તો એક જ છે "ખેતી ખર્ચ ઘટાડવો" ખેતી ખર્ચ ઘટે તો પાંચ પૈસા વધે,જીવન નિર્વાહ યોગ્ય રીતે થાય.
આ બાબતે બહુ વિચાર્યું અને અંતે ધીમે ધીમે બજારનાં બિયારણ અને રસાયણિક દવા ખાતરો ઘટાડ્યાં અને પછી એકદમ બંધ કરી દીઘું. એમ તો શરુઆતમાં ખેત ઉત્પાદન ઘટ્યું કારણ કે કોઈ ઝેર મુક્ત ખેતી પધ્ધતિની જાણકારી નહોતી,છતાં પણ ધીમે ધીમે બધું બરોબર થતું ગયું.આ દરમિયાન આદરણીય શ્રી પ્રફુલદાદા (પ્રફુલભાઈ સેંજલીયા) અમદાવાદ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબીરની જાહેરાત,પ્રસાર હેતુ પોરબંદર પધાર્યા દેગામ ગામની સીમમાં આવેલ લાવડીયાડાડાને મંદીરે રણજીતભાઈ કારાવદરાએ મીટીંગનું આયોજન કર્યું અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે પ્રફુલ્લદાદાને સાંભળ્યા,ખેતી તો લોહીમાં હતી જ એમાં એક પધ્ધતિનો સમન્વય થયો અને વાત જામી અને ગૌમાતાને કેન્દ્રમાં રાખીને હું પ્રાકૃતિક ખેતીની રાહે પગ મુકી દીધું.
રામબાણા પ્રાકૃતિક ખેતી ફાર્મ ઉભો કર્યો
લખમણભાઈએ જણાવ્યું કે શિબીરમાંથી પરત આવી ખેતરને "રામબાણ પ્રાકૃતિક ખેતી ફાર્મ" નામ આપ્યું,ગૌમાતાના આશિર્વાદથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી અને ખેતી કરવા લાગ્યા.તેઓ જણાવ્યું કે રામબાણ પ્રાકૃતિક ખેતી ફાર્મ પર બજારમાં મળતાં ઓર્ગેનિક ખાતર દવાઓનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી અને ઝેરમુક્ત ઉત્પાદન મેળવવામાં આવે છે. લખમણભાઈ આગળ જણાવ્યું કે તેમને શરૂઆતમાં એક અભિયાન શરૂ કર્યો, જેનું નામ તેઓ “ખેતરથી સીધું ખાનાર” પાડ્યો. અભિયાન અંતર્ગત રામબાણ ફાર્મનાં ખેત ઉત્પાદનો તૈયાર કરી યોગ્ય ક્વોલિટી સાથે સાફસફાઇ કરી યોગ્ય પેકિંગ કરી ગ્રાહકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યો, જેમાં ખૂબ સફળતા મળી, તેથી અમને ઉત્પાદનના યોગ્ય ભાવ મળ્યા, ગ્રાહકોને ઝેર મુક્ચ ઉત્પાદન મળ્યું, અમે પણ રાજી આમારા ગ્રાહક પણ રાજી. એક ખેડૂતને એજ તો જોઈએ છે જીવનમાં જો કે મને મળી ગયો.
લખમણભાઈએ વધુમાં જણાવ્યું કે આજે રામબાણ પ્રાકૃતિક ખેતી ફાર્મ દરેક ખેત ઉત્પાદનનો કોઈ પણ વ્યાપારી કે કંપનીને વેચાણ ન કરીને ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડે છે. આમારા સાથે આજે 821 જેટલા રેગ્યુલર ગ્રાહકો જોડાયા છે.આ સફળતાનો પુરો શ્રેય હું ગૌ માતા અને ગૌકૃષિને આપું છું.
ઝેર મુક્ત ઉત્પાદન માટે શું કરો છો?
કૃષિ જાગરણ ગુજરાતીના ટીમ મેમ્બર અમનસિંહ જાડેજા દ્વારા પૂછવામાં આવેલ આ પ્રશ્નનું ઉત્તર આપતા લખમણભાઈ જાડેજાએ જણાવ્યું કે રામબાણ પ્રાકૃતિક ખેતી ફાર્મ હેઠળ પાકમાં આવતાં રોગ જીવાત પર નિયંત્રણ મેળવવા અમે ગાયનું ગૌમુત્ર,દુધ છાશ ગોળ અને વગડામાં તથા શેઢા પાળા પર થતી ઔષધીય ગુણોથી ભરપૂર કુદરતી વનસ્પતિના઼ં પાન ફૂલ ફળનો રસનો સભાનપણે મર્યાદાસભર ઉપયોગ કરીએ છીએ.ગૌમાતાના ગોબર/છાણમાં કરોડની સંખ્યામાં ખેત સહાયક બેક્ટેરિયા હોય છે.ગૌમાતાના છાણમાંથી ઘનજીવામૃત બનાવી પાયાના ખાતર તરીકે, જેમાં ખેત સહાયક સુષુપ્ત અવસ્થામાં બેક્ટેરિયા હોય છે, જો કે પાકની રોગ, જીવાતોથી રક્ષણ કરીને મોટા પાચે ઉત્પાદન આપે છે. મારું માનવું છે કે પ્રકૃતિ પર્યાવરણ એ જ ઈશ્વર,ખેતર એટલે પ્રકૃતિ મંદિર, ખેડૂતો એટલે પ્રકૃતિ મંદિરના પુજારી.તેથી આવો આપણે સૌ ઝેર મુક્ત ખેતી કરીએ અને અન્ય ખેડૂતોને ઝેર મુક્ત ખેતી કરતા કરીને પ્રકૃતિ,પર્યાવરણનું જતન રક્ષણ કરી ખરા અર્થમાં ધરતીમાતાનું ઋણ અદા કરીએ.
ધનજીવામૃત તૈયાર કરવાની રીત
છાણીયા ખાતરને પ્રોસેસ કરીને પાઉડર બનાવી એ દર ૧૦૦ કીલો પાઉડરમાં ભેજ લાગી જાય એટલું સાત દિવસનું જીવામૃતનો પટ આપવાથી ઘન જીવામૃત તૈયાર થાય છે. આ જીવામૃતનો પટ ભેજ આપેલ ખાતરમાં જીવંત જાગૃત બેક્ટેરિયા હોય છે એટલે એને પધ્ધતિ મુજબ ચોક્કસ માહિતી સાથે સુકવણી કરવામાં આવે.ઘન જીવામૃતની સુકવણી કરવાથી જીવંત જાગૃત બેક્ટેરિયા સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે. તૈયાર થયેલ ઘન જીવામૃતને ચણના કોથળામાં ભરીને ભેજ ન લાગે અને હવા મળી રહે એમ મુકવું જોઈએ. જ્યારે કોઈ પાકનું વાવેતર કરવાનું હોય ત્યારે એકરમાં ૧૦૦ થી ૨૦૦ કીલો ઘન જીવામૃત પાયામાં અપાય,પોંખીને છાંટીને આપી શકાય.
ધન જીવામૃતના ફાયદાઓ
ઘન જીવામૃત આપેલ ખેતરમાં પાકને પિયત આપતાંની સાથે સુષુપ્ત અવસ્થામાં રહેલા અગણિત બેક્ટેરિયા જાગૃત બની છોડ માટે ખોરાક બનાવવાનું કામ ચાલુ કરે છે, બેક્ટેરિયા એ પાકને ખોરાક પુરો પાડવાનાં કારખાનાં છે.પાકમાં પિયત સાથે સમયાંતરે જીવામૃત આપવાથી વધુ બેક્ટેરિયા મળતા રહે પાકને વધુ ખોરાક મેળવી આપે, સાથે સાથે અમુક બેક્ટેરિયા નુકસાનકારક ફુગ વાઈરસ અને જીવાતનાં ઈંડાનો નાશ કરી પાકને સ્વસ્થ અને નિરોગી બનાવે છે. ઘનજીવામૃત જીવામૃત માં અમુક બેક્ટેરિયા નિંદામણના બીજનો નાશ કરે છે એટલે નિંદામણ પણ અમુક અંશે નિયંત્રિત થાય છે
પ્રોડક્શન પ્રોસેસિંગ બઘુ અમારા હાથમાં
લખમણભાઈએ પોતાના બ્રાન્ડ વિશે જણાવત કહ્યું કે અમારા ખેત ઉત્પાદનના પ્રોડક્શન,પ્રોસેસિંગ અને પેકિંગ અમારા હાથમાં છે, તેથી કરીને તેની કિંમત પણ અમારા મુજબ અને ગ્રાહકોને કિંમત નડે નહીં તેના મુજબ છે. તેઓ કહે છે અમારા દેશના લોકોને ઝેર મુક્ત ખોરાક મળે તે અમારા એટલે કે ખેડૂતોના હાથમાં છે. તેના સાથે ગાય આધારિત ખેતી કરીને અમને ઓછા ખર્ચે વધુ નફો મળે છે. બીજા ખેડૂતોને પ્રેરણા આપતો તેઓ કહ્યું કે મારા ખેડૂત ભાઈયો ફક્ત ત્રણ વર્ષ પોતાના ખેતરને આપો પછી જોજો કે કેવી રીતે તમને ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન મળે છે. છેવટે હું એજ કહીશું કે દરેક ખેડૂતના ઘરે ગૌધન તો ચોક્કસ હોવું જોઈએ.
Share your comments