ગુજરાતમાં દેશના સૌથી મોટો દૂધ ઉત્પાદન બ્રાન્ડ અમૂલનું પ્લાન્ટ છે. એજ નહીં મધર ડેરી તેમ જ મધુસુઘનનું પ્લાન્ટ પણ આપણા ગરવી ગુરજરાતમાં જ છે. ભારત આજે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે, તેમાં સૌથી મોટો ભાગીદાર ગુજરાત જ છે. જેના કારણે ગુજરાતમાં પશુપાલકોની મોટી કમાણી થાય છે, આવી જ રીતે ગુજરાતમાં હવે ગાય અને ભેંસના સાથે-સાથે ગધેડીના દૂધ ઉત્પાદનનું પણ ટ્રેંડમાં વધારો જોવા મળી રહ્યો છે, જેથી કેટલાક પશુપાલકોએ મોટી એવી આવક મેળવી રહ્યા છે. કેમ કે ગધેડીના દૂધની કિંમત બજારમાં 5 થી 7 હજાર રુપિયા પ્રતિ લિટર છે, જેથી ઘણી કોસ્મેટિક્સની વસ્તુઓ બનાવામાં આવે છે. એજ સંદર્ભ આજે અમે તમને એક એવા ખેડૂતના વિશેમાં જણાવવા જઈ રહ્યા છે, જો કે ગધેડીના દૂધનું વેચાણ કરીને મહીને 3 થી 5 લાખ રુપિયાની કમાણી કરે છે.
પાટણના ધીરેનભાઈ સોલંકી
ગુજરાતના પાટણના રહેવાસી ધીરેનભાઈ સોલંકીએ આ પૈકીના 42 પશુઓ સાથે પાટણ જિલ્લામાં તેમના ગામમાં એક ફાર્મ સ્થાપ્યું છે અને દક્ષિણના રાજ્યો અને કોસ્મેટિક ક્ષેત્રના ગ્રાહકોને ગધેડીનું દૂધ સપ્લાય કરીને મહિને લગભગ 3 થી 5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
આ વિશે પર વાત કરતા સોલંકીએ કહ્યું કે તેઓ સરકારી નોકરીની શોધમાં હતા.મને કેટલીક ખાનગી નોકરીઓ મળી, પરંતુ પગાર મારા પરિવારના ખર્ચને માંડ માંડ પૂરો કરી શકતો હતો. લગભગ આ સમયે, મને દક્ષિણ ભારતમાં ગધેડા ઉછેર વિશે ખબર પડી. હું કેટલાક લોકોને મળ્યો અને લગભગ 8 મહિના પહેલા મારા ગામમાં આ ફાર્મ સ્થાપ્યું. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં 20 ગધેડાઓની ખરીદીથી લઈને તેમના ઉછેર ઉપર 22 લાખ રૂપિયાનું ખર્ચ આવ્યો. પરંતુ આજે તેઓ મહીને 3 થી 5 લાખની કમાણી કરીને પોતાના ખર્ચથી વધુ પાછો મેળવી લીધું છે.
ગુજરાતમાં ગધેડીના દૂધની માંગ છે ઘણી ઓછી
સોલંકિએ જણાવ્યું, આ નિર્ણય અઘરો હતો કારણ કે ગુજરાતમાં ગધેડીના દૂધની ભાગ્યે જ કોઈ માંગ છે. તેથી મેં પ્રથમ પાંચ મહિનામાં કંઈ કમાણી કરી નહોતી.ત્યાર પછી તેણે કર્ણાટક અને કેરળની કંપનીઓ પાસે પોતાની પેદાશો વેચવાનું શરૂ કર્યું. હવે તેના ગ્રાહકોમાં કોસ્મેટિક કંપનીઓ છે જેઓ તેમના ઉત્પાદનોમાં ગધેડીના દૂધનો ઉપયોગ કરે છે.
ગધેડીના દૂધનું છે ઘણો જૂનો ઇતિહાસ
પ્રાચીન સમયમાં દવાઓ માટે ગધેડીના દૂધનું વ્યાપકપણે ઉપયોગ થતો હતો ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા તેમાં સ્નાન કરતી હતી. દવાના પિતા તરીકે ઓળખાતા ગ્રીક ચિકિત્સક હિપ્પોક્રેટ્સે, યકૃતની સમસ્યાઓ, નાકમાંથી રક્તસ્રાવ, ઝેર, ચેપી રોગો અને તાવ માટે ગધેડીનું દૂધ સૂચવ્યું હોવાનું જાણવા મળે છે.તેના ફાયદા હોવા છતાં, આધુનિક યુગમાં ગધેડીના દૂધમાં ઘટાડો જોવા મળ્યો હતો, તે પહેલાં વૈજ્ઞાનિકોએ તેની સંભવિતતાને ફરીથી શોધી કાઢી હતી.
વધુ કિંમતના કારણે ઓછા વેચાણ
સોલંકી મુજબ ગધેડીના દૂધની કિંમત 50 થી 75 હજાર પ્રતિ કિલો હોય છે. જેથી લોકો તેની ખરીદી નથી શકતા. પરંતુ મોટી-મોટી કંપનીઓએ પોતાના કોસ્મેટિક બ્રાન્ડ્સમાં વાપરવા માટે તેની ખરીદી કરે છે. કેમ કે તે લોકોને ખબર છે કે ગધેડીના દૂધ કેટલો ફાયદાકારક હોય છે. પરંતુ વધું કિંમતના કારણે સામાન્ય માણસો તેની ખરીદી કરતા નથી. યુ.એસ. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના એક અહેવાલ મુજબ, ગાયના દૂધની તુલનામાં ગધેડીનું દૂધ માનવ દૂધ જેવું જ છે અને તે શિશુઓ, ખાસ કરીને ગાયના દૂધથી એલર્જી ધરાવતા બાળકો માટે સારો ગણાએ છે.
મેડિકલના ક્ષેત્રમાં ગધેડીના દૂધનું મહત્વ
મેડિકલના ક્ષેત્રામાં પણ ગધેડીના દૂધનું ઘણું મહત્વ ગણાવામાં આવ્યું છે. ગધેડીના દૂધમાં આંતરડાના માઇક્રોફ્લોરાને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે. અહેવાલ મુજબ આંતરડાના સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવામાં તેના ફાયદાઓની વિગતો આપવામાં આવી છે. આ ઉપરાંત એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ગધેડીના દૂધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને ડાયાબિટીસના દર્દી માટે પણ તેનો દૂધ ગુણકારી હોય છે. ગધેડીના દૂધમાં વધુ શેલ્ફ લાઇફ હોવાનું પણ જાણીતું છે કારણ કે તે દૂધના અન્ય સ્વરૂપોમાં જોવા મળતા ઘણા પેથોજેન્સ ધરાવતું નથી.
Share your comments