Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Sports

ICC T20 World Cup માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોણ થયું ટીમની બહાર

ICC T20 World Cup માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને તક આપવામાં આવી છે. ICC

Sukhadev Thakor
Sukhadev Thakor
ICC T20 World Cup
ICC T20 World Cup

ICC T20 World Cup માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને તક આપવામાં આવી છે.  

આગામી 17 ઓક્ટોબરથી શરૂ થનાર આઈસીસી ટી20 વિશ્વકપ (ICC T20 World cup) માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) એ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં બીજા 3 વધારાના ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે. મુંબઈમાં અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ICC T20 World Cupની શરૂઆત 17 ઓક્ટોબરથી ક્વોલિફાયર રાઉન્ડથી થશે અને સુપર-12 મુકાબલાની શરૂઆત 23 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 14 નવેમ્બરે રમાશે.

ICC T20 World Cup માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થયો છે ઉપરાંત વધારાના બીજા ત્રણ ખેલાડી શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહરનો સમાવેશ કરવામાં આવેલ છે 

ટીમમાં પાંચ સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર

જાહેર કરેલી ટીમમાં પાંચ સ્પિનરોને તક આપવામાં આવી છે. જેમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, રાહુલ ચાહર, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તી છે. ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી છે.

MS DHONI
MS DHONI

એમએસ ધોનીને મળી મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી ટી20 વિશ્વકપ માટે મેન્ટોરની જવાબદારી સોંપી છે. તે કોચ રવિ શાસ્રી સાથે કામ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની વાપસી થઈ છે.

14 નવેમ્બરે રમાશે ફાઇનલ જંગ

આઈસીસી ટી20 વિશ્વકપના મુખ્ય રાઉન્ડમાં કુલ 12 ટીમ ભાગ લેવાની છે. આઈસીસીએ આ માટે બે ગ્રુપ બનાવ્યા છે. ભારતીય ટીમ ગ્રુપ-બીમાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 10 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 11 નવેમ્બરે રમાશે. જ્યારે ફાઇનલ જંગ 14 નવેમ્બરે રમાશે.

Share your comments

Subscribe Magazine

More on Sports

More