ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને (એશિયા કપ) તેના હોમ ગ્રાઉન્ડમાં 10 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો છે. એશિયા કપ ફાઈનલના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમે વિપક્ષી ટીમને દસ વિકેટથી હરાવ્યું હોય. ટીમ ઈન્ડિયાની આ યાદગાર જીતમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું મહત્વનું યોગદાન હતું, જેણે 15.2 ઓવરમાં છ વિકેટ લઈને શ્રીલંકાને માત્ર 50 રનમાં આઉટ કરી દીધું હતું. ભારતે 51 રનનો ટાર્ગેટ 6.1 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો.
વિકેટકીપર ઓપનર ઈશાન કિશન 23 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો જ્યારે શુભમન ગીલે 27 અણનમ રનનું યોગદાન આપ્યું હતું.
આ પહેલા, 1995માં એશિયા કપ (ODI ફોર્મેટ)ની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું હતું, જે વિકેટની દ્રષ્ટિએ કોઈપણ ટીમની સૌથી મોટી જીત હતી. શ્રીલંકાના 5 બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા જ્યારે કુશલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા હતા.
Share your comments