મહેસાણાની તસ્નીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ભારતીય બેડમિન્ટન ટીમમાં ગુજરાતી ખેલાડીની પસંદગી થતાં સૌ કોઈ ગર્વ અનુભવી રહ્યું છે.તસ્નીમ ગુજરાતમાં પસંદગી પામનારી સૌ પ્રથમ બેડમિન્ટન ખેલાડી છે.
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાની એક સામાન્ય પરિવારની દીકરીની જેણે અથાગ મહેનત થકી દેશ-દુનિયામાં ગુજરાતના નામનો ડંકો વગાડ્યો છે.મહેસાણા જિલ્લાની તસ્નીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે.
સાઈના નહેવાલ સાથે રમશે મેચ
આગામી સમયમાં હવે તસ્નીમ મીર બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ સાથે રમતી જોવા મળશે. મહેસાણાની દીકરી તસ્નીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. જેને લઈને તેના પરિવારજનોની સાથે સાથે ગુજરાતમાં પણ ખુશીની લહેર છવાઈ છે.
ગુજરાતમાંથી સૌ પ્રથમવાર બેડમિન્ટન ખેલાડી તરીકે ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી
મહેસાણા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલની પુત્રી તસ્નીમ મીરે દુબઇ ખાતે યોજાયેલી અંડર 19 સીંગલ અને ડબલ્સ બેડમિન્ટન ઇન્ટરનેશનલ ચેલેન્જ સિરીઝની સ્પર્ધામાં ચેમ્પિયન બની 2 ગોલ્ડ મેડલ મેળવતાં મહેસાણા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતમાંથી સૌ પ્રથમવાર બેડમિન્ટન ખેલાડી તરીકે ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી પામવા બદલ પરિવારજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે.
તસ્નીમ મીર આગામી સમયામાં ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં પણ રમશે.
Share your comments