ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો અકસ્માત થયો છે. તે દિલ્હીથી રૂડકી જઈ રહ્યો હતો. ઋષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ તેમાં આગ લાગી હતી. પંતને પગ અને કપાળ પર વધુ ઈજાઓ થઈ છે. ગંભીર હાલતમાં તેમને દિલ્હી રિફર કરવામાં આવ્યા છે.
ઋષભ પંતને ઈજાના કારણે ટીમ ઈન્ડિયાએ બ્રેક આપ્યો હતો. સમાચાર મુજબ, પંત દિલ્હીથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ રૂડકીના હમ્માદપુર ઝાલમાં પહોંચ્યા હતા અને ત્યાં કારને અકસ્માત નડ્યો હતો. સમાચાર અનુસાર, તેમને ગંભીર હાલતમાં દિલ્હી રિફર કરવામાં આવ્યા છે. પંતને કપાળ, પીઠ અને પગમાં વધુ ઈજાઓ છે. હાલ તેમની તબિયત સ્થિર છે. રિષભની પ્લાસ્ટિક સર્જરી થઈ શકે છે.
રિષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ પછી કારમાં આગ લાગી હતી. જોકે આ પહેલા ઋષભ કારમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે મોટી મુશ્કેલીથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ પછી પંતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પંતની કાર ખૂબ જ સ્પીડમાં હતી અને ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર રેલિંગ તોડીને બીજી તરફ પહોંચી ગઈ હતી, ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ હતી.આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની જણાવવામાં આવી રહી છે. અકસ્માત બાદ, રાહદારીઓની સૂચના પર, ગંભીર રીતે ઘાયલ ઋષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં પંતની હાલત નાજુક હતી, પરંતુ ધીરે ધીરે તેમની સ્થિતિમાં સુધારો થતો ગયો. આ પછી તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તેની અહીં પ્લાસ્ટિક સર્જરી પણ થશે. સક્ષમ હોસ્પિટલના ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે ઋષભ પંતના પગમાં ફ્રેક્ચર થયું છે અને કપાળ પર પણ ઈજા છે. કપાળ પર કેટલાક ટાંકા લગાવવામાં આવ્યા છે.
કેવી રીતે થયો અકસ્માત?
કહેવામાં આવી રહ્યું છે કે પંતની કાર તેજ ગતિએ ડિવાઈડરની બાજુની મજબૂત લોખંડની રેલિંગ સાથે અથડાઈ અને રેલિંગ તોડીને બીજી તરફ પહોંચી ગઈ. સ્પીડ વધુ હોવાથી કાર લગભગ 200 મીટર સુધી લપસીને અટકી ગઈ હતી. આ પછી તેમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર પહોંચેલા રાહદારીઓએ કોઈક રીતે કાચ તોડીને રિષભ પંતને બહાર કાઢ્યો હતો. જે બાદ પોલીસ માહિતી પર સ્થળ પર પહોંચી અને તેને નરસનથી રૂરકી તરફ લગભગ આઠ કિલોમીટર દૂર સ્થિત સક્ષમ હોસ્પિટલ લઈ ગઈ.
જે મર્સિડીઝ કારમાં રિષભ પંત ઘરે પરત ફરી રહ્યો હતો તેની નંબર પ્લેટ DL 10 CN 1717 છે. અકસ્માત બાદ પંતની કારમાંથી કેટલાક પૈસા પણ પડ્યા હતા, જેને સ્થાનિક લોકોએ ઉપાડ્યા હતા.
હાલમાં જ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. બીજી ટેસ્ટમાં તે સદી ચૂકી ગયો હતો, પરંતુ તેની શાનદાર બેટિંગના આધારે તેણે ભારતને મેચમાં આગળ કરી દીધું હતું અને તેથી જ ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં મહત્વના બેટ્સમેનોની નિષ્ફળતા છતાં મેચ જીતી લીધી હતી. જોકે, હાલમાં જ તેને વનડે અને ટી20માં ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
વિન્ડ સ્ક્રીન તોડીને પંત બહાર આવ્યો
રિષભ પંતે જણાવ્યું કે તે પોતે કાર ચલાવી રહ્યો હતો. ડ્રાઇવિંગ કરતી વખતે તેને ઊંઘ આવી હતી. આ જ કારણ હતું કે કાર ડિવાઈડર સાથે અથડાઈ અને મોટો અકસ્માત થયો. તેણે જણાવ્યું કે અકસ્માત બાદ તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો.
ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને કમેન્ટેટર્સે ટ્વિટ કરી વ્યક્ત કરી ચિંતા
વીવીએસ લક્ષ્મણ, વીરેન્દર સહેવાગ, મુનાફ પટેલ, હર્ષા ભોગલે જેવા ક્રિકેટર્સએ પોતાની ચિંતા સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી હતી.
Praying for Rishabh Pant. Thankfully he is out of danger. Wishing @RishabhPant17 a very speedy recovery. Get well soon Champ.
— VVS Laxman (@VVSLaxman281) December 30, 2022
Wishing dear @RishabhPant17 a super speedy recovery. Bahut hi Jald swasth ho jaao.
— Virender Sehwag (@virendersehwag) December 30, 2022
Did I am hearing correct news of @RishabhPant17
— Munaf Patel (@munafpa99881129) December 30, 2022
Praying for sppedy recovery to #RishabhPant#DriveSafe pic.twitter.com/X6MJLfANMj
Thinking about Rishabh Pant this morning and desperately hoping he is fine and recovers soon.
— Harsha Bhogle (@bhogleharsha) December 30, 2022
Share your comments