Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Sports

શમી બાદ આ પ્લેયર પણ વનડે સીરીઝમાંથી થાયો બહાર: જાણી કિકેટ ચાહકોને ખુબજ આઘાત લાગશે

આજ થી ઢાકામાં બાંગ્લાદેશ સામે વનડે સીરિઝની શરૂઆત થઇ ગઈ છે. પહેલી વનડેમાં ટોસ બાંગ્લાદેશના જીત્યો છે. ભારતીય ટીમના નિયમિત વિકેટ કીપર પહેલા મહેન્દ્રસિંહ ધોની પણ રહી ચુક્યા છે. ત્યાર બાદ બીજા ઘણા ખેલાડીઓ એ વિકેટ કીપિંગનો ભાગ ભજવ્યો છે. થોડા સમય થી ઋષભ પંત પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
રીશભ પંત  (ક્રિકેટર )
રીશભ પંત (ક્રિકેટર )

ક્રિકેટ ચાહક માટે ખુબ જ નિરાશા જનક વાત છે. મળતી મહીતી પ્રમાણે બીસીસીઆઈએ જણાવ્યું કે ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રીષભ પંતને માત્ર પહેલા વનડેથી જ નહીં પરંતુ આખી સીરિઝમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે. હવે તે ટેસ્ટ સીરિઝ દરમિયાન ફરી ટીમ સાથે જોડાશે. ત્રણ વનડે મેચોની સીરિઝ બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી પણ રમાશે, જે 14 ડિસેમ્બરથી શરૂ થશે.

સૌને ખ્યાલ હશે કે ક્રિકેટરને પોતાના હેલ્થ માટે કેટલી કાળજી રાખવી પડતી હોય છે. આ  મેડીકલ ટીમ સાથે વાત-ચિત કરતા જાણવા મળ્યું છે. કે રિષભ પંત આ મેચ રમવા માટે ફીટ નથી. આ તમામ જાણકારી બીસીસીઆઈએ પોતાના અપડેટમાં આપી છે. મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ ઋષભ પંતને વનડે સીરિઝમાંથી બહાર કરવામાં આવ્યો છે.

હાલ તેના રિપ્લેસમેન્ટ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આ સાથે જ ઓલરાઉન્ડર અક્ષર પટેલનું નામ પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી. અક્ષર પ્રથમ વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. તેનું કારણ જણાવવામાં આવ્યું નથી. તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રમત દેખાડનાર ફાસ્ટ બોલર કુલદીપ સેનને ભારતે ડેબ્યૂની તક આપી છે. વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા , શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન બાંગ્લાદેશ પ્લેઈંગ ઈલે-વન: લિટન દાસ, અનામુલ હક, નજમુલ હુસૈન, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, એમએચ મિરાજ, હસન મહમુદ, મુસ્તફિઝુર રહેમાન, ઈબાદત હુસૈન આ તમામ ખેલાડી ઓ છે. 

આ પણ વાંચો : IPL 2023ના ઓક્શનને લઈને સૌથી મોટા સમાચાર: નોટ કરી લો તારીખ, 991 ખેલાડી હશે કતારમાં

Share your comments

Subscribe Magazine

More on Sports

More