Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

દર વર્ષ ૨૬ જાન્યુઆરી એ જ કેમ મનાય છે ગણતંત્ર દિવસ ?

ભારત દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવે છે. ભારતના ઈતિહાસમાં આ દિવસનું એક અલગ જ મહત્વ છે. આ વર્ષે દેશ તેનો ૭૪ ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

દર વર્ષ ૨૬ જાન્યુઆરી કેમ મનાય છે ગણતંત્ર દિવસ ?

ભારત દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવે છે. ભારતના ઈતિહાસમાં આ દિવસનું એક અલગ જ મહત્વ છે. આ વર્ષે દેશ તેનો ૭૪  ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે.

દર વર્ષ ૨૬ જાન્યુઆરી એ જ કેમ મનાય છે ગણતંત્ર દિવસ ?
દર વર્ષ ૨૬ જાન્યુઆરી એ જ કેમ મનાય છે ગણતંત્ર દિવસ ?

આવો જાણીએ દિવસના ઈતિહાસ અને મહત્વ વિશે

દેશ આ વર્ષે તેનો ૭૪  ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે. ૨૬ જાન્યુઆરીનો દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ છે. આ દિવસ ભારતીય નાગરિકોની લોકશાહી રીતે તેમની સરકાર પસંદ કરવાની શક્તિ દર્શાવે છે. ભારતના ઈતિહાસમાં આ દિવસ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે આ દિવસને સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે.આ રાષ્ટ્રીય તહેવારની પોતાની વિશેષતા છે, જેના કારણે લોકો તેને ધામધૂમથી ઉજવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ગણતંત્ર દિવસ ૨૬ જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે. જો તમારા મનમાં પણ આ સવાલ ઉઠી રહ્યો હોય તો આજે અમે તમને ગણતંત્ર દિવસના ઈતિહાસ અને તેના મહત્વ વિશે જણાવીશું

૨૬ જાન્યુઆરીનું મહત્વ

૬ નવેમ્બરે સ્વીકારવામાં આવેલ ભારતના બંધારણને લાગુ કરવા માટે ૨૬ જાન્યુઆરીનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો, આ પ્રશ્ન લગભગ દરેક ભારતીયના મનમાં આવતો જ હશે. બંધારણના અમલ માટે આ તારીખ પસંદ કરવાનો પણ ખાસ હેતુ હતો. હકીકતમાં, ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ ના રોજ, અંગ્રેજોની ગુલામી સામે, કોંગ્રેસે ભારતને સંપૂર્ણ રીતે સ્વતંત્ર જાહેર કર્યું હતું. આવી સ્થિતિમાં, પૂર્ણ સ્વરાજના પ્રસ્તાવના અમલીકરણની આ તારીખના મહત્વને ધ્યાનમાં રાખીને, બંધારણના અમલીકરણ માટે ૨૬ જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. ૧૯૫૦ માં આ દિવસે બંધારણના અમલીકરણ સાથે, દેશને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યો અને ત્યારથી, દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે.

સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં બંધારણ બનાવવામાં આવ્યું હતું.

સંસદ ભવનના સેન્ટ્રલ હોલનો ગુંબજ વિશ્વના સૌથી ભવ્ય ગુંબજમાંનો એક છે. ભારતના ઈતિહાસમાં તેનું વિશેષ સ્થાન છે. અહીં ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બ્રિટિશ સરકારે ભારતમાં સત્તા સ્થાનાંતરિત કરી હતી. ભારતીય બંધારણની રચના પણ સેન્ટ્રલ હોલમાં થઈ હતી. શરૂઆતમાં, સંસદ ભવનના સેન્ટ્રલ હોલનો ઉપયોગ કેન્દ્રીય વિધાનસભા અને રાજ્યસભાના પુસ્તકાલય તરીકે થતો હતો. બાદમાં ૧૯૪૬માં તેનું રૂપ બદલાઈ ગયું અને તેને બંધારણ સભા હોલમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. ૯ ડિસેમ્બર ૧૯૪૬ થી ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ સુધી અહીં બંધારણ સભાની બેઠક મળી અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.

બંધારણ સભા દ્વારા લેવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો:

  • ભારતનો રાષ્ટ્રધ્વજ ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ અપનાવવામાં આવ્યો હતો.
  • ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ, બંધારણ સભાના સભ્યોએ આખરે સહી કરી.
  • ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ જન ગણ મનને રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું.
  • ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ 'વંદે માતરમ'ને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું.
  • ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

Rizwan Shaikh (FTJ)

Plot No. 484/2,

Sector. 12 B,

Gandhinagar, Gujarat.

Pin : 382006

Mob : 9510420202

આ પણ વાંચો :આ સરકારી યોજનાથી પતિ-પત્ની બંનેને દર મહિને મળશે 9,250 રૂપિયા, આ રીતે કરો અરજી

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More