લાખો લોકો કોનવાળો આઈસ્ક્રીમ ખાવાનો આનંદ માણે છે પણ હવે ઉત્તર પ્રદેશના દેવરિયામાં ખેડૂતોના એક જૂથે બાજરીમાંથી બનેલા કુલ્હડ વિકસાવ્યા છે જેનો ઉપયોગ ચા પીવા અને પછી પોષ્ટિક નાસ્તા તરીકે ખાઈ શકાય છે. રસપ્રદ વાત એ છે કે, આ કુલ્હડ એવા સમયે આવ્યા છે જ્યારે 2019માં ભારતની દરખાસ્તને પગલે સંયુક્ત રાષ્ટ્રએ 2023ને "મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ" જાહેર કર્યું હતું.
આ પણ વાંચો: આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ, જાણો તેનો ઈતિહાસ
રાગી અને મકાઈના લોટના બરછટ દાણામાંથી બનેલા આ પૌષ્ટિક કુલ્હડએ પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં ચા પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. જૂથના સભ્ય અંકિત રાયના જણાવ્યા અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આ કુલ્હડની માંગ ઝડપથી વધી રહી છે.
ખેડૂતોએ કહ્યું કે "લગભગ બે વર્ષ પહેલાં, અમે બાજરીના ફાયદાઓને પ્રોત્સાહન આપવા માટે બાજરીના બનેલા ખાદ્ય કુલ્હડ બનાવ્યા,"અમારી પાસે એક ખાસ ઘાટ છે જે અમને એકસાથે 24 કપ બનાવવા દે છે.
"શરૂઆતમાં, અમે દેવરિયા, ગોરખપુર, સિદ્ધાર્થ નગર અને કુશીનગર સહિત પૂર્વ યુપીના નાના ગામોમાં ચાના વિક્રેતાઓ સાથે જોડાયા હતા, પરંતુ અમે અન્ય ભાગોમાં પણ દિલ જીતવામાં સફળ રહ્યા છીએ. પ્રયાગરાજ, વારાણસી, લખનૌ અને અન્ય જિલ્લાઓમાં હવે આવા કપની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.
જ્યારે તેમને આ કુલ્હડની કિંમત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "આવા કુલ્હડ બનાવવા માટે 5 રૂપિયા અને તેમાં ચા પીરસવા માટે 10 રૂપિયાનો ખર્ચ થાય છે. કુલ્હડ પર્યાવરણને અનુકૂળ પણ છે. કોઈ કચરો ન હોવાથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન સાથે પણ અનુકુલન સાબિત કરી રહ્યા છે.
ખેડૂતોએ કહ્યું કે “પ્રાચીન સમયથી, બાજરો આપણા આહારનો મુખ્ય ભાગ છે. પર્યાવરણ માટે સારી એવી પાણીની જરૂરિયાત ઓછી હોવા ઉપરાંત બાજરીમાં સ્વાસ્થ્ય લાભોનો ભંડાર છે,”
કેન્દ્ર સરકાર જાગૃતિ લાવવા અને બાજરીના ઉત્પાદન અને વપરાશમાં વધારો કરવાના પ્રયાસમાં નાગરિકોમાં તેમના સ્વાસ્થ્ય લાભોને કારણે બાજરીને પ્રોત્સાહિત કરી રહી છે.
Share your comments