અમરેલી જીલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી અતર્ગત કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરીરક્ષિત કરી તેમાંથી મળતા ઉપયોગી પોષક તત્વો અંગે જાણકારી આપવા તાલીમ વર્ગ યોજાશે.
અમરેલી જીલ્લાની મહિલા તેમજ તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાય તેમજ તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહ ઉદ્યોગ દ્વારા કેનિંગ ( ડબ્બાબંધી ) કરી આર્થિક સ્વનિર્ભર બને તે હેતુથી ૧૦૦ ટકા મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનનાં ભાગરૂપે ફળ તથા શાકભાજીના પરિરક્ષણ માટેની અમરેલી જિલ્લામાં દિન -૨ અને પાંચ દિવસ નું આયોજન કરવામાં આવશે .
જેમાં મહિલાઓને ફળ તેમજ શાકભાજી માંથી બનતા વિવિધ શરબત , જામ, જેલી , કેચપ ,સોસ વિવિધ પ્રકારના અથાણા તેમજ મુરબ્બા ,માર્માલેડ, નેકટર વિગેરે બનાવટો બનાવવાની તાલીમ આપી, તાલીમના અંતે પ્રમાણપત્ર અને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો: આ દૂધના માત્ર એક લીટરનો ભાવ છે 7 હજાર રૂપિયા! દેશ-વિદેશમાં છે બમ્પર માંગ
આ તાલીમમાં સહભાગી થવા ઈચ્છુક ૧૮ થી ૪૫ વર્ષની વય ધરાવતી મહિલાઓએ આઈ-ખેડૂત પોર્ટલ પર વેબસાઈટ I khedut.gujrat.gov.in પર આગામી તારીખ ૩૧મી મે ૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે . ઓનલાઇન કરેલી અરજીની નકલ સાથે બેંક પાસબુકની જેરોક્ષ, રદ કરેલ ચેક , રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલનું બીડાણ કરીને નાયબ બાગાયત નિયામકની કચેરી, ‘’ બાગાયત ભવન ‘’ સરદાર ચોક , ચક્કરગઢ રોડ, ( ફોન : ૦૨૭૯૨-૨૨૩૮૪૪ ) અમરેલી ખાતે જમા કરાવવાની રહેશે.
Share your comments