દેશમાં ગરીબીથી પરેશાન ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ અટકી રહ્યા નથી. દર વર્ષે હજારો ખેડૂતોએ દેવુના કારણે આપધાત કરી રહ્યા છે. દરમિયાન તેલંગાણાના મેડચલ-મલકાજગીરી જિલ્લામાં કૃષિ કાર્યાલય પરિસરમાં દેવાથી દબાયેલા ખેડૂતનું આપધાત કરવાનું સમાચાર સામે આવી રહ્યો છે. વાત જાણો એમ છે કે વર્ષ 2023 માં જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી હતી, ત્યારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યો હતો, જો તેઓ શાસનમાં આવશે તો 10 દિવસના અંદર રાજ્યના ખેડૂતોનો દેવું માફ કરી દેવામાં આવશે, પરંતુ એક વર્ષ હોવા છતાં અત્યાર સુધી રાજ્યની કોંગ્રેસ સરકાર ખેડૂતોનું દેવું માફ કર્યો નથી. જેના કારણે હવે ખેડૂતોએ ઓફિસોની મુલાકાત લઈ રહ્યા છે. એજ સંદર્ભમાં 52 વર્ષિય ખેડૂત સુરેન્દ્ર રેડ્ડીએ પણ કૃષિ કાર્યાલયની મુલાકાત લેવા ગયા હતા પરંતુ ત્યાં અધિકારીઓના વલણનાથી કંટાળીને તેઓ ઓફિસના બાહરે જ આપઘાત કરી લીધો.
લોકલ સમાચાર પત્ર થકી મળેલી માહિતી મુજબ સુરેન્દ્ર રેડ્ડી મૂળ દુબક મંડલના ચિત્તપુર ગામનો રહેવાસી હતો, જે હાલમાં મેડચલમાં રહેતો હતો. સોમવારે સુરેન્દ્ર મેડચલમાં કૃષિ કાર્યાલય પહોંચ્યો અને પરિસરમાં રેલિંગ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. વધુ માહિતી માટે જણાવી દઈએ કે સુરેન્દ્રએ આંધ્રપ્રદેશ ગ્રામીણ વિકાસ બેંક (APGVB) દ્વારા રૂ. 1.92 લાખની પાક લોન લીધી હતી. તે ચિત્તપુરમાં સત્તાવાળાઓને વારંવાર લોન માફી માટે અપીલ કરી રહ્યો હતો, પરંતુ લોન માફ કરવામાં આવી ન હતી. પરંતુ તેઓ લોન માફ કરવામાં નથી આવ્યો. જણાવી દઈએ તેલંગાણાની રાજ્ય સરકાર ખેડૂતોના લોન છેલ્લા એક વર્ષથી માફ કરી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં એવા જ ખેડૂતોના જ લો માફ થયો છે, જેઓ પહેલાથી લોન ચૂકવવામાં સક્ષમ છે અને સરકારની નજીક છે. તેમાંથી જ એક આપઘાત કરનાર ખેડૂતનું ભાઈ પણ છે.
દર વર્ષે હજારો ખેડૂતોએ કરી રહ્યા છે આપધાત
તમને જણાવી દઈએ કે દેશભરમાં દુષ્કાળ, પૂર અને રોગચાળાને કારણે ખેડૂતોનો પાક બરબાદ થઈ જાય છે. નાના અને સીમાંત ખેડૂતો વ્યાજ પર પૈસા લઈને પાક ઉગાડે છે, પરંતુ જ્યારે કુદરતી આફતો અને અન્ય કારણોસર પાક નાશ પામે છે ત્યારે તેમની પાસે લોન ચૂકવવા માટે પૈસા નથી હોતું અને તેઓ આપઘાત કરી લે છે. NCRBના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં દેશમાં 10881 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2022માં 11290 ખેડૂતો અને મજૂરોએ આત્મહત્યા કરી હતી.
Share your comments