Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગરમીના કારણે ઘઉંનું ઉત્પાદન 30 ટકા ઘટ્યું, ખરીદીમાં પણ તેજી, ખેડૂતોને ભારે નુકસાન

માર્ચ અને એપ્રિલ મહિનામાં સરેરાશથી વધારે તાપમાને ઘઉંના ઉત્પાદનને અસર કરી છે. મેરઠ જીલ્લામાં ઘઉંનુ પ્રતિ હેક્ટર ઉત્પાદન 30% સુધી ઘટી ગયુ છે. ખેડૂતોને આના કારણે પ્રતિ હેક્ટર 26હજાર રૂપિયાનુ નુકસાન થયુ છે, ત્યારે સરકારી ખરીદ કેન્દ્રો પર 31,3000 ના લક્ષ્યાંક સામે માત્ર 3670 મેટ્રિક ટનની ખરીદી થઈ છે, જોકે તેનું એક મોટું કારણ એ છે કે બજારમાં ઘઉંની કિંમત MSP કરતા વધારે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Wheat production fell by 30 per cent due to heat
Wheat production fell by 30 per cent due to heat

છેલ્લા ઘણા વર્ષોથી મેરઠ જિલ્લામાં ઘઉંની સરેરાશ ઉત્પાદકતા 44 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર રહી છે. પરંતુ આ વખતે તેમાં 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘઉંની માંગ વધી છે, ત્યારે સ્થાનિક બજારમાં ઘઉંની કિંમત MSP કરતાં 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારે છે.

દેશમાં ઘઉંની અછત ન થાય તે માટે સરકારે નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

છેલ્લા ઘણા વર્ષોથી મેરઠ જીલ્લામાં ઘઉંનુ સરેરાશ ઉત્પાદન લગભગ 44 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર રહ્યુ છે. આ વખતે તાપમાન અચાનક વધવાને કારણે ઉત્પાદકતા 31 ક્વિન્ટલ હેક્ટરે પહોંચવાનો અંદાજ છે. આ વખતે કૃષિ વિભાગે હજુ સુધી ઘઉંના ક્રોપ કટિંગના આંકડા જાહેર કર્યા નથી. મેરઠ મંડળમાં સરકારી કેન્દ્રો પર ગયા વર્ષે 143702 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.

              

 આગળ વાંચો:ભારતમાં ઘઉંની નિકાસ પરના પ્રતિબંધનો અમેરિકાએ કર્યો વિરોધ, કેન્દ્રએ આપી થોડી છૂટ

વર્ષ

ઘઉંનુ ઉત્પાદન(ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં)

2016-17

43.63

2017-18

43.65

2018-19

46.64

આ રીતે થયુ ખેડુતોને નુકશાન

ઘઉંની MSP 2015રૂ. પ્રતિ ક્વિન્ટલ છે. આમ જોવા જઈએ તો પ્રતિ હેક્ટર 44 ક્વિન્ટલની સરેરાશ ઉત્પાદકતા પર ખેડૂતોને 88,660 રૂપિયાની કમાણી થાત પણ આ વખતે સરેરાશ ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 31 ક્વિન્ટલની આસપાસ છે તો ખેડુતોને 62465રૂ. જ મળે છે જે 26195રૂ. પ્રતિ હેક્ટર ઓછા છે.

મેરઠ જિલ્લામાં આ વર્ષે ઘઉંના વાવેતરનો વિસ્તાર 80 હજાર હેક્ટર જેટલો છે, જે મુજબ જિલ્લાના ખેડૂતોને અંદાજે રૂ.210 કરોડનો આંચકો લાગ્યો છે.

હવે ભાવ પણ ઘટી રહ્યા છે

સ્થાનિક બજારોમાં સરકારી કેન્દ્રો કરતા વધારે ભાવ મળી રહ્યા હતા. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે જિલ્લામાં ભાવ ઘટવા લાગ્યા છે. સરકારે નુકસાનની ભરપાઈ કરવા માટે બોનસ આપવું જોઈએ

સરકાર રાહત આપે

ભાકીયુ ના રાષ્ટ્રીય પ્રવક્તા, ચૌધરી રાકેશ ટિકૈત અને રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના પ્રમુખ, સરદાર વીએમ સિંહે ઘઉંની ઉત્પાદકતામાં ભારે ઘટાડાથી ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર પાસેથી બોનસની માંગ કરી છે. ટિકૈતે કહ્યું કે ભાકીયુ ટૂંક સમયમાં આ માટે જિલ્લા મુખ્યાલયને મેમોરેન્ડમ આપશે.

આગળ વાંચો:ખરીફ પાક: ભારતીય અર્થતંત્રમાં મુખ્ય ફાળો આપનાર

Share your comments

Subscribe Magazine

More on News

More